________________
[ ૧૦૨ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अकयलक्खणा, एत्तो एगमविणपत्ता । तंइच्छामिणंदेवाणुप्पिया ! तुम्भेहिं अब्भणुण्णाया समाणी विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता जावअक्खयणिहिं च अणुवड्डेमि त्ति, उवाइयं करेत्तए । ભાવાર્થ - તો પછી મારા માટે તે જ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ વ્યતીત થાય અને પ્રભાત પ્રગટ થાય ત્યારે સૂર્યોદય થતાં ધન્ય સાર્થવાહને પૂછીને, ધન્ય સાર્થવાહની આજ્ઞા પ્રાપ્ત કરીને હું ઘણું અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિ આહાર તૈયાર કરાવીને; બહુ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર ગ્રહણ કરીને; ઘણાં મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો-સંબંધીઓ અને પરિજનોની સ્ત્રીઓની સાથે તેનાથી ઘેરાઈને, આ રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ, ઇદ્ર, સ્કંદ, રુદ્ર, શિવ અને વૈશ્રમણ આદિ દેવોના દેવસ્થાન છે અને તેમાં જે નાગ દેવની પ્રતિમા ભાવ વૈશ્રમણ દેવની પ્રતિમાઓ છે, તેની બહૂમૂલ્ય પુષ્પાદિ વડે પૂજા કરીને, ઘૂંટણીયે પડીને, તેને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! જો હું એકપણ પુત્ર અથવા પુત્રીને જન્મ આપીશ તો હું તમારી પૂજા કરીશ, પર્વના દિવસે દાન આપીશ, મારા ભાગમાં તમારો હિસ્સો રાખીશ અને તમારા અક્ષયનિધિની વૃદ્ધિ કરીશ.” આ પ્રમાણે પોતાની ઇષ્ટ વસ્તુની યાચના કરીશ.
આ પ્રમાણે ભદ્રાએ વિચાર કર્યો અને બીજે દિવસે યાવતુ સૂર્યોદય થતાં ધન્ય સાર્થવાહ સમીપે આવીને આ પ્રમાણે બોલી- હે દેવાનુપ્રિય! હું આપની સાથે ઘણા વર્ષોથી સુખ ભોગવું છું પરંતુ મેં એક પણ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી યાવતુ તે માતાઓને ધન્ય છે જે વારંવાર અતિમધુર, હાલરડાં ગાય છે. હું અધન્યા, પુણ્યહીન અને લક્ષણ હીન છું, જેથી પૂર્વોક્ત બાલસ્નેહનો આનંદ જરા માત્ર પામી શકી નથી. તો હે દેવાનુપ્રિય! હું ઇચ્છું છું કે આપની આજ્ઞા મેળવીને, વિપુલ અશન આદિ તૈયાર કરાવીને નાગ આદિ દેવોની પૂજા કરવાની વાત તેઓની અક્ષય નિધિની વૃદ્ધિ કરવાની માનતા માનું. ११ तए णं धण्णे सत्थवाहे भई भारियं एवं वयासी- ममं पि यणं खलु देवाणुप्पिए ! एस चेव मणोरहे- कहं णं तुमंदारगं वा दारिगं वा पयाएज्जासि,त्ति कटु भद्दाए सत्थवाहीए एयमटुं अणुजाणाइ। ભાવાર્થ - ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભાર્યાને કહ્યું- હે દેવાનુપ્રિય! મારો પણ આ મનોરથ છે કે કોઈપણ પ્રકારે તું પુત્ર કે પુત્રીને જન્મ આપે. આ પ્રમાણે કહીને ભદ્રા સાર્થવાહીને તે કાર્યની એટલે નાગ, ભૂત, યક્ષ આદિની પૂજા, માનતા કરવાની અનુમતિ આપી. १२ तएणं सा भद्दा सत्थवाही धण्णेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी हट्ठतुट्ठ जाव हियया विउलं असण-पाण-खाइम साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता सुबहुं पुप्फ-गंधवत्थमल्लालंकारं गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता रायगिह णयरमझमज्झेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव पोक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुक्खरिणीए तीरे सुबहुं पुप्फ-वत्थगंध-मल्लालंकारं ठवेइ, ठवित्ता पुक्खरिणि ओगाहेइ, ओगाहित्ता जलमज्जणं करेइ, जलकीडं करेइ, करित्ता ण्हाया जाव उल्लपडसाडिगा जाई तत्थ उप्पलाइं जाव सहस्सपत्ताई ताई गिण्हइ, गिण्हित्ता पक्खरिणीओ पच्चोरुहइ. पच्चोरुहित्ता तं सुबहु पुप्फ-वत्थगंध-मल्लालंकारं गेण्हइ, गेण्हित्ता जेणामेव णागघरए