________________
અધ્ય–૨: સંઘાટ
| १११ ।
અને ઉત્તમ સુગંધિત જલથી પરિપૂર્ણ ઘડાને ગ્રહણ કરીને, પોતાના ઘેરથી નીકળીને રાજગૃહ નગરમાં થઈને, કારાગૃહમાં ધન્ય સાર્થવાહ પાસે આવીને, ભોજનની ટોપલી એક બાજુ મૂકીઅને તે ટોપલીને ખોલી. પછી ભોજનના વાસણો બહાર કાઢયા, તેને ધોયા અને પછી ધન્ય સાર્થવાહને હાથ ધોવાનું પાણી આપ્યું અને ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન પીરસ્યું. ३० तए णं से विजए तक्करे धणं सत्थवाहं एवं वयासी- तुमणं देवाणुप्पिया! मम एयाओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेहि।
तए णं से धण्णे सत्थवाहे विजयं तक्करं एवं वयासी- अवियाई अहं विजया ! एयं विउलं असणपाणखाइमसाइमं कागाणं वा सुणगाणं वा दलएज्जा, उक्कुरुडियाए वा णं छड्डेज्जा,णो चेवणं तव पुत्तघायगस्स पुत्तमारगस्स अरिस्स वेरियस्स पडिणीयस्स पच्चामित्तस्स एत्तो विपुलाओ असणपाण-खाइमसाइमाओ संविभागं करेज्जामि । ભાવાર્થ-તે સમયે વિજયચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય! આ વિપુલ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આદિ ભોજનમાંથી મારો સંવિભાગ કરો, મને ભોજ્ય સામગ્રી આપો.
ત્યારે ધન્ય સાર્થવાહે વિજયચોરને આ પ્રમાણે કહ્યું- હે વિજય! હું આ વિપુલ અશન, પાન,ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન કાગડા અને કૂતરાને આપી દઈશ, ઉકરડામાં ફેંકી દઈશ પરંતુ તારા જેવા પુત્રઘાતક, પુત્રને મારનારા, મારા શત્રુ, વરી, પ્રતિકૂલ આચરણ કરનારા અને પ્રત્યેક વાતોમાં વિરોધી વ્યક્તિને આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ આપીશ નહીં. ३१ तए णं धण्णे सत्थवाहे तं विउलं असणंपाणंखाइमसाइमं आहारेइ, आहारित्ता तं पंथयं पडिविसज्जेइ । तए णं से पंथए दासचेडे तं भोयणपिडगं गिण्हइ, गिण्हित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए । ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહે તે વિપુલ આહાર, પાણી, ખાદિમ અને સ્વાદિમનો આહાર કર્યો. આહાર કરીને પંથકને રવાના કર્યો. પંથક દાસપુત્ર ભોજનની તે ટોપલી લઈને સ્વસ્થાને પાછો ફર્યો. ३२ तए णं तस्स धण्णस्स सत्थवाहस्स तं विउलं असणंपाणंखाइमसाइमं आहारियस्स समाणस्स उच्चास्पासवणे णं उब्बाहित्था ।
तए णं से धण्णे सत्थवाहे विजयं तक्करं एवं वयासी- एहि ताव विजया ! एगंतमवक्कमामो, जेण अहं उच्चारपासवणं परिटुवेमि।
तएणं से विजए तक्करे धण्णं सत्थवाहं एवं वयासी-तुब्भंदेवाणुप्पिया ! विउलं असणं पाणं खाइमं साइमं आहारियस्स अत्थि उच्चारे वा पासवणे वा, ममणं देवाणुप्पिया! इमेहिं बहहिं कसप्पहारेहि य जाव लयापहारेहि य तण्हाए य छहाए य परब्भवमाणस्स णत्थि केइ उच्चारे वा पासवणे वा । तं छंदेणं तुमं देवाणुप्पिया ! एगते उवक्कमित्ता उच्चास्पासवणं परिटुवेहि ।