________________
[ ૧૦૮]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
दारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेइ । देवदिण्णस्स दारगस्स कत्थइ सुई वा खुइं वा पउत्तिं वा अलभमाणे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता महत्थं पाहुडं गेण्हइ, गेण्हित्ता जेणेवणगरगुत्तिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता तंमहत्थं पाहुडं उवणेइ, उवणइत्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया! मम पुत्ते भद्दाए भारियाए अत्तए देवदिण्णे णामंदारए इढे जाव उंबरपुप्फ पिव दुल्लहे सवणयाए, किमंग पुण पासणयाए ?
तएणं सा भद्दा देवदिण्णं ण्हायं जावसव्वालंकारविभूसियं पंथगस्स हत्थेदलयइ जावपायवडिए तं मम णिवेदेइ । तं इच्छामिणं देवाणुप्पिया ! देवदिण्णदारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेह । ભાવાર્થ:- ધન્ય સાર્થવાહ એકાદ મુહૂર્ત પછી આશ્વસ્ત થયો, હોશમાં આવ્યો, જાણે તેના પ્રાણમાં પ્રાણ આવ્યા. તેણે દેવદત્ત બાળકની ચારેબાજુ શોધ-ખોળ શરૂ કરી. તેણે દેવદત્ત બાળકને કયાંય જોયો નહીં, તેના રડવાનો, છીંકાદિનો અવાજ સંભળાયો નહીં, તેની ભાળ મેળવી શકાયો નહીં, ત્યારે તે પોતાના ઘેર પાછો આવ્યો. ઘેર આવીને તે ઘણી કીમતી ભેટ સાથે લઈને નગર રક્ષક-કોટવાળ પાસે ગયો અને કોટવાળને તે કીમતી ભેટ આપીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! મારો પુત્ર અને ભદ્રા ભાર્યાનો આત્મજ દેવદત્ત નામનો બાળક અમને ઇષ્ટ-પ્રિય છે યાવત્ ઉદુંબર ફૂલની સમાન તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શનની તો વાત જ કયાં કરવી?
તે દેવદત્ત બાળકને ભદ્રાએ સ્નાન કરાવી યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત કરી પંથકના હાથમાં આપ્યો હતો યાવત્ પંથકે મારા પગમાં પડી દેવદત્ત બાળક ખોવાઈ ગયો, તે સમાચાર મને આપ્યા છે. તો હે દેવાનુપ્રિય ! ઇચ્છું છું કે તમો દેવદત્ત બાળકની સર્વ જગ્યાએ શોધખોળ કરો. २४ तएणं ते णगरगोत्तिया धण्णेणं सत्थवाहेणं एवं वुत्ता समाणा सण्णद्धबद्धवम्मियकवया उप्पीलियसरासणपट्टिया जावगहियाउहपहरणा धण्णेणं सत्थवाहेणंसद्धिंरायगिहस्स णयरस्स बहूणि अइगमणेसुय जावपवासु यमग्गणगवेसणं करेमाणा रायगिहाओ णयराओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव जिण्णुज्जाणे जेणेव भग्गकूवए तेणेव उगागच्छंति, उवागच्छित्ता देवदिण्णस्स दारगस्स सरीरगं णिप्पाणं णिच्चेटुं जीव-विप्पजढं पासंति, पासित्ता 'हा हा अहो अकज्जमिति कटु देवदिण्णं दारयं भग्गकूवाओ उत्तारेंति, धण्णस्स सत्थवाहस्स हत्थे दलयंति। ભાવાર્થ - ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તે નગરરક્ષકોએ ગુનેગારને બાંધવા યોગ્ય સાધનો સાથે લઈને, કોરડાઓ બાંધીને, કવચ(બખ્તર) ધારણ કરી, ધનુષ્ય પર પ્રત્યંચા ચઢાવીને યાવતુ આયુધો(શસ્ત્રો) અને દુરથી ચલાવવામાં આવતાં તીર વગેરે પ્રહરણો ગ્રહણ કરીને ધન્ય સાર્થવાહની સાથે રાજગૃહનગરના નીકળવાના ઘણા માર્ગો યાવત્ પરબો વગેરે સ્થાનોમાં તપાસ કરતાં-કરતાં રાજગૃહ નગરમાંથી બહાર નીકળ્યા અને ઉજ્જડ ઉદ્યાનના અવાવરુ કૂવા પાસે આવી પહોંચ્યા અને તે કૂવામાં નિરીક્ષણ કરતાં દેવદત્તનું નિપ્રાણ, નિશ્ચષ્ટ અને નિર્જીવ શરીર જોયું, જોઈને ‘હાય, હાય” અહો અકાર્ય થયું ! આ પ્રમાણે બોલતાં તેઓએ દેવદત્ત બાળકને તે અવાવરુ કૂવામાંથી બહાર કાઢયો અને ધન્ય સાર્થવાહના હાથમાં સોંપ્યો.