________________
| અધ્ય–૨: સંઘાટ
| ११३ ।
तएणं से धण्णे सत्थवाहे विजयस्स तक्करस्स तओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेइ । तए णं से धण्णे सत्थवाहे पंथयं दासचेडं विसज्जेइ । ભાવાર્થ:- ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ બીજે દિવસે સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરીને (પૂર્વવતુ) પંથકની સાથે મોકલ્યું યાવતુ પંથકે ધન્ય સાર્થવાહને પીરસ્યું, ત્યારે ધન્ય સાર્થવાહે તેમાંથી વિજયચોરને ભાગ આપ્યો. જમી લીધા પછી ધન્ય સાર્થવાહે દાસપુત્ર પંથકને રવાના કર્યો. ३६ तए णं से पंथए भोयणपिडयं गहाय चारगाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहं णयरं मझमज्झेणं जेणेव सए गेहे, जेणेव भद्दा सत्थवाही, तेणेव उवागच्छइ उवागच्छित्ता भईसत्थवाहिं एवं वयासी-एवं खलुदेवाणुप्पिए !धण्णेसत्थवाहेतवपुत्तघायगस्स जावपच्चामित्तस्स ताओ विउलाओ असणपाण-खाइमसाइमाओ संविभागं करेइ ।
तए णं सा भद्दा सत्थवाही पंथयस्स दासचेडयस्स अंतिए एयमटुं सोच्चा आसुरत्ता रुट्ठा जाव मिसिमिसेमाणी धण्णस्स सत्थवाहस्स पओसमावज्जइ । ભાવાર્થ - ત્યાર પછી પંથક ભોજનની ટોપલી લઈને કારાગારથી બહાર નીકળીને રાજગૃહ નગરમાં થઈને પોતાના ઘેર ભદ્રા સાર્થવાહી પાસે આવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! ધન્ય સાર્થવાહે તમારા પુત્ર ઘાતક યાવતું પ્રતિકૂળ આચરણ કરનારા દુશ્મનને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી ભાગ આપ્યો છે.
ત્યારે ભદ્રા સાર્થવાહી પંથક દાસપુત્રના મુખેથી આ વાત સાંભળીને તત્કાલ ગુસ્સે થઈ, રુષ્ટ બની પાવતુ ધૂંવાં પૂવાં થઈને ધન્ય સાર્થવાહ ઉપર દ્વેષ કરવા લાગી. ધન્ય શેઠની કારાગારમાંથી મુક્તિ અને જન-સત્કાર :३७ तए णं धण्णे सत्थवाहे अण्णया कयाई मित्तणाइणियग-सयण-संबंधि-परिजणेणं सएणय अत्थसारेणंरायकज्जाओ अप्पाणंमोयावेइ, मोयावित्ता चारगसालाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव अलंकारियसभा तेणेव उवागच्छइ, उवागच्छित्ता अलंकारियकम्म करेइ करित्ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अद्दधोयमट्टियं गेण्हइ । गेण्हित्ता पोक्खरिणिं ओगाहेइ, ओगाहित्ता जलमज्जणं करेइ, करित्ता ण्हाए जावरायगिहं णयरं अणुपविसइ, अणुपविसित्ता रायगिहस्स णयरस्स मज्झमज्झेणं जेणेव सए गिहे तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ-ત્યારપછી ધન્ય સાર્થવાહને કોઈ સમયે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિવારના લોકો દ્વારા પોતાની સંપતિમાંથી દંડ ભરાવીને પોતાની જાતને રાજદંડથી મુક્ત કરાવી, કારાગારમાંથી બહાર નીકળ્યો, નીકળીને હજામની દુકાને હજામત કરાવી, પછી પુષ્કરિણી (વાવ) સમીપે આવીને ભીની માટી શરીરે લગાવીને પુષ્કરિણીમાં ઉતરીને જલથી મજ્જન કર્યું, સ્નાન કર્યું યાવતુ પછી રાજગૃહમાં પ્રવેશ કર્યો અને નગરમાં થઈને, પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.