________________
[ ૧૧૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए समाणे विउलमणि-मोत्तिय धणकणग-रयणसारेणं लुब्भइ से वि य एवं चेव । ભાવાર્થ :- શ્રી સુધર્માસ્વામી કથાનકનો ઉપસંહાર કરતાં જંબુસ્વામીને કહે છે- હે જંબુ ! આ રીતે અમારા જે સાધુ અથવા સાધ્વી, આચાર્ય અથવા ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી, સાધુત્વની દીક્ષા અંગીકાર કરીને વિપુલ મણિ, મોતી, ધન, કનક અને સારભૂત રત્નોમાં લુબ્ધ થાય છે, તે પણ આવા જ હોય છે અર્થાતુ તેની દશા પણ ચોર જેવી થાય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પોતાના જ દુષ્કૃત્યોથી વિજયચોરની દુર્ગતિના દષ્ટાંત દ્વારા સાધકોને હિતશિક્ષા આપી છે.
વિજયચોરે ધનની આસક્તિથી દેવદત્તની હત્યા કરી. તે દુષ્કૃત્યના ફળ સ્વરૂપે આ લોકમાં કારાગૃહમાં વધ, બંધન આદિદારૂણ દુઃખને પામ્યો અને પરલોકમાં નરકગતિમાં દુઃખો પ્રાપ્ત કર્યા. ત્યાર પછી પરંપરાએ અનંતકાલીન સંસાર પરિભ્રમણના દુઃખને પામ્યો.
તે જ રીતે જે સાધક ધન આદિ ભૌતિક સંપત્તિમાં આકર્ષિત થાય, લોભાઈ જાય છે, તે આ લોકમાં સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈને બદનામી પામે છે અને તેમજ અનેક પ્રકારના કર્મબંધ કરીને દુર્ગતિને અને અનંત સંસાર પરિભ્રમણને પામે છે. ધન્ય સાર્થવાહની પ્રવજ્યા અને સદ્ગતિ:४४ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा णाम थेरा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा जावपुव्वाणुपुट्विं चरमाणा, गामाणुगामंदूइज्जमाणा, सुहंसुहेणं विहरमाणा जेणेव रायगिहे णयरे जेणेव गुणसीलए चेइए जाव अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । परिसा णिग्गया, धम्मो कहिओ। ભાવાર્થ - તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત હતા. તે જાતિ સંપન, કુલ સંપન્ન થાવતુ અનુક્રમથી ચાલતાં, ગ્રામાનુગ્રામવિચરતાં અને સુખપૂર્વક વિહાર કરતાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા અને યથાયોગ્ય ઉપાશ્રયની યાચના કરીને ત્યાં સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં રહ્યા. તેમનું આગમન જાણીને પરિષદ નીકળી, ધર્મઘોષ સ્થવિરે દેશના આપી. ४५ तए णं तस्स धण्णस्स सत्थवाहस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु थेरा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा जाव इहमागया, इहं संपत्ता, तं गच्छामिणं थेरे भगवंते वदामि णमंसामि।
एवं संपेहेइ, संपेहित्ता बहाए जाव सुद्धप्पावेसाइं मंगल्लाइं वत्थाई पवरपरिहिए पायविहारचारेणंजेणेव गुणसीलए चेइए, जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइ, णमंसइ [जावपज्जुवासइ] । तए णं थेरा भगवंतो धण्णस्स सत्थवाहस्स तीसे य महइ महालियाए परिसाए विचित्तं धम्ममाइक्खंति ।