________________
| અધ્ય—૨: સંઘાટ
[ ૧૦૫]
विउलं असणं जाव परिभुंजेमाणी य दोहलं विणेइ, विणित्ता जामेव दिसि पाउब्भूया तामेव दिसि पडिगया । तए णं सा भद्दा सत्थवाही संपुण्णदोहला जाव तं गभं सुहंसुहेणं परिवहइ । ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહની આજ્ઞા મળતાં તે ભદ્રા સાર્થવાહી હૃષ્ટ-તુષ્ટ થઈ યાવતુ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરીને સ્નાન કરીને યાવતુભીની સાડી ધારણ કરીને, યક્ષાયતનમાં આવીને યાવત્ ધૂપ કર્યો, પ્રણામ કર્યા પછી પુષ્કરિણી સમીપે આવી ત્યાર પછી મિત્ર, જ્ઞાતિ યાવત્ નગરની સ્ત્રીઓએ તેણીને સર્વ આભૂષણોથી અલંકૃત કરી. ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન અને નગરની સ્ત્રીઓની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો પરિભોગ કરી પોતાના દોહદને પૂર્ણ કર્યો. પૂર્ણ કરીને જે દિશામાંથી તે આવી હતી તે દિશામાં પાછી ફરી. ત્યારપછી ભદ્રા સાર્થવાહી દોહદ સંપન્ના બનીને યાવતુ તે ગર્ભનું સુખપૂર્વક વહન કરવા લાગી. પુત્ર જન્મ મહોત્સવ - १६ तए णं सा भद्दा सत्थवाही णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं सुकुमालपाणिपाय जावसुरूवं दारगं पयाया। ભાવાર્થ - ત્યારપછી નવમાસ અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થતાં ભદ્રા સાર્થવાહીએ સુકુમાર હાથ-પગવાળા યાવતુ સુરૂપ પુત્રને જન્મ આપ્યો. १७ तए णं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे जायकम्मं करेंति, करित्ता तहेव जावविउलं असणपाणखाइमसाइमं उवक्खडावेति, उवक्खडावित्ता तहेव जावमित्तणाइ णियगसयणसंबंधिपरियणं भोयावेत्ता अयमेयारूवं गोणं गुणणिप्फण्णंणामधेज्जंकरेंतिजम्हा णं अम्हं इमे दारए बहूणं णागपडिमाण य जाव वेसमणपडिमाण य उवाइयलद्धे तं होउ णं अम्हं इमे दारए 'देवदिण्ण' णामेणं । तएणं तस्स दारगस्स अम्मा-पिअरोणामधेज्जं રુતિ ફેવ િરિા.
तएणं तस्सदारगस्स अम्मापियरो जायंचदायंच भायंच अक्खयणिहिं चअणुवटुंति। ભાવાર્થઃ- ત્યારપછી તે બાળકના માતા-પિતાએ પહેલે દિવસે જાતકર્મ નામનો સંસ્કાર કર્યો યાવત તે જ રીતે અર્થાત્ મેઘકુમારના વર્ણન પ્રમાણે બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવીને વાવત મિત્ર, જ્ઞાતિજનો, આદિને ભોજન કરાવીને, ગુણનિષ્પન્ન નામ રાખ્યું કે અમારો આ પુત્ર ઘણી નાગપ્રતિમાઓ યાવત વૈશ્રમણ પ્રતિમાઓની માનતા કરવાથી ઉત્પન્ન થયો છે, તેથી અમારા આ બાળકનું દેવદત્ત નામ રાખવામાં આવે છે. આ રીતે કહીને માતા-પિતાએ તેનું નામ દેવદત્ત રાખ્યું.
ત્યારપછી તે બાળકના માતા-પિતાએ તે દેવતાઓની પૂજા કરી, તેને દાન આપ્યું પ્રાપ્ત ધનનો વિભાગ કર્યો અને અક્ષય નિધિની વૃદ્ધિ કરી અર્થાત્ માનતાના રૂપમાં પહેલાં જે સંકલ્પ કર્યો હતો તેને પૂર્ણ કર્યો. દેવદત્તનું અપહરણ:१८ तएणं से पंथए दासचेडए देवदिण्णस्स दारगस्स बालग्गाही जाए, देवदिण्णं दारयं