________________
| १२२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
બંને મિત્રોનું ગણિકા સાથે ઉધાનમાં ગમન - |७ तए णं तेसिं सत्थवाहदारगाणं अण्णया कयाइ पुव्वावरण्हकालसमयंसि जिमियभुत्तुत्तरागयाणं समाणाणं आयंताणंचोक्खाणं परमसुइभूयाणं सुहासणवरगयाणं इमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था- तं सेयं खलु अम्हं देवाणुप्पिया !कल्लं जावजलंते विपुलं असणं-पाणं-खाइमं साइमं उवक्खडावेत्ता तं विपुलं असणं-पाणं-खाइमं साइमं धूक्पुप्फ-गंध-वत्थं गहाय देवदत्ताए गणियाए सद्धिं सुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिं पच्चणुभवमाणाणं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता कल्लं जावकोडुंबियपुरिसे सद्दावेति, सद्दावित्ता एवं वयासी
गच्छह णंदेवाणुप्पिया ! विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेह, उवक्खडित्ता तं विपुलं असण-पाणखाइमसाइमं धूक्पुप्फ गंधवत्थं च गहाय जेणेव सुभूमिभागे उज्जाणे, जेणेवणंदा पुक्खरिणी, तेणामेव उवागच्छह, उवगच्छित्ता णंदापुक्खरिणीओ अदूरसामंते थूणामंडवं आहणह आहणित्ता आसित्तसंमज्जिओवलितं जावगंधवट्टिभूयं करेह, करित्ता अम्हे पडिवालेमाणा पडिवालेमाणा चिट्ठह जावचिट्ठति । ભાવાર્થ :- ત્યારપછી તે સાર્થવાહ પુત્રો ક્યારેક મધ્યાહ્ન સમયે ભોજન કર્યા પછી, કોગળા કરીને, હાથ-પગ ધોઇ, એકદમ સ્વચ્છ થઈને, સુખદ આસને બેઠા હતા, તે સમયે તેઓ બંને વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ કે હે દેવાનુપ્રિય ! આપણા માટે શ્રેયકારી છે કે કાલે સવારે સૂર્યોદય થાય ત્યારે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ(ભોજન સામગ્રી) તૈયાર કરાવીએ અને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ધૂપ, પુષ્પ, સુગંધી દ્રવ્યો અને વસ્ત્રાદિ લઈને દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિભાગ ઉદ્યાનમાં ઉધાનની શોભાને અનુભવતા વિચરીએ. આ પ્રમાણે બંનેએ એકબીજાની વાતનો સ્વીકાર કર્યો. બીજા દિવસે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરો. તૈયાર કરીને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને તથા ધૂપ, પુષ્પ આદિ લઈને સુભૂમિભાગ ઉધાનમાં નંદા પુષ્કરિણી છે ત્યાં જાઓ, ત્યાં જઈને નંદા પુષ્કરિણીની નજીક છૂણામંડપ(થાંભલાઓ ઉપર ઊભો કરેલો મંડ૫) તૈયાર કરો, પાણી છાંટી, વાળી ચોળી, લીંપીને યાવતું સુગંધની ગુટિકાની સમાન બનાવો. આ બધું કરીને અમારી રાહ જુઓ. આ સાંભળીને કર્મચારી પુરુષોએ આદેશાનુસાર કાર્ય કરીને થાવતું તેમની રાહ જોવા લાગ્યા.
८ तएणं सत्थवाहदारगा दोच्चंपिकोडुंबियपुरिसे सद्दावेति, सद्दावित्ता एवं वयासीखिप्पामेव लहुकरणजुत्तजोइयं समखुरवालिहाणसमलिहियतिक्खग्गसिंगएहिं रययामयघंट सुत्तरज्जुयपवरकंचणखचियणत्थपग्गहोवग्गहिएहिं णीलुप्पलकयामेलएहिं पवरगोण जुवाणएहिं णाणामणिरयण-कंचण-घंटियाजालपरिक्खित्तं जुत्तामेव पवहणं उवणेह । ते वि तहेव उवणेति ।