________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
अणवदग्गं दीहमद्धं चाउरंत-संसारकंतारं वीइवइस्सइ; जहा से धण्णे सत्थवाहे
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव दोच्चस्स णायज्झयणस्स અથમકે પાત્તે ।।ત્તિ નેમિ ॥
૧૧૮
ભાવાર્થ :- શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું– હે જંબુ ! જેમ ધન્ય સાર્થવાહે આ ધર્મ છે, તેમ સમજીને વિજયચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમમાંથી સંવિભાગ કર્યો નહોતો, માત્ર પોતાના શરીરની રક્ષા કરવા માટે જ વિજયને પોતાના આહારમાંથી હિસ્સો આપ્યો હતો, એ પ્રમાણે હે જંબૂ ! અમારા જે સાધુ અથવા સાધ્વી યાવત્ પ્રવ્રુજિત થઈને સ્નાન, ઉપમર્દન, પુષ્પ, ગંધ, માળા, અલંકાર આદિ શૃંગારનો ત્યાગ કરીને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર કરે છે, તે આ ઔદારિક શરીરના વર્ણ, રૂપ વગેરે સુંદર બનાવવા માટે અથવા વિષય સુખને માટે કરતા નથી, પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવા માટે આહાર કરે છે; તે સિવાય તેઓનું અન્ય કોઈ પ્રયોજન હોતું નથી. તેઓ આ લોકમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય તથા સર્વ પ્રકારથી ઉપાસનીય બને છે. પરલોકમાં પણ તે હસ્ત છેદન, કર્ણ છેદન અને નાસિકા છેદન, હૃદય અને અંડકોષોના છંદનાદિના દુઃખને પ્રાપ્ત કરતા નથી, તથા ફાંસી આદિના કષ્ટોને પ્રાપ્ત કરતા નથી. તે સાધુ-સાધ્વીઓ ધન્ય સાર્થવાહની જેમ અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચતુર્ગતિક સંસારરૂપી અટવીને પાર કરી જાય છે.
હું જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બીજા ‘જ્ઞાત’ અધ્યયનના આ પ્રમાણે ભાવો કહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં ધન્યશેઠ અને વિજય ચોરના દષ્ટાંત દ્વારા સાધુ-સાધ્વીઓને અનાસક્ત ભાવે, માત્ર શરીરને ટકાવવા માટે આહાર કરવાની હિતશિક્ષા આપવામાં આવી છે. પ્રસ્તુતમાં રાજગૃહ નગરના સ્થાને મનુષ્યક્ષેત્ર, ધન્ય સાર્થવાહના સ્થાને સાધુ, વિજયચોરના સ્થાને શરીર, દેવદત્તના સ્થાને સંયમ અને આભૂષણોના સ્થાને ઇન્દ્રિયોના વિષયો સમજવાના છે. વૃત્તિકારે આ બોધને એક ગાથા દ્વારા પ્રગટ કર્યો છે. જેમ કે
सिवसाहणेसु आहार - विरहिओ जं ण वट्टए देहो । तम्हा धण्णो व्व विजयं, साहू तं तेण पोसेज्जा ॥१॥
અર્થ- આહાર વિના આ દેહ દ્વારા મોક્ષની સાધના થઈ શકતી નથી. તેથી સાધુ આહા૨થી શરીરનું પોષણ તો કરે પણ જેમ ધન્ય સાર્થવાહે લેશમાત્ર અનુરાગ વિના વિજય ચોરનું પોષણ કર્યું, તેમ સાધક આહારમાં અનુરક્ત થયા વિના શરીરનું પોષણ કરે.
॥ બીજું અધ્યયન સમાપ્ત ।।