________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
अणुपविसित्ता सव्वालंकार- विभूसिया आसत्था वीसत्था सुहासणवरगया देवदत्ताए सद्धिं तं विलं असणपाण- खाइम साइमं धूवपुप्फगंधवत्थं आसाएमाणा विसाएमाणा परिभाएमाणा परिभुंजेमाणा एवं च णं विहरंति । जिमियभुत्तुत्तरागया वि य णं देवदत्ताए सद्धिं विपुलाई माणुस्सगाई कामभोगाई भुंजमाणा विहरंति ।
૧૨૪
ભાવાર્થ:- ત્યારપછી તે સાર્થવાહપુત્રો દેવદત્તા ગણિકાની સાથે રથ ઉપર આરૂઢ થયા અને ચંપાનગરીની મધ્યમાં થઈને, સુભૂમિભાગ ઉદ્યાનમાં નંદાપુષ્કરિણી સમીપે પહોંચીને રથમાંથી નીચે ઉતર્યા અને નંદા પુષ્કરિણીમાં પ્રવેશી, સ્નાન કરીને, જલીડાઓ કરીને દેવદત્તાની સાથે પુષ્કરિણીમાંથી બહાર નીકળ્યા અને થાંભલાઓ ઉપર ઊભા કરેલા મંડપ સમીપે આવીને તે મંડપમાં પ્રવેશ કર્યો, સર્વ અલંકારોથી વિભૂષિત થઈને સ્વસ્થ થઈને થાક ઉતારીને શ્રેષ્ઠ આસન ઉપર બેઠા. દેવદત્તા ગણિકાની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ અને વસ્ત્રનો ઉપભોગ કરતા, વિશેષરૂપથી આસ્વાદન કરતા, વિભાગ કરતા અને ભોગવતાવિચરવા લાગ્યા, ભોજન પછી દેવદત્તાની સાથે મનુષ્ય સંબંધી વિપુલ કામભોગ ભોગવતા વિચરવા લાગ્યા.
| १२ तए णं सत्थवाहदारगा पुव्वावरण्हकालसमयंसि देवदत्ताय गणियाए सद्धिं थूणामंडवाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता हत्थसंगेल्लीए सुभूमिभागे उज्जाणे बहुसु आलिघरएसु य कयलीघरएसु य लयाघरएसु य अच्छणघरएसु य पेच्छणघरएसु य पसाहणघरएसु य मोहणघरएसु य सालघरएसु य जालघरएसु य कुसुमघरएसु य उज्जाणसिरिं पच्चणुभवमाणा विहरंति ।
ભાવાર્થ:- ત્યારપછી તે સાર્થવાહ પુત્રો દિવસના પાછલા પ્રહરમાં દેવદત્તા ગણિકાની સાથે થાંભલાઓ ઉપર ઊભા કરેલા મંડપમાંથી બહાર નીકળીને, એક-બીજાના હાથ પકડીને, સુભૂમિ ભાગમાં આલિઘરઆલિ નામના વૃક્ષોના ગૃહોમાં, કદલી ગૃહો, લતાગૃહો, બેસવાના ગૃહો, પ્રેક્ષા ગૃહો, પ્રસાધન ગૃહો, મોહન (વિલાસ) ગૃહો, સાલવૃક્ષોના ગૃહો, જાળીવાળા ગૃહો(અંદર બેઠેલા માણસો બહારના માણસોને જોઈ શકે પરંતુ બહારના માણસો અંદરના માણસોને જોઈ ન શકે તેવા જાલગૃહો) તથા પુષ્પ ગૃહોમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા ફરવા લાગ્યા.
મયૂરીના ઇંડાની પ્રાપ્તિઃ
| १३ तए णं ते सत्थवाहदारगा जेणेव मालुयाकच्छए तेणेव पहारेत्थ गमणाए । तए णं सा वणमऊरी ते सत्थवाहदारए एज्जमाणे पासइ, पासित्ता भीया तत्था तसिया उव्विग्गा पलाया महया महया सद्देणं केकारवं विणिम्मुयमाणी विणिम्मुयमाणी मालुयाकच्छाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता एगंसि रुक्खडालयंसि ठिच्चा ते सत्थवाहदारए मालुया - कच्छयं च अणिमिसाए दिट्ठीए पेहमाणी चिट्ठा ।
ભાવાર્થ :- ત્યારપછી તે સાર્થવાહ પુત્રોએ માલુકાકચ્છ તરફ પ્રયાણ કર્યું. ત્યારે તે વનમયૂરી(ઢેલ) સાર્થવાહ પુત્રોને આવતા જોઈને ડરી ગઈ, ગભરાઈ ગઈ, ત્રસ્ત(દુઃખી) થઈ ગઈ, સ્તબ્ધ થઈ ગઈ, ઉદ્વિગ્ન