________________
અધ્ય—૩ ઃ મયૂરીનાં ઇંડા
सागरदत्तपुत्ते य सहजायया सहवड्डियया सहपंसुकीलियया सहदारदरिसी अण्ण-मण्णमणुरत्तया अण्णमण्णमणुव्वया अण्णमण्ण छंदाणुवत्तया अण्णमण्णहिय-इच्छियकारया अण्णमण्णेसु गिहेसु किच्चाई करणिज्जा पच्चणुभवमाणा विहरंति ।
૧૨૧
ભાવાર્થ:- તે ચંપાનગરીમાં બે સાર્થવાહપુત્ર નિવાસ કરતા હતા. તેના નામ આ પ્રમાણે છે– જિનદત્તપુત્ર અને સાગરદત્તપુત્ર. તે બંને સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે જ ધૂળમાં રમ્યા, સાથે જ વિવાહિત થયા હતા. તેઓ બંને એક-બીજામાં અનુરક્ત હતા, એક-બીજાના અનુગામી હતા, એક બીજાની ઇચ્છાનુસાર વર્તતા હતા, એક બીજાને ઇચ્છિત કાર્ય કરતા હતા અને એક બીજાના ઘરોના નિત્યકાર્ય અને ક્યારેક કરવા યોગ્ય કાર્ય પણ કરતા હતા.
५ तणं सिं सत्थवाहदारगाणं अण्णया कयाइं एगयओ सहियाणं समुवागयाणं सण्णिसण्णाणं सण्णिविद्वाणं इमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था - जणं देवाणुप्पिया ! अम्हं सुहं वा दुक्खं वा पव्वज्जा वा विदेसगमणं वा समुप्पज्जइ, तण्णं अम्हेहिं एगयओ समेच्चा णित्थरियव्वं ति कट्टु अण्णमण्णमेयारूवं संगारं पडिसुर्णेति, पडिसुणेत्ता सकम्मसंपउत्ता जाया यावि होत्था ।
ભાવાર્થ :- ત્યારપછી તે સાર્થવાહ પુત્રો કોઈ સમયે સાથે મળ્યા, સાથે બેઠા અને પરસ્પર પ્રેમપૂર્વક વાર્તાલાપ કરતાં એક બીજાને કહ્યું કે– હે દેવાનુપ્રિય ! આપણે સુખમાં કે દુઃખમાં, પ્રવ્રજ્યા ગ્રહણ કરીએ કે વ્યાપારાર્થે વિદેશગમન કરીએ, જે કરીએ તે આપણે બંને સાથે મળીને જ કરશું. આ રીતે બંને પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ થઈને પોત-પોતાના કાર્યમાં રત બન્યા.
દેવદત્તા ગણિકા ઃ
६ तत्थ णं चंपाए णयरीए देवदत्ता णामं गणिया परिवसइ, अड्डा जावचउसट्ठिकलापंडिया चउसट्ठिगणियागुणोववेया अउणत्तीसं विसेसे रममाणी एक्कवीस रइगुणप्पहाणा बत्तीसपुरिसोवयारकुसला णवंगसुत्तपडिबोहिया अट्ठारस- देसी भासाविसारया सिंगारागारचारुवेसा संगयगय-हसिय जाव ऊसियझया सहस्सलंभा विइण्णछत्त चामर- बालवीयणिया कण्णीरह- प्पयाया यावि होत्था, बहूणं गणियासहस्साणं आहेवच्चं जाव विहरइ । ભાવાર્થ:- તે ચંપાનગરીમાં દેવદત્તા નામની ગણિકા નિવાસ કરતી હતી. તે સમૃદ્ધ હતી યાવત્ નૃત્યાદિ ચોસઠ કળાઓમાં કુશળ હતી, ગણિકાના ચોસઠ ગુણોથી યુક્ત હતી, કામશાસ્ત્ર પ્રસિદ્ધ ઓગણત્રીસ પ્રકારની ક્રીડા વિશેષોમાં રમમાણ હતી, એકવીસ પ્રકારના રતિગુણોથી યુક્ત હતી, બત્રીસ પ્રકારના પુરુષોપચારમાં કુશળ હતી, તે સુપ્ત નવ અંગ(બે કાન, બે આંખ, બે નસકોરા, જીભ, ત્વચા અને મન)ને જાગૃત કરનાર હતી. તે અઢારદેશની ભાષાઓમાં વિશારદ હતી, શ્રૃંગારનું સ્થાન હોય તેવા સુંદર વેશને ધારણ કરતી હતી, સુસંગત ગતિ, હાસ્યાદિમાં કુશળ હતી યાવત્ તેના ઘર ઉપર ગણિકાની ધ્વજા લહેરાતી હતી. તે એક હજાર મુદ્રામાં પ્રાપ્ત થતી હતી. રાજાએ તેને છત્ર, ચામર, બાલ વ્યંજન–વીંજણા વિશેષ પ્રદાન કર્યા હતા. તે કર્ણીરથ નામના યાનમાં આવાગમન કરતી હતી યાવત્ એક હજાર ગણિકાઓનું આધિપત્ય કરતી રહેતી હતી.