________________
અધ્ય–૨: સંઘાટ
| ११७ ।
ભાવાર્થ:- ત્યારપછી ઘણા લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને ધન્ય સાર્થવાહને વિચાર આવ્યો યાવતું મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે જાતિ સંપન્ન, કુલ સંપન્ન વગેરે ગુણોથી યુક્ત સ્થવિર ભગવાન અહીં પધાર્યા છે, અહીં બિરાજિત થયા છે, તો હું ત્યાં જઈને સ્થવિર ભગવાનને વંદના નમસ્કાર કરું.
આ પ્રમાણે વિચાર કરી ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું યાવતુ સભામાં પહેરવા યોગ્ય શુદ્ધ, ઉત્તમ, માંગલિક વસ્ત્રો ધારણ કર્યા અને પગપાળા ગુણશીલચૈત્યમાં સ્થવિર ભગવંતો પાસે આવીને વંદના-નમસ્કાર કરીને પર્યાપાસના કરવા લાગ્યા. ત્યાર પછી સ્થવિર ભગવંતોએ ધન્ય સાર્થવાહને તથા ઉપસ્થિત વિશાળ પરિષદને અદ્ભુત ધર્મનો ઉપદેશ આપ્યો ४६ तए णं से धण्णे सत्थवाहे धम्मं सोच्चा एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गथं पावयणं जावपव्वइए जावबहूणि वासाणि सामण्ण परियागं पाउणित्ता, भत्तं पच्चक्खाइत्ता मासियाए संलेहणाए सदि भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता कालमासे कालं किच्चा सोहम्मे कप्पे देवत्ताए उववण्णे । तत्थणं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाइंठिई पण्णत्ता । तत्थणं धण्णस्स वि देवस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता ।
सेणं धण्णे देवे ताओ देवलोयाओ आउक्खएणं ठिइक्खएणं भवक्खएणं अणंतरं चयं चइत्ता महाविदेहे वासे सिज्झिहिइ जावसव्वदुक्खाणमंतंकरेहिइ। ભાવાર્થ - ત્યારપછી ધન્ય સાર્થવાહે ધર્મોપદેશ સાંભળીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવતુ તેણે દીક્ષા અંગીકાર કરી. ઘણા વર્ષો સુધી શ્રમણ્ય-પર્યાયનું પાલન કરીને અંતમાં એક માસના ભક્ત પ્રત્યાખ્યાન અનશનની આરાધના કરી, સાઠ ભક્ત આહારનો ત્યાગ કરીને મૃત્યુના અવસરે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. સૌધર્મદેવલોકમાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. ત્યાં ધન્ય દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ છે.
તે ધન્ય દેવ દેવલોકમાંથી આયુક્ષય, સ્થિતિક્ષય, ભવક્ષય કરીને, દેહનો ત્યાગ કરીને, વચ્ચે અન્ય ભવ કર્યા વિના મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ઉપસંહારઃ અધ્યયન બોધઃ४७ जहा णं जंबू ! धण्णेणं सत्थवाहेणं णो धम्मो त्ति वा जाव विजयस्स तक्करस्स तओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागे कए णण्णत्थ सरीरसारक्खणट्ठाए, एवामेव जंबू ! जेणं अम्हं णिग्गंथे वा णिग्गंथी वा जावपव्वईए समाणे ववगयण्हाणुम्मद्दण पुप्फ-गंध-मल्लालंकारविभूसे इमस्स ओरालियसरीरस्स णो वण्णहेउं वा, णो रूवहेउं वा, णो बलहेडं वा णो विसयहेडं वा तं विउलं असणं पाणं खाइमं साइमं आहारमाहारेइ, णण्णत्थ णाण-दसणचरित्ताणं वहणयाए । से णं इहलोए चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाण य बहूणं साविगाण य अच्चणिज्जे जावपज्जुवासणिज्जे भवइ। परलोए वि य णं णो बहूणि हत्थच्छेयणाणि य कण्णच्छेयणाणि य णासाछेयणाणि य हिययउप्पाडणाणि य वसणुप्पाडणाणि य उल्लंबणाणि य पाविहिइ । अणाइयं च णं