________________
૧૨૦
ત્રીજું અધ્યયન અંડ (મયૂરીનાં ઈડા)
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અધ્યયન પ્રારંભઃ
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं दोच्चस्स अज्झयणस्स णायाधम्मकहाणं अयमट्ठे पण्णत्ते, तच्चस्स णं भंते ! णायज्झयणस्स के अट्ठे पण्णते ?
ભાવાર્થ:- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાધર્મકથાના બીજા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો ત્રીજા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
ઉધાન, માલુકાકચ્છમાં મયૂરીના ઇંડા :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । तीसे णं चंपाए णयरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए सुभूमिभाए णामं उज्जाणे होत्था । सव्वोउय-पुप्फ-फलसमिद्धे सुरम्मे णंदणवणे इव सुह-सुरभिसीयलच्छायाए समणुबद्धे । ભાવાર્થ:- હે જંબૂ ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે ચંપા નગરીની બહાર ઇશાનકોણમાં સુભૂમિભાગ નામનું એક ઉધાન હતું. તે બધી ઋતુઓના ફળ અને ફૂલોથી સંપન્ન અને રમણીય હતું. તે ઉદ્યાન નંદનવનની સમાન સુખકારક, સુગંધ યુક્ત શીતલ છાયાથી વ્યાપ્ત હતું.
અને
३ तस्स णं सुभूमिभागस्स उज्जाणस्स उत्तरओ एगदेसम्मि मालुयाकच्छए होत्था, वण्णओ । तत्थ णं एगा वणमऊरी दो पुट्ठे परियागए पिठुंडीपंडुरे णिव्वणे णिरुवहए भिण्णमुट्ठिप्पमाणे मऊरीअंडए पसवइ, पसवित्ता सरणं पक्खवाएणं सारक्खमाणी संगोवेमाणी संचिट्ठेमाणी विहरइ ।
ભાવાર્થ :- તે સુભૂમિભાગ ઉદ્યાનની ઉત્તર દિશામાં એક તરફ માલુકાકચ્છ (વન) હતું, તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે માલુકાકચ્છમાં એક વન મયૂરીએ(ઢેલે) બે પુષ્ટ, પર્યાયાગત– પ્રસવકાલને પ્રાપ્ત, ચોખાના લોટના પિંડની સમાન શ્વેતવર્ણવાળા, ઘાથી રહિત, વાયુ આદિના ઉપદ્રવથી રહિત તથા પોલીમુઠ્ઠી જેવડા બે ઈંડાનો પ્રસવ કર્યો, પ્રસવ કરીને તે પોતાની પાંખોને પ્રસારીને બંને ઇંડાને પાંખોથી ઢાંકતી, તેની રક્ષા કરતી, સારસંભાળ કરતી અને ઇંડાને સવતી હતી.
જિનદત્ત પુત્ર અને સાગરદત્ત પુત્ર ઃ
૪
| तत्थ णं चंपाए णयरीए दुवे सत्थवाहदारगा परिवसंति, तंजहा- जिणदत्तपुत्ते य