________________
[ ૧૨૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सयचंदए णीलकंठए णच्चणसीलए एगाए चप्पुडियाए कयाए समाणीए अणेगाई णटुल्लगसयाई केकाइयसयाणि य करेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી બાળ મયુર બાલભાવથી મુક્ત થઈને મોટો થઈ ગયો ત્યારે તેમાં જ્ઞાનનું પરિણમન થયું, યુવાવસ્થાને પ્રાપ્ત થયો. તે મોરના લક્ષણો–કલગી, મોરપીંછ વગેરે ગુણોથી યુક્ત થઈ ગયો. પહોળાઈ રૂ૫ માન, ઊંચાઈ રૂપ ઉન્માન અને લંબાઈરૂપ પ્રમાણથી તથા પાંખો અને પીંછાના સમૂહથી પરિપૂર્ણ થયો. તેની પાંખો રંગબેરંગી થઈ. તેમાં સેંકડો ચંદ્રક હતા. તે નીલકંઠવાળો અને નૃત્ય કરવાના સ્વભાવવાળો થયો; એક ચપટી વગાડવાથી અનેક સેંકડો નૃત્યો અને સેંકડો કેકારવ કરતો વિચરવા લાગ્યો. २१ तए णं ते मऊस्पोसगा तं मयूरपोयगं उम्मुक्कबालभावं जावकेकाइय सयाणि य करेमाणं पासित्ता तं मऊस्पोयगं गेण्हंति, गेण्हित्ता जिणदत्तपुत्तस्स उवणेति । तए णं से जिणदत्तपुत्ते सत्थवाहदारए मऊस्पोयगं उम्मुक्कबालभावं जावकेकाइयसयाणि य करेमाणं पासित्ता हट्ठतुढे तेसिं विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ। ભાવાર્થ - ત્યારપછી મયૂરપાલકોએ તે બાળ મયૂરને બાલભાવથી મુક્ત થાવ કેકારવ કરતો જોઈને તે મયૂરને ગ્રહણ કર્યો, ગ્રહણ કરીને જિનદત્તપુત્ર પાસે લઈ આવ્યા. જિનદત્તપુત્ર-સાર્થવાહ દારક મયૂર બાળકને બાલભાવથી મુક્ત યાવતુ કેકારવ કરતા જોઈને, હૃષ્ટ-તુષ્ટ થયા. મયૂર પાલકોને જીવિકાયોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને વિદાય કર્યા.
२२ तए णं से मऊरपोयए जिणदत्तपुत्तेणं एगाए चप्पुडियाए कयाए समाणीए णंगोला भंगसिरोधरे सेयावंगे ओयारियपइण्णपक्खे उक्खिक्तचंदकाइयकलावे केक्काइयसयाणि मुच्चमाणे णच्चइ । तए णं से जिणदत्तपुत्ते तेणं मयूरपोयएणं चंपाए णयरीए सिंघाडग जाव पहेसु सइएहिं य साहस्सिएहिं य सयसाहस्सिएहिं य पणिएहिं य जयं करेमाणे विहरइ ।
एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा पव्वइए समाणे पंचसु महव्वएसु, छसुजीवणिकाएसु, णिग्गंथेपावयणे यणिस्संकिए णिक्कंखिए णिव्वितिगिच्छे, से णं इह भवे बहूणं समणाणं समणीणं जाव वीइवइस्सइ । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावणायाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । ।त्ति बेमि॥ ભાવાર્થ:- ત્યારપછી તે મયૂર બાળક જિનદત્તપુત્ર દ્વારા એક ચપટી વગાડતા તે પોતાની ડોકને સિંહની પૂછડીની જેમ વાંકી કરતો હતો. તે સમયે તેના નેત્રના ખૂણા શ્વેતવર્ણના થઈ જતા, તે પોતાના પીંછા લાવતો ત્યારે પીંછા શરીરથી જુદા થઈ ગયા હોય તેમ લાગતું હતું. તે ચંદ્રક આદિથી યુક્ત પીંછાના સમૂહને ઊંચા કરી લેતો અને સેંકડો કેકારવ કરતો નૃત્ય કરતો હતો. ત્યારપછી જિનદત્તપુત્ર તે મયૂર બાળક દ્વારા ચંપાનગરીના શૃંગાટક, ત્રિક આદિ માર્ગોમાં સેંકડો, હજારો અને લાખોની હોડમાં વિજય પ્રાપ્ત કરતો હતો.
હે આયુષ્માન શ્રમણો! આ પ્રમાણે અમારા જે સાધુ અથવા સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયના વિષયમાં તથા નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા તથા વિચિકિત્સાથી રહિત થાય છે. તે આ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓમાં માન-સન્માન પ્રાપ્ત કરીને યાવત્ સંસાર અટવીને પાર કરશે.