________________
| १०४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
भद्राने पुानी प्राप्ति:१४ तए णं सा भद्दा सत्थवाही अण्णया कयाइ केणइ कालंतरेणं आवण्णसत्ता जाया यावि होत्था । तए णं तीसे भद्दाए सत्थवाहीए दोसु मासेसु वीइक्कंतेसु तइए मासे वट्टमाणे इमेयारूवे दोहले पाउन्भूए-धण्णाओ णं ताओ अम्मयाओ जावकयलक्खणाओ णं ताओ अम्मयाओ, जाओ णं विउलं असणंपाणं खाइमं साइमं सुबहुयं पुप्फ-वत्थगंधमल्लालंकारंगहाय मित्तणाइणियगसयणसंबंधिपरियणमहिलियाहिं चसद्धिंसंपरिखुडाओ रायगिह णयरं मझमज्झेणं णिग्गच्छंति, णिग्गच्छित्ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोक्खरिणिं ओगाहिति, ओगाहित्ता बहायाओ जावसव्वालंकारविभूसियाओ विउल असण पाण खाइम साइम आसाएमाणीओ विसाएमाणीओ परिभाएमाणीओ परि,जेमाणीओ दोहलं विणेति एवं संपेहेइ, संपेहित्ता कल्लं जावजलंते जेणेव धणे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धण्णं सत्थवाहं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! मम तस्स गब्भस्स दोसुमासेसुं वीइकंतेसु तइए मासे वट्टमाणे जावविणेति; तं इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी जावविणित्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंध करेह । ભાવાર્થ-ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી કેટલોક સમય વ્યતીત થયા પછી કોઈ એક સમયે ગર્ભવતી થઈ. ત્યારપછી ભદ્રા સાર્થવાહીને બે માસ વીતી ગયા પછી, ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે એવો દોહદ ઉત્પન્ન થયો કે તે માતાઓ ધન્ય છે યાવતુ તે માતાઓ શુભ લક્ષણવાળી છે, જે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનો આહાર તથા ઘણા પુષ્પ, વસ્ત્ર, ગંધ અને માલા તથા અલંકાર ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોની સ્ત્રીઓ સાથે પરિવૃત્ત થઈને રાજગૃહ નગરની મધ્યમાંથી પસાર થઈને પુષ્કરિણીના સ્થાને આવીને પુષ્કરિણીમાં અવગાહન કરે છે, સ્નાન કરે છે યાવતું સર્વ અલંકારોથી વિભૂષિત થાય છે અને ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચારે પ્રકારના આહારનું આસ્વાદન કરતી, વિશેષ આસ્વાદન કરતી, બીજાને આહાર કરાવતી, પરિભોગ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે ભદ્રા સાર્થવાહીએ વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાલે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! મને ગર્ભના બે મહીના વ્યતીત થયા પછી આ ત્રીજા મહીનામાં આવો દોહદ ઉત્પન્ન થયો છે યાવતુ જે માતાઓ દોહદને પૂર્ણ કરે છે, તેઓ ધન્ય છે. તેથી તે દેવાનુપ્રિય! આપની આજ્ઞા હોય તો હું મારો દોહદ પૂર્ણ કરવા ઇચ્છું છું. ધન્ય સાર્થવાહે કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો. તેમાં ઢીલ ન કરો. १५ तए णं सा भद्दा सत्थवाही धण्णेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी हट्ठतुट्ठा जाव विउलं असणं पाणंखाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता बहाया जावउल्लपडसाडगा जेणेव णागघरए जाव धूवं करेइ, करेत्ता जेणेव पोक्खरिणी तेणेव उवागच्छइ । तए णं ताओ मित्तणाइ जावणगरमहिलाओ भदं सत्थवाहिं सव्वालंकारविभूसियं करेइ । तए णं सा भद्दा सत्थवाही ताहि मित्तणाइणियगसयणसंबंधिपरिजणणगरमहिलियाहिं सद्धितं