________________
૧૨
|
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અનુભવતાં, વિચરણ કરતાં-કરતાં તે જ વાહન ઉપર આરૂઢ થઈને ચંપાનગરીમાં દેવદત્તા ગણિકાને ઘેર આવ્યા. ત્યાં આવીને, દેવદત્તા ગણિકાના ઘરમાં પ્રવેશ કરીને, દેવદત્તા ગણિકાને જીવિકાને યોગ્ય વિપુલ પ્રમાણમાં પ્રીતિદાન આપીને, તેનો સત્કાર-સન્માન કરીને, બંને દેવદત્તાના ઘરમાંથી બહાર નીકળીને, પોત-પોતાના ઘરે જઈને પોતાના કાર્યમાં મગ્ન થઈ ગયા. સાગરદત્તપુત્રની શંકા અને તેનું પરિણામ - १६ तए णं जे से सागरदत्तपुत्ते सत्थवाहदारए से णं कल्लं जाव जलंते जेणेव से वणमयूरीअंडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तसि मयूरी-अंडयंसि संकिए कंखिए विइगिच्छासमावण्णे भेयसमावण्णे कलुससमावण्णे- किं ण्णं ममं एत्थ कीलावणए मऊरीपोयए भविस्सइ, उदाहु णो भविस्सइ ? त्ति कटु तं मऊरीअंडयं अभिक्खणंअभिक्खणं उव्वत्तेइ, परियत्तेइ, आसारेइ, संसारेइ, चालेइ, फंदेइ, घट्टेइ, खोभेइ, अभिक्खणं अभिक्खणं कण्णमूलंसि टिट्टियावेइ । तए णं से मउरीअंडए अभिक्खणं अभिक्खणं उव्वत्तिज्जमाणे जावटिट्टियावेज्जमाणे पोच्चडे जाए यावि होत्था । ભાવાર્થ - તેમાં જે સાગરદત્તનો પુત્ર સાર્થવાહદારકબીજા દિવસે સવારે સૂર્યોદયના સમયે જ્યાંવનમયૂરીનું ઇડું રાખ્યું હતું, ત્યાં આવ્યો, આવીને તે આ મયૂરીનું ઈંડું પરિપક્વ થશે કે નહીં? તેવી શંકાને પ્રાપ્ત થયો, આ ઈડું ક્યારે પરિપક્વ થશે? તેવી આકાંક્ષાને, ઇડામાંથી બચ્ચે થશે કે નહીં ?તેવી વિચિકિત્સાને, મારા આ ઉપાયથી ઇડું પરિપક્વ થશે કે અન્ય ઉપાયથી? તેવી ભેદ સમાપન્નતાને અને ઇડામાંથી જન્મેલું બચ્ચું મારી ક્રિીડા યોગ્ય હશે કે નહીં ? તેવી કલુષસમાપન્નતાને પ્રાપ્ત થયો.
આ પ્રમાણે વિચાર કરીને તેણે વારંવાર ઇડાને ઊંચું નીચું કર્યું, થોડું સરકાવ્યું, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યું, હલાવ્યું, કંપાવ્યું, હાથથી ઉપાડયું, ભૂમિ ખોદીને તેમાં મૂક્યું અને વારંવાર કાનની પાસે લઈ જઈને ખખડાવવા લાગ્યો. ત્યારપછી તે મયૂરીનું ઇંડું વારંવાર ઊંચુંનીચું કરવાથી યાવત્ ખખડાવવાથી પોચું થઈ ગયું અર્થાત્ નિર્જીવ થઈ ગયું. १७ तएणं से सागरदत्तपुत्ते सत्थवाहदारए अण्णया कयाई जेणेव से मऊरीअंडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं मऊरीअंडयं पोच्चडमेव पासइ, पासित्ता 'अहो णं मम एस कीलावणए ण जाई ति कटु ओहयमणसकप्पे करयलपल्हत्थमुहे अट्टज्झाणोवगए झियाइ। ___ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरियउवज्झायाणं अंतिए पव्वइए समाणे पंचमहव्वएसु, छज्जीवणिकाएसु णिग्गंथे पावयणे संकिए जाव कलुससमावण्णे से णं इह भवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाण य हीलणिज्जे जिंदणिज्जे खिसणिज्जे गरिहणिज्जे परिभवणिज्जे। परलोए वि यणं आगच्छइ बहूणि दंडणाणि य जाव अणुपरियट्टिस्सइ । ભાવાર્થ-ત્યારપછી સાગરદત્તનો પુત્ર સાર્થવાહદારક કોઈ સમયે મયૂરીના છેડા પાસે આવીને તે મયૂરીના