________________
| અધ્ય—૨: સંઘાટ
૧૧૫]
विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेसि । ભાવાર્થ:- ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મને સંતોષ, હર્ષ કે આનંદ કઈ રીતે થાય? તમે મારા પુત્રના ઘાતક યાવતુ વૈરી તથા પ્રત્યમિત્ર(વિજયચોર)ને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજનમાંથી સંવિભાગ કરી હિસ્સો આપતા હતા. ४१ तएणं से धण्णे सत्थवाहे भई भारियं एवं वयासी- णो खलु देवाणुप्पिया ! धम्मो त्ति वा, तवो त्ति वा, कयपडिकयाइ वा, लोगजत्ता इ वा, णायए इ वा, घाडियए इ वा, सहाए इ वा, सुही इ वा, ताओ विउलाओ असण-पाण-खाइमसाइमाओ संविभागे कए, णण्णत्थ सरीरचिंताए।
तए णं सा भद्दा धण्णेणं सत्थवाहेणं एवं वुत्ता समाणी हट्ठतुट्ठा जाव आसणाओ अब्भुट्टेइ, कंठाकंठिं अवयासेइ, खेमकुसलं पुच्छइ, पुच्छित्ता बहाया जावविभूसिया विपुलाई भोगभोगाई भुंजमाणी विहरइ। ભાવાર્થ - ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રાને કહ્યું- હે દેવાનુપ્રિય!મેંધર્મ માનીને, ઊણોદરી તપનો લાભ થશે તેમ તપ માનીને, પ્રત્યુપકાર ભાવનાથી, લોકલાજથી(લોક વ્યવહારથી), ન્યાય આપનાર માનીને અથવા બાલમિત્ર, સખા કેપ્રિયમિત્ર સમજીને તેવિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારનો સંવિભાગ કર્યો નથી, પરંતુ માત્ર શરીર ચિંતા અર્થે એટલે કે મલ-મૂત્રની બાધા નિવારવા જવા માટે તે મને સાથ આપે, તે એક માત્ર હેતુથી વિજય ચોરને આહાર આપ્યો હતો.
ધન્ય સાર્થવાહના આ સ્પષ્ટીકરણથી ભદ્રા હૃષ્ટ-તુષ્ટ અને આનંદચિત્ત થઈ, હર્ષથી તેનું હૃદય વિકસિત થઈ ગયું. તે આસનથી ઊઠી, તેને ભેટી પડી અને તેના ક્ષેમ કુશળ પૂછ્યા. ત્યાર પછી સ્નાન કરી વાવ વિભૂષિત થઈને પાંચ ઇન્દ્રિયોના વિપુલ ભોગ ભોગવતી રહેવા લાગી. વિજય ચોરની દુર્ગતિ:
४२ तए णं से विजय तक्करे चारगसालाए तेहिं बंधेहिं वहेहिं कसप्पहारेहिं य जाव तण्हाए य छुहाए य परज्झमाणे कालमासे कालं किच्चा णरएसुणेरइयत्ताए उववण्णे । से णं तत्थ णेरइए जाए- काले कालोभासे जाव वेयणं पच्चणुब्भवमाणे विहरइ ।
से णं तओ उव्वट्टित्ता अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टिस्सइ। ભાવાર્થ:- ત્યારપછી વિજય ચોર કારાગૃહમાં બંધન, વધ, ચાબુકોના પ્રહાર સહન કરતો યાવતુ તૃષા અને સુધાથી પીડિત થતો, મૃત્યુના સમયે મૃત્યુ પામીને નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઉત્પન્ન થયેલો તે કાળો, અતિશય કાળો વાવતુ નરકસંબંધી વેદનાનો અનુભવ કરી રહ્યો છે.
તે નરકમાંથી નીકળી અનાદિ અનંત દીર્ઘકાલીન ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે. ४३ एवामेव जंबू ! जे णं अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरिय उवज्झायाणं