________________
અધ્ય–૩: મયુરીના ઈડા
[ ૧૨૭]
ઇંડાને પોચું જોયું, જોઈને “ઓહ! આ મયૂરીનું બચ્ચું મારી ક્રીડા કરવાને યોગ્ય ન થયું. એમ વિચારીને હતાશ બનીને, લમણે હાથ દઈને આર્તધ્યાન કરવા લાગ્યો.
હે આયુષ્યમાનુ શ્રમણો! આ પ્રમાણે જે સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની પાસે પ્રવજ્યાં ગ્રહણ કરીને, પાંચ મહાવ્રતોના વિષયોમાં, ષજીવનિકાયના વિષયમાં, નિગ્રંથ પ્રવચનના વિષયમાં શંકા કરે, કાંક્ષા કરે, વિતિગિચ્છા કરે, ભેદ સમાપન્નતા અને કલુષતાને પ્રાપ્ત થાય, તે આ ભવમાં ઘણા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા હલનીય-તિરસ્કરણીય, લોકનિંદનીય, ગહણીય-પ્રત્યક્ષ નિંદનીય, અનાદરણીય-અસન્માનનીય થાય છે. પરભવમાં પણ તે શારીરિક, માનસિક અને પારિવારિક બહુ દંડ પામે છે યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. જિનદત્તપુત્રની શ્રદ્ધા અને તેનું સુફળ:१८ तए णं से जिणदत्तपुत्ते जेणेव से मऊरीअंडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तंसि मऊरीअंडयंसि णिस्संकिए, सुवत्तए णं मम एत्थ कीलावणए मऊरी-पोयए भविस्सइ त्ति कटु तं मऊरी-अंडयं अभिक्खणं-अभिक्खणं णो उव्वत्तेइ जावणो टिट्टियावेइ ।
तएणं से मऊरी-अंडए अणुव्वत्तिज्जमाणे जाव अटिट्टियाविज्जमाणे तेणं कालेणं तेणं समएणं उब्भिण्णे मयूरी-पोयए एत्थ जाए। ભાવાર્થ:- ત્યાર પછી જિનદત્ત પુત્ર જ્યાં મયૂરીનું હતું ત્યાં આવ્યો. આવીને તે મયૂરીના ઇંડાના વિષયમાંનિશંક રહ્યો. મારા આ ઇડામાંથી ક્રીડા કરવા માટે અવશ્ય મયૂરીનું બચ્ચું થશે. આ પ્રમાણે વિચારીને મયુરી-ઈડાને તેણે વારંવાર ઉપર-નીચે કર્યું નહીં થાવ ખખડાવ્યું નહીં. ઊંચું-નીચું ન થવાથી અને ન ખખડાવવાથી તે કાલે અને તે સમયે અર્થાત્ યથા સમયે મયૂરી બાળકનો જન્મ થયો. १९ तएणं से जिणदत्तपुत्ते तं मऊरी-पोययं पासइ, पासित्ता हट्ठतुढे मऊरपोसए सद्दावेइ। सद्दावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया ! इमं मऊरपोययं बहूहिं मऊरपोसणपाउग्गेहिं दव्वेहि अणुपुव्वेणं सारक्खमाणा संगोवेमाणा संवड्डेह, णटुल्लगं च सिक्खावेह ।
तए णं ते मऊरपोसगा जिणदत्तस्स पुत्तस्स एयमटुं पडिसुणेति, तं मऊर-पोययं गेण्हंति, गेण्हित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छंति, तं मऊरपोयगं जाव णटुल्लगं સ્થિતિ ભાવાર્થ - ત્યારપછી જિનદત્તપુત્રે તે મયૂરીના બચ્ચાને જોયું, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને મયૂરપાલકોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમો બાળ મયૂરને, પોષણ દેવા યોગ્ય અનેક પદાર્થોથી અનુક્રમે સંરક્ષણ કરતાં અને સંગોપન કરતાં તેને મોટું કરો અને નૃત્યકળા શીખવાડો.
ત્યારે તે મયૂર પોષકોએ જિનદત્તપુત્રની આ વાત સ્વીકારી. તે બાળમયૂરને ગ્રહણ કરીને પોતાને ઘરે લાવીને તે બાળ મયૂરને યાવતુ નૃત્યકળા શીખવવા લાગ્યા. २० तए णं से मऊरपोयए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुपत्ते लक्खण-वंजणगुणोववेए माणुम्माण-पमाणपडिपुण्णपक्ख-पेहुणकलावे विचित्तपिच्छ