________________
અધ્ય–૨: સંઘાટ
૧૦૭ ]
જોઈને દેવદત્ત બાળકના આભરણો અને અલંકારોમાં તે મૂચ્છિત થઈ ગયો, લોભાઈ ગયો, વૃદ્ધ–લબ્ધ બની ગયો અને તેમાં જ તન્મય બની ગયો. દાસપુત્ર પંથકને તેની રમતમાં તલ્લીન જોઇ, ચારે બાજુ અવલોકન કરી, દેવદત્ત બાળકને ઉપાડી, કેડમાં બેસાડી દુપટ્ટાથી તેને ઢાંકી દીધો, પછી શીઘ, ત્વરિત, ચપલ અને વેગવંતી ગતિથી રાજગૃહનગરના નાના દરવાજાથી બહાર નીકળી, પૂર્વ વર્ણિત ઉજ્જડ ઉદ્યાન અને અવાવરુ કૂવા પાસે આવ્યો, આ એકાંત સ્થાનમાં આવીને તેણે તે દેવદત્ત બાળકને મારી નાખ્યો અને તેના સર્વ આભરણો અલંકારો લઈ લીધા. તેમજ દેવદત્ત બાળકના પ્રાણહીન, નિશ્રેષ્ઠ અને નિર્જીવ શરીરને તે અવાવરુ કૂવામાં ફેંકી દીધું. ત્યાર પછી પોતે માલુકા કચ્છમાં જઈને છૂપાઈ ગયો, પોતાના શરીરને નિશ્ચલ અને નિસ્પદ બનાવી, મૌન બનીને દિવસ અસ્ત થવાની રાહ જોવા લાગ્યો. २१ तए णं से पंथए दासचेडे तओ मुहुत्तंतरस्स जेणेव देवदिण्णे दारए ठविए तेणेव उवागच्छड. उवागच्छित्ता देवदिण्णं दारयं तंसि ठाणंसि अपासमाणे रोयमाणे कंदमाणे विलवमाणे देवदिण्णदारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेइ । देवदिण्णस्सदारगस्स कत्थइ सुई वा खुई वा पउत्तिं वा अलभमाणे जेणेव सए गिहे जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धण्णं सत्थवाहं एवं वयासी- एवं खलु सामी! भद्दा सत्थवाही देवदिण्णं दारयं हायं जाव मम हत्थंसि दलयइ । तए णं अहं देवदिण्णं दारयं कडीए गिण्हामि जाव मग्गणं गवेसणं करेमि । तं ण णज्जइ णं सामी ! देवदिण्णे दारए केणइ णीए वा अवहिए वा अवखित्ते वा; पायवडिए धण्णस्स सत्थवाहस्स एयमटुं णिवेदेइ । ભાવાર્થ:- ત્યારપછી તે પંથક નામનો દાસપુત્ર થોડીવાર પછી જ્યાં દેવદત્ત બાળકને પોતે બેસાડયો હતો, ત્યાં આવ્યો. તે સ્થાન પર દેવદત્ત બાળકને ન જોતાં તે રોવા લાગ્યો. તે રોતાં-રોતાં, દેવદત્તના નામની બૂમો પાડતો, વિલાપ કરતો ચારે બાજુ દેવદત્ત બાળકને શોધવા લાગ્યો, તપાસ કરવા લાગ્યો, દેવદત્ત બાળકને શોધવા છતાં તે મળ્યો નહીં. તે બાળકના રડવાનો અવાજ કે તેની છીંકાદિનો અવાજ ન સંભળાયો, તેની ભાળ મેળવી ન શકયો ત્યારે તે પોતાના ઘેર ધન્ય સાર્થવાહ પાસે આવ્યો અને ધન્ય સાર્થવાહને કહેવા લાગ્યો- હે સ્વામી ! ભદ્રા સાર્થવાહીએ દેવદત્ત બાળકને સ્નાનાદિ કરાવી, સર્વ અલંકારોથી વિભૂષિત કરીને મારા હાથમાં સોંપ્યો હતો. તે બાળકને કેડમાં બેસાડી હું બહાર રમવા લઈ ગયો હતો યાવત્ ચારે બાજુ શોધવા છતાં તે મને મળ્યો નથી. હે સ્વામી ! હું જાણતો નથી કે દેવદત્ત બાળકને શું કોઈ મિત્રાદિ પોતાના ઘેર લઈ ગયા હશે? શું તેનું અપહરણ થયું હશે કે કોઇકે તેને ભંડારિયામાં છુપાવી દીધો હશે? ધન્ય સાર્થવાહના પગમાં પડી(પંથકે) આ વૃત્તાંત સાર્થવાહને જણાવ્યો. २२ तएणं से धण्णे सत्थवाहे पंथयदासचेडगस्स एयमढे सोच्चा णिसम्म तेण यमहया पुत्तसोएणाभिभूए समाणे परसुणियत्तेव चंपगपायवेधसत्तिधरणीयलंसिसव्वंगेहिंसण्णिवइए। ભાવાર્થ - ધન્ય સાર્થવાહ પંથક દાસપુત્રની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને પુત્રના તીવ્ર શોકથી વ્યાકુળ થઈને, કુહાડાથી કાપેલા ચંપકવૃક્ષની જેમ ધડામ કરતો પૃથ્વી પરમૂચ્છિત થઈને પડી ગયો. પુત્રની શોધ અને વિજય ચોરની ધરપકડ - २३ तए णं से धण्णे सत्थवाहे तओ मुहत्तंतरस्स आसत्थे पच्छागयपाणे देवदिण्णस्स