________________
मध्य-: मयूरीन
| १२३ ।
ભાવાર્થ:- ત્યારપછી સાર્થવાહ પુત્રોએ બીજીવાર અન્ય કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- તમે શીધ્ર લઘુકરણ– શીઘ્રગતિગામિની સાધનોથી સંપન્ન રથમાં; એક સરખા ખૂર, ખાંધ અને પૂંછવાળા; ઘસીને એક સરખા બનાવેલા અણીયાળા શીંગડાવાળા; ચાંદીની ઘંટડીઓવાળા, સુવર્ણજડિત નાથથી બાંધેલા તથા નીલકમળની કલગીથી યુક્ત શ્રેષ્ઠ જુવાન બળદો જોડીને વિવિધ પ્રકારના મણિઓ, રત્નો અને સુવર્ણની ઘંટડીઓના સમૂહથી યુક્ત તથા શ્રેષ્ઠ લક્ષણોવાળો પ્રવહણ–રથ લઈ આવો. તે કર્મચારી પુરુષોએ આદેશાનુસાર રથ ઉપસ્થિત કર્યો. | ९ तए णं ते सत्थवाहदारगा ण्हाया जावपवहणं दुरुहंति, दुरुहित्ता जेणेव देवदत्ताए गणियाए गिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पवहणाओ पच्चोरुहंति, पच्चोरुहित्ता देवदत्ताए गणियाए गिहं अणुपविर्सेति।।
तएणंसा देवदत्ता गणिया सत्थवाहदारए एज्जमाणेपासइ, पासित्ता हट्ठतुट्ठा आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सत्तटुपयाई अणुगच्छइ, अणुगच्छित्ता ते सत्थवाहदारए एवं वयासीसंदिसंतुणंदेवाणुप्पिया ! किमिहागमणप्पओयणं? ભાવાર્થ - ત્યારપછી તે સાર્થવાહ પુત્રોએ સ્નાન કર્યું યાવત રથ ઉપર આરૂઢ થયા. રથમાં બેસીને તેઓ દેવદત્તા ગણિકાના ઘેર આવ્યા, રથમાંથી નીચે ઉતર્યા અને દેવદત્તા ગણિકાના ઘરમાં પ્રવિષ્ટ થયા.
તે સમયે દેવદત્તા ગણિકા સાર્થવાહપુત્રોને આવતાં જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, આસન પરથી ઊઠી અને સાત આઠ પગલાં સામે ગઈ, સામે જઈને તેણે સાર્થવાહ પુત્રોને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો! આજ્ઞા આપો, આપને અહીં આવવાનું શું પ્રયોજન છે? १० तएणंतेसत्थवाहदारगा देवदत्तंगणियं एवं वयासी- इच्छामोणंदेवाणुप्पिए ! तुम्हेहिं सद्धिंसुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिंपच्चणुब्भवमाणा विहरित्तए ।
तए णं सा देवदत्ता तेसिं सत्थवाहदारगाणं एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता ण्हाया जावसिरिसमाणवेसा जेणेव सत्थवाहदारगा तेणेव समागया । ભાવાર્થ - ત્યારે તે સાર્થવાહ પુત્રોએ દેવદત્તા ગણિકાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! અમે તમારી સાથે સુભૂમિભાગ નામના ઉદ્યાનની શોભાને અનુભવતાં વિચરવા ઇચ્છીએ છીએ.
ત્યારે દેવદત્તા ગણિકાએ તે સાર્થવાહ પુત્રોના આ કથનનો સ્વીકાર કર્યો અને સ્નાન કર્યું યાવત્ લક્ષ્મીની સમાન શ્રેષ્ઠ વેશ ધારણ કર્યો અને સાર્થવાહ પુત્રોની સમીપે આવી. ११ तए णं ते सत्थवाहदारगा देवदत्ताए गणियाए सद्धिं जाणं दुरुहंति, दुरुहित्ता चंपाए णयरीए मझमज्झेणं जेणेव सुभूमिभागे उज्जाणे, जेणेव णंदापुक्खरिणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता पवहणाओ पच्चोरुहंति, पच्चोरुहित्ता णंदा-पोक्खरिणिं ओगाहिंति, ओगाहित्ता जलमज्जणं करेंति, करेत्ता जलकिडं करेंति, करेत्ता ण्हाया देवदत्ताए सद्धिं पच्चुत्तरंति । जेणेव थूणामंडवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता थूणामंडवं