________________
| ११४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
३८ तएणं धण्णं सत्थवाहं एज्जमाणं पासित्ता रायगिहे णयरे बहवे णागणियग-सेट्टिसत्थवाहपभिइओ आढ़ति, परिजाणंति, सक्कारेंति, सम्माणेति, अब्भुट्टेति, सरीरकुसलं पुच्छंति ।
तए णं से धण्णे सत्थवाहे जेणेव सए गिहे तेणेव उवागच्छइ जावि य से तत्थ बाहिरिया परिसा भवइ, तंजहा- दासा इवा, पेस्सा इवा, भयगा इवा, भाइल्लगा इ वा; से वि यणं धण्णं सत्थवाहं एज्जतं पासइ, पासित्ता पायवडियाए खेमकुसलं पुच्छंति ।
जावि य से तत्थ अब्भंतरिया परिसा भवइ तं जहा- माया इ वा पिया इ वा भाया इ वा भइणी इ वा; सावि य णं धण्णं सत्थवाहं एज्जमाणं पासइ आसणाओ अब्भुढेइ, कंठाकंठियं अवयासिय बाहप्पमोक्खणं करेइ । ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહને આવતા જોઈને રાજગૃહ નગરના ઘણા નાગરિકો, આત્મીયજનો, શ્રેષ્ઠીજનો તથા સાર્થવાહ આદિએ તેનો આદર કર્યો, સન્માનથી બોલાવ્યો, વસ્ત્ર આદિથી સત્કાર કર્યો, નમસ્કાર આદિ કરીને સન્માન કર્યું અને શરીરના કુશલ સમાચાર પૂછ્યા.
ત્યારપછી ધન્ય સાર્થવાહ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે બહારની પરિષદના દાસ-દાસીપુત્રો, પ્રેગ્યકામકાજ માટે બહાર મોકલાતા નોકરો, જેનું બાલ્યાવસ્થાથી પાલન-પોષણ કર્યું હોય તેવા ભૂતકો અને વ્યાપારના ભાગીદારોએ ધન્ય સાર્થવાહને આવતાં જોઈને, ચરણોમાં પડી ક્ષેમકુશલ પૂછ્યા.
ત્યાર પછી આત્યંતર પરિષદના માતા-પિતા, ભાઈ, બહેન આદિ સ્વજનોએ પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયા, જોઈને આસન પરથી ઊભા થઈને ભેટીને હર્ષના આંસુ વહાવ્યા. ભદ્રાસાર્થવાહીનો રોષ અને સમાધાન - ३९ तए णं से धण्णे सत्थवाहे जेणेव भद्दा भारिया तेणेव उवागच्छइ । तए णं सा भद्दा सत्थवाही धण्णं सत्थवाहं एज्जमाणं पासइ, पासित्ता णो आढाइ, णो परियाणाइ, अणाढायमाणी अपरिजाणमाणी तुसिणीया परम्मुही संचिट्ठइ ।
तएणंसेधण्णे सत्थवाहे भदं भारियंएवं वयासी-किंणंतुब्भंदेवाणुप्पिए!ण तुट्ठी वा, ण हरिसे वा, णाणंदे वा? जमए सएणं अत्थसारेणं रायकज्जाओ अप्पाणं विमोइए । ભાવાર્થ - ત્યારપછી તે ધન્ય સાર્થવાહ ભદ્રા ભાર્યા પાસે ગયો. ભદ્રા સાર્થવાહીએ ધન્ય સાર્થવાહને પોતાના તરફ આવતા જોયા પરંતુ તેણીએ આદર કર્યો નહીં, તેના આવ્યાની નોંધ પણ લીધી નહીં; આદર નહીં કરતી, ધ્યાન નહીં આપતી, મૌન જ રહી અને પીઠ ફેરવીને બેસી ગઈ.
ત્યારે ધન્ય સાર્થવાહે પોતાની પત્ની ભદ્રાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! મારા આવવાથી તને સંતોષ, હર્ષ કે આનંદ કેમ ન થયો?મેં મારી પોતાની જ સંપત્તિ આપીને મને રાજદંડથી છોડાવ્યો છે. ४० तए णं सा भद्दा धण्णं सत्थवाहं एवं वयासी- कहं णं देवाणुप्पिया ! मम तुट्ठी वा हरिसे वा आणंदे वा भविस्सइ ? जेणं तुम मम पुत्तघायगस्स जाव पच्चामित्तस्स ताओ