________________
અધ્ય–૨: સંઘાટ
|
९ |
ભાવાર્થ:- તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગરમાં ઘણા વ્યાપારીઓ, શ્રેષ્ઠીઓ અને સાર્થવાહોના તથા અઢાર શ્રેણિઓ તથા પ્રશ્રેણિઓ(જાતિ તથા ઉપજાતિઓ)ના ઘણા કાર્યોમાં, કુટુંબોમાં-કુટુંબ સંબંધી વિષયોમાં અને મંત્રણાઓમાં યાવતું ચક્ષુ સમાન માર્ગદર્શક હતા અને પોતાના કુટુંબના પણ ઘણા કાર્યોમાં વાવતુચક્ષુ સમાન હતા. विश्य योर :|७ तत्थ णं रायगिहे णयरे विजए णामं तक्करे होत्था- पाक्चंडालरूवे भीमतररुद्दकम्मे आरुसियदित्तरत्तणयणे खर-फरुसमहल्लविगयबिभच्छदाढिए असंपुडियउढे उद्धयपइण्ण-लंबंतमुद्धए भम-राहुवण्णे णिरणुक्कोसे णिरणुतावे दारुणे पइभए णिसंसे णिरणुकंपे अहीव एगंतदिट्ठीए खुरेव एगंतधाराए गिद्धेव आमिसतल्लिच्छे अग्गिमिव सव्वभक्खी, जलमिव सव्वगाही, उक्कंचण-वंचण माया-णियडिकूडकवङसाइसंपओगबहुले चिरणगरविणट्ठदुट्ठसीलायारचरित्ते, जूयपसंगी, मज्जपसंगी भोज्जपसंगी, मंसपसंगी, दारुणे हिययदारए साहसिए, संधिच्छेयए उवहिए विस्संभघाई आलीयग-तित्थभेय लहुहत्थसंपउत्ते परस्सदव्वहरणम्मिणिच्चं अणुबद्धे, तिव्ववेरे रायगिहस्सणगरस्स बहूणि अइगमणाणि य णिग्गमणाणि य दाराणि य अवदाराणि य छिंडीओ य खंडीओ य णगरणिद्धमणाणि य संवट्टणाणि य णिव्वट्टणाणि य जूयखलयाणि य पाणागाराणि य वेसागाराणि य तक्करटुाणाणि यतक्करघराणि य सिंघाडगाणि यतियाणि य चउक्काणि य चच्चराणि य णागघराणि य भयघराणि य जक्खदेउलाणि य सभाणि य पवाणि य पणियसालाणि य सुण्णघराणि य आभोएमाणे आभोएमाणे मग्गमाणे गवेसमाणे, बहुजणस्स छिद्देसु य विसमेसु य विहुरेसु य वसणेसु य अब्भुदएसु य उस्सवेसु य पसवेसु य तिहीसु य छणेसु य जण्णेसु य पव्वणीसुयमत्तपमत्तस्स याविक्खित्तस्स य वाउलस्स य सुहियस्स दुहियस्सय विदेसत्थस्स य विप्पवसियस्स य मग्गं च छिदं च विरहं च अंतरं च मग्गमाणे गवेसमाणे एवं च णं विहरइ। ભાવાર્થ :- રાજગૃહ નગરમાં વિજય નામનો એક ચોર હતો. તે પાપકર્મ કરનારો, ચાંડાલની જેમ અત્યંત ભયાનક દૂરકર્મ કરનારો હતો. ક્રોધિત પુરુષની સમાન તેના નેત્ર લાલ હતા. તેની દાઢી અત્યંત કઠોર, મોટી, વિકૃત અને બીભત્સ(બિહામણી) હતી. તેના હોઠ ખુલ્લા જ રહેતા હતા અર્થાત્ તેના દાંત મોટા અને બહાર નીકળેલા હતા, તેથી તેના હોઠ બંધ થતાં નહીં. તેના માથા ઉપર વાળના જટિયા ઉડતા રહેતા હતા. તે વાળનો વર્ણ, ભ્રમર અને રાહુની સમાન કાળો હતો. તે નિર્દય, પશ્ચાતાપથી રહિત, ભયાવહ, નૃશંસ–નરઘાતક અને અનુકંપા રહિત હતો. એકાંત દષ્ટિવાળા સર્પની જેમ તે ક્રૂર કર્મ કરવામાં એક લક્ષી હતો, એક ધારવાળી છરીની જેમ તે અન્યની વસ્તુ હરી લેવામાં સંલગ્ન થઈ જતો હતો. માંસભક્ષી ગીધની જેમ તે માંસ તથા કામવાસનાનો લોલુપી હતો. સર્વભક્ષી અગ્નિની જેમ તે અન્યનું સર્વસ્વ હરી લેતો હતો. સર્વગ્રાહી પાણીની જેમ તે અન્યની સર્વ વસ્તુઓ ચોરીને સંગ્રહી રાખતો હતો. તે અન્યમાં ન હોય તેવા ગુણોની પ્રશંસા કરવામાં, અન્યને ઠગવામાં, બગલાની જેમનિકૃતિ-દંભ કરવામાં, તોલ-માપમાં ન્યૂનાધિકતા