________________
| ११०
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને પરિવારની સાથે રોતાં આક્રંદ કરતાં થાવ વિલાપ કરતાં-કરતાં મહાન ઋદ્ધિ સત્કાર સાથે દેવદત્ત બાળકના શરીરની અંતિમ ક્રિયા કરી, અગ્નિ સંસ્કાર કર્યો, મૃતક સંબંધી અનેક લોકાચાર કર્યા, સમય વ્યતીત થતાં તેઓ શોકથી રહિત થયા. એક જ બેડીમાં ધન્ય શેઠ અને વિજય ચોર:२७ तए णं से धण्णे सत्थवाहे अण्णया कयाइ लहुसयंसि रायावराहंसि संपलत्ते जाए यावि होत्था । तए णं ते णगरगुत्तिया धण्णं सत्थवाहं गेण्हंति, गेण्हित्ता जेणेव चारए तेणेव उवागच्छंति, उवागच्छित्ता चारगं अणुपवेसंति, अणुपवेसित्ता विजएणं तक्करेणं सद्धिं एगयओ हडिबंधणं करेंति । ભાવાર્થ:- ત્યારપછી કોઈ સમયે ધન્ય સાર્થવાહ એક નાના એવા રાજકીય અપરાધમાં પકડાઈ ગયા તેથી નગરરક્ષકો ધન્ય સાર્થવાહને ગિરફતાર કરીને કારાગૃહમાં લઈ ગયા અને વિજયચોરની સાથે એક જ હેડી બંધન–બેડીમાં બાંધ્યો.(બેડી લાકડાના ચોકઠા જેવી હોય છે તેમાં બે વ્યક્તિના એક-એક પગ જકડી દેવામાં આવે છે. આ બેડીમાં વિજય ચોરનો એક પગ અને ધન્ય સાર્થવાહનો એક પગ જકડી દીધો હોવાથી તે બેમાંથી એકને ક્યાંય જવું હોય, તો બંનેએ સાથે ચાલવું પડે.) २८ तए णं सा भदा भारिया कल्लं जाव जलंते विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेइ, भोयणपिडयं भरेइ, भरित्ता भायणाई पक्खिवइ, लंछियमुद्दियं करेइ, करित्ता एगं च सुरभिवारिपडिपुण्णं दगवारयं भरेइ, भरित्ता पंथयं दासचेडं सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छ णं तुम देवाणुप्पिया ! इमं विउलं असणं पाणं खाइमं साइमं गहाय चारगसालाए धण्णस्स सत्थवाहस्स उवणेहि । ભાવાર્થ - ત્યાર પછી ભદ્રા ભાર્યાએ બીજા દિવસે યાવતુ સૂર્ય જાજ્વલ્યમાન થતાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન તૈયાર કર્યું અને ભોજન રાખવાની પિટક(વાંસની ટોપલી કે ટીફીન) તૈયાર કરી અને તેમાં ભોજનના વાસણો મૂકીને તે ટોપલીને લાંછિત અને મુદ્રિત કરી અર્થાત્ બરાબર બંધ કરીને, સુગંધિત જળથી પરિપૂર્ણ નાનો ઘડો તૈયાર કરીને પછી દાસપુત્ર પંથકને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તું જા અને આ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન કારાગૃહમાં ધન્ય સાર્થવાહને આપી આવ. २९ तए णं से पंथए भद्दाए सत्थवाहीए एवं वुत्ते समाणे हट्ठतुढे तं भोयणपिडयं तं च सुरभिवरवारिपडिपुण्णं दगवारयं गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहे णयरे मज्झमज्झेणं जेणेव चारगसाला, जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भोयणपिडयं ठावेइ, ठावेत्ता उल्लंछइ, उल्लंछित्ता भायणाई गेण्हइ । गेण्हित्ता भायणाई धोवेइ, धोवित्ता हत्थसोयं दलयइ, दलइत्ता धण्णं सत्थवाहं तेणं विउलेणं असण-पाण-खाइमसाइमेणं परिवेसेइ । ભાવાર્થ - પંથકને ભદ્રા સાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે હૃષ્ટ-તુષ્ટ થઈને તે ભોજનની ટોપલીને