________________
અધ્ય–૩: અધ્યયન સાર
.
૧૧૯]
ત્રીજું અધ્યયન
અધ્યયન સાર R
=
=
=
=
=
= ૯
ક ક ક ક ક ક રક
પ્રસ્તુત અધ્યયનમાં મોરના ઈંડાના દષ્ટાંત દ્વારા વિષય સ્પષ્ટ કર્યો હોવાથી તેનું નામ અંડક–ઇડા છે. આ અધ્યયનમાં જિન પ્રવચન ઉપરની શ્રદ્ધા અને અશ્રદ્ધા–શંકાદિના ફળનું દિગ્દર્શન કરાવ્યું છે.
સંપૂર્ણ દાંતના કેન્દ્રસ્થાને મોરના બે ઈંડા છે. ઈંડામાંથી મોર પ્રાપ્ત થશે કે નહીં? તેવી શંકાથી જે ઈંડાને વારંવાર ઉથલાવ્યા કરે, હલાવ્યા કરે, તેને મોર પ્રાપ્ત થતો નથી. ઈંડામાંથી મોર પ્રાપ્ત થશે, તેવી શ્રદ્ધા સાથે જે ધીરજથી તેનું રક્ષણ કરે છે, તેને મોર પ્રાપ્ત થાય છે. દષ્ટાંત મોરના ઈંડાનું છે, તેમ છતાં કોઇપણ પક્ષી આદિના ઈંડા માટે તે જ વાત છે.
ચંપાનગરીના સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં એક તરફ માલુકાકચ્છ નામનું વન હતું, તેમાં વનવગડાની ઢેલ(મયૂરીએ) બે ઈંડા મૂકયા હતા. તે નગરમાં વસતા સાગરદત્તપુત્ર અને જિનદત્તપુત્ર નામના બે સાર્થવાહ મિત્રો ગણિકા સાથે આ ઉદ્યાનમાં ફરવા આવ્યા. માલુકા કચ્છમાં મોરના ઈંડાને જોઈને બંને મિત્રોએ એક-એક ઈંડુ લઈ પોતાના ઘરે મરઘીના ઈંડા સાથે મૂકી દીધું કે જેથી યથા સમયે ક્રીડા કરવા એક-એક મોર પ્રાપ્ત થાય, તે બંનેમાંથી સાગરદત્તપુત્રને શંકા થઈ કે આમાંથી મોર પ્રાપ્ત થશે કે નહીં? આ ઇડાની અંદર મોર છે કે નહીં તે જોવા ઈંડાને અનેકવાર હલાવ્યું, ખખડાવ્યું તેથી ઈડું પોચું થઈ ગયું અને મોર પ્રાપ્ત ન થયો. મોર પ્રાપ્ત ન થવાથી તે ખેદ પામ્યો.
જિનદત્ત પુત્રને ઈંડામાંથી મોર મળશે જ તેવી શ્રદ્ધા હતી, તેને શંકા ન થઈ, તેણે ઈંડાને હલાવ્યું નહીં, પોષણ થવા દીધું તો તેને મોરનું બચ્ચું પ્રાપ્ત થયું. તેને નૃત્યકળાની તાલિમ આપી અને લાખોની હોડમાં વિજય મેળવતો રહ્યો.
આ પ્રમાણે જે સાધુ-સાધ્વી આદિ જિનપ્રવચન પ્રતિ શંકાશીલ બને છે, તે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. જે સાધુ સાધ્વી નિગ્રંથ પ્રવચન પ્રતિ શંકારહિત રહે છે તે સંસાર અટવીને પાર કરે છે. આ અધ્યયનનો સાર એ જ છે કે જિનપ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ન કરવી. તમે સવંfસંદં મંઝિટિંપવેદ્ય જિનેશ્વર પ્રતિપાદિત તત્ત્વ જ સત્ય છે, તેમાં શંકાને સ્થાન નથી; તેવી દઢ શ્રદ્ધા રાખવી.