________________
| અધ્ય–૨: સંઘાટ
[ ૧૦૩ ]
य जाव वेसमणघरए य तेणेव उवागच्छइ, उवागच्छित्ता तत्थ णं णागपडिमाण य जाव वेसमणपडिमाण य आलोए पणामं करेइ, ईसिं पच्चुण्णमइ, पच्चुण्णमित्ता लोमहत्थगं परामुसइ, परामुसित्ता णागपडिमाओ य जाव वेसमणपडिमाओ य लोमहत्थेणं पमज्जइ, उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खित्ता पम्हलसुकुमालाए गंधकासाईए गायाई लूहेइ, लूहित्ता महरिहं वत्थारुहणं च मल्लारुहणं च गंधारुहणं च चुण्णारुहणं च वण्णारुहणं च करेइ, करित्ता धूवं डहइ, डहित्ता जाणुपायवडिया पंजलिउडा एवं वयासी
___ जइणं अहं दारगं वा दारिगं वा पयायामि तो णं अहं जायं च जावअक्खयणिहिं च अणुवुड्डेमि त्ति कटु उवाइयं करेइ, करित्ता जेणेव पोक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता विउलं असण-पाण-खाइमसाइमं आसाएमाणी जाव विहरइ । जिमियभुत्तुत्तरागया वि य णं समाणा आयंता चोक्खा परमसुइभूया जेणेव सए गिहे तेणेव ૩વાયા | ભાવાર્થ-ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી ધન્ય સાર્થવાહ પાસેથી આજ્ઞા મેળવીને હૃષ્ટ-તુષ્ટ યાવતુ પ્રફુલ્લિત હૃદયા થઈને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવીને; બહુ ગંધ, વસ્ત્ર, માળા અને અલંકારોને ગ્રહણ કરીને, પોતાના ઘેરથી બહાર નીકળીને રાજગૃહ નગરની મધ્યમાં થઈને પુષ્કરિણી(વાવ) સમીપે આવી, પુષ્કરિણીના કિનારે ઘણા પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળાઓ અને અલંકારો રાખીને પુષ્કરિણીમાં ઉતરીને જલમજ્જન કર્યું, જલક્રીડા કરી, સ્નાન કર્યું કાવત્ ભીની સાડી પહેરીને ઉત્પલ કમળ યાવત સહસ પાંખડીવાળા કમળોને ગ્રહણ કરી, પુષ્કરિણીથી બહાર નીકળીને (કિનારે રાખેલા) ઘણા પુષ્પ, ગંધ, માળા આદિલઈને નાગગૃહ યાવત વૈશ્રમણગૃહ સમીપે આવીને તેમાં રહેલી નાગપ્રતિમા યાવત વૈશ્રમણ પ્રતિમાને જોઈને પ્રણામ કર્યા, નીચા નમીને મોરપિચ્છની પ્રમાર્જની ગ્રહણ કરીને પ્રતિમાઓનું પ્રમાર્જન કર્યું, જલધારા દ્વારા અભિષેક કર્યો; અભિષેક કરીને, રૂંવાટીવાળા અને કોમલ કષાય રંગવાળા સુગંધિત વસ્ત્ર(ટુવાલ)થી પ્રતિમાના અંગ લૂંઠ્યા. લૂછીને બહુમૂલ્ય વસ્ત્રો ચઢાવ્યા, પુષ્પમાળાઓ, સુગંધી દ્રવ્યો, સુગંધી ચૂર્ણો, વિલેપન યોગ્ય દ્રવ્યો ચઢાવ્યા યાવતુ ધૂપ જલાવ્યો, ત્યારપછી ઘૂંટણિયે પડી બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી
“જો હું પુત્ર અથવા પુત્રીને જન્મ આપીશ તો હું તમારી પૂજા કરીશ યાવત્ અક્ષયનિધિની વૃદ્ધિ કરીશ,” આ પ્રમાણે ભદ્રા સાર્થવાહી માનતા કરીને પુષ્કરિણી સમીપે આવીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતી થાવ વિચરવા લાગી. ભોજન કરીને હાથમાં ધોઈને, શુદ્ધ થઈને પોતાના ઘરે આવી. १३ अदुत्तरं चणं भद्दा सत्थवाही चाउद्दसट्ठमुद्धिपुण्णमासिणीसुविउलं असणं-पाणंखाइमं साइमं उवक्खडेइ, उवक्खडित्ता बहवे णागा य जाव वेसमणा य उवायमाणी णमंसमाणी जाव एवं च ण विहरइ। ભાવાર્થ - ત્યારપછી પણ ભદ્રા સાર્થવાહી ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન તૈયાર કરીને ઘણા નાગકુમાર યાવતુ વૈશ્રમણ દેવોની માનતા નમસ્કાર કરતી, અશનાદિ ખાતી અને ખવડાવતી રહેવા લાગી.