________________
૧૦૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
કરવા રૂપ કૂટ, વેશભૂષાદિ બદલાવવા રૂપ કપટમાં, સાતિ સંપ્રયોગ–ભેળસેળ કરવામાં નિપુણ હતો. તે ચિરકાળથી નગરમાં ઉપદ્રવ કરતો હતો. તેના સ્વભાવ રૂ૫ શીલ, કુળમર્યાદા રૂ૫ આચાર તથા ચારિત્ર દૂષિત હતા. તે જુગારમાં આસક્ત, મદિરા પાનમાં અનુરક્ત, ભોજનમાં વૃદ્ધ હતો અને માંસ ભક્ષક હતો, ઉપલક્ષણથી સાતે વ્યસનમાં પૂરો હતો. તે દારૂણ, હૃદય વિદારક, સાહસિક, પરિણામનો વિચાર કર્યા વિના કાર્ય કરનારો, ખાતર પાડનારો, ગુપ્ત કાર્ય કરનારો, વિશ્વાસઘાતી હતો અને ગામોને સળગાવતો રહેતો હતો. તીર્થસ્થાન રૂપ દેવસ્થાનોને તોડી, દેવદ્રવ્ય હરણ કરવામાં અતિ કુશળ હતો. તે હંમેશાં પર દ્રવ્યનું હરણ કરવામાં આસક્ત રહેતો હતો. તે ભયંકર દુશ્મનાવટ રાખતો હતો.
તે વિજય ચોર રાજગુહ નગરના આવાગમનના માર્ગો, દરવાજાઓ, પાછળની ખડકીઓ, છીંડીઓ, કિલ્લાની નાની ખડકીઓ, નગરની ખાળો, અનેક રસ્તાઓ ભેગા થતાં હોય, અનેક રસ્તાઓ છૂટા પડતા હોય તેવા સ્થાનો, જુગારના અડ્ડાઓ, દારૂના પીઠાઓ, વેશ્યાના ઘરો, ચોરના અડ્ડાઓ અને તેના ઘરો, ત્રિકોણ સ્થાનો, ત્રણ રસ્તાઓ ભેગા થતાં હોય તેવા ત્રિકો, ચોક–ચાર રસ્તાઓ ભેગા થતાં હોય તેવા સ્થાનો, નાગદેવના ગૃહો, ભૂતિયા ગૃહો, યક્ષાયતનો, સભાસ્થાનો, પરબો, દુકાનો અને શૂન્યધરોને જોતો રહેતો હતો. તે આવા સ્થાનોને શોધતો-નિરીક્ષણ કરતો તથા ગવેષણા–સૂક્ષ્મ દૃષ્ટિએ જોતો રહેતો હતો. અનેક મનુષ્યોના છિદ્ર સ્થાનોને(અસાવધાન અવસ્થાને) સંકટમય અવસ્થાઓને, ઇષ્ટ માણસોના વિયોગને અર્થાત્ મૃત્યુ પ્રસંગના સમયે, વ્યસન- રાજ્યાદિ તરફથી આવેલા સંકટ સમયે, અભ્યદય- રાજ્યલક્ષ્મીની પ્રાપ્તિના ઉત્સવાદિ સમયે, પુત્ર જન્મના ઉત્સવ સમયે, તિથિઓ-વિશિષ્ટ પર્વ તિથિના ઉત્સવ સમયે, ક્ષણ-સમૂહ ભોજનાદિ પ્રસંગો કે આનંદની ક્ષણોમાં, યજ્ઞોમાં અને નાગાદિ દેવોત્સવ સમયે લોકો ઉન્મત્ત અને પ્રમાદી બની ગયા હોય, વાત રોગથી પીડિત બની ગયા હોય, શુન્ય મનસ્ક હોય, ઇષ્ટ સંયોગથી અતિ સુખના પ્રસંગે, ઇષ્ટ વિયોગથી દુઃખના પ્રસંગે તે વિજય ચોર લોકો પર ચાંપતી નજર રાખતો અને લોકોના છિદ્રને, વિયોગને અને અંતર સ્થાનાંતરગમન સમયની અસાવધાનીનો લાભ ઉઠાવવા, તેવા પ્રસંગોની તપાસ અને શોધમાં રહેતો હતો.
८ बहिया वियणं रायगिहस्स णयरस्स आरामेसु य उज्जाणेसु य वाविपोक्खरिणीदीहियगुंजालियसरेसु य सरपंतिसु य सरसरपंतियासु यजिण्णुज्जाणेसु य भग्गकूवएसु य मालुयाकच्छएसु य सुसाणेसु यगिरिकंदरेसु य लेणेसु य उवट्ठाणेसु य बहुजणस्स छिद्देसु य जाव अंतरं च मग्गमाणे गवेसमाणे एवं च णं विहरइ । ભાવાર્થ:- તે વિજય ચોર રાજગૃહ નગરની બહારના આરામો-પુષ્પાદિથી સમૃદ્ધ લતાગૃહ વગેરે ક્રીડા સ્થાનો, નગરની સમીપના ઉદ્યાનો અર્થાત્ વૃક્ષની છાયાવાળા બગીચાઓ, વાવડીઓ, કમળવાળી પુષ્કરિણીઓ, દીર્ઘિકાઓ, ગુંજાલિકા, સરોવરો, સરોવરની પંક્તિઓ, સર-સર પંક્તિઓ, ઉજ્જડ ઉદ્યાનો, અવાવરુ કૂવાઓ, માલુકા કચ્છો, ઝાડીઓ, સ્મશાનો, પર્વતની ગુફાઓ, લયનો પર્વત સ્થિત પાષાણ ગૃહો, ઉપસ્થાનો–પર્વત સ્થિત પાષાણમંડપો વગેરે સ્થાનોમાં છુપાઈને ઘણા જનસમુદાયની અસાવધાનતા આદિને શોધતો રહેતો હતો. ભદ્રાની પુત્ર પ્રાપ્તિ માટે માનતા :|९ तए णं तीसे भद्दाए भारियाए अण्णया कयाइं पुव्वरत्तावरत्तकालसमयंसि