SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૨] શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર ભાવાર્થ:- ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન કરવાથી ધન્ય સાર્થવાહને મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્ય સાર્થવાહે વિજયચોરને કહ્યું– વિજય ! ચાલો એકાંતમાં જઈએ, જેથી હું મલ-મૂત્રનો ત્યાગ કરી શકું. ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો આહાર કર્યો છે, તેથી તમને મલ અને મૂત્રની બાધા ઉત્પન્ન થઈ છે. હે દેવાનુપ્રિય! હું તો આ ઘણા ચાબુકોના વાવ કોરડાના પ્રહારોથી તથા તૃષા અને ભૂખથી પીડિત થઈ રહ્યો છું. મને મળ-મૂત્રની બાધા થઈ નથી. હે દેવાનુપ્રિય! તમને જવાની ઇચ્છા હોય તો તમે એકાંતમાં જઈને મળ-મૂત્રનો ત્યાગ કરો (હું તમારી સાથે આવીશ નહીં.) ३३ तए णं धण्णे सत्थवाहे विजएणं तक्करेणं एवं वुत्ते समाणे तुसिणिए संचिट्ठइ । तए णं से धण्णे सत्थवाहे मुहुत्तंतरस्स बलियतरागं उच्चास्पासवणेणं उव्वाहिज्जमाणे विजयं तक्करं एवं वयासी- एहि ताव विजया ! जाव अवक्कमामो। तएणं से विजए तक्करे धण्णं सत्थवाहं एवं वयासी-जइणं तुम देवाणुप्पिया ! तओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेहि, तओ हं तुम्हेहिं सद्धिं एगंतं अवक्कमामि। ભાવાર્થ:- ધન્ય સાર્થવાહને વિજય ચોરે આ પ્રમાણે કહ્યું ત્યારે તે મૌન થઇ ગયો. થોડીવાર પછી ધન્ય સાર્થવાહ મલ-મુત્રની અતિ તીવ્ર બાધાથી પીડિત થવા લાગ્યો ત્યારે તેણે વિજયચોરને ફરી કહ્યું– વિજય! ચાલો યાવત્ આપણે એકાંતમાં જઈએ. ત્યારે વિજયચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે તે વિપુલ અશન, પાન આદિમાંથી મારો સંવિભાગ કરો અર્થાત્ મને અશનાદિ આપવાના હો તો હું તમારી સાથે એકાંતમાં ચાલું. શેઠ દ્વારા પુત્ર ઘાતકને આહારનો સંવિભાગ - ३४ तए णं से धण्णे सत्थवाहे विजयं एवं वयासी- अहं णं तुब्भं तओ विउलाओ असण-पाण-खाइमसाइमाओ संविभागं करिस्सामि । तए णं से विजए धण्णस्स सत्थवाहस्स एयमटुं पडिसुणेइ । तए णं से विजए धण्णेणं सद्धिं एगते अवक्कमेइ, उच्चारपासवणं परिटुवेइ, आयंते चोक्खे परमसुइभूए तमेव ठाणं उवसंकमित्ता णं विहरइ । ભાવાર્થ-ત્યારપછી ધન્ય સાર્થવાહ વિજયને કહ્યું હું તને વિપુલ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમમાંથી ભાગ આપીશ. ત્યારપછી વિજયે ધન્ય સાર્થવાહના આ કથનનો સ્વીકાર કર્યો અને તેની સાથે એકાંતમાં ગયા. ધન્ય સાર્થવાહે મળ-મૂત્રનો પરિત્યાગ કર્યો, જલથી સ્વચ્છ અને પવિત્ર થયો ત્યાર પછી પોતાના સ્થાન પર પાછા આવી ગયા. ३५ तएणं सा भद्दा कल्लं जावजलंते विउलं असण-पाणखाइमसाइमं जावपरिवेसेइ।
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy