________________
[
૯૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભયંકર દેખાતું હતું. તે ઉજ્જડ ઉદ્યાનની વચ્ચે એક મોટો અવાવરુ કૂવો હતો.
તે અવાવરુ કૂવાથી ન અતિ દૂર ન અતિ નજીક એક મોટું માલુકાકચ્છ(માલુકા નામના એક બીજવાળા વૃક્ષ વિશેષનું વન) હતું. તે વન કૃષ્ણ વર્ણવાળું, કૃષ્ણ પ્રભાવાળું ભાવતું રમણીય અને મહામેઘના સમૂહ જેવું હતું. તે વન ઘણા વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલાઓ, તૃણ, દર્ભ અને સૂંઠાઓથી આચ્છાદિત અને અંદરના ભાગમાં પોલું હતું અર્થાત્ તે વન બહારના ભાગમાં દષ્ટિનો સંચાર થઈ ન શકે તેવું સઘન અને અંદરના ભાગમાં છૂટાછવાયા વૃક્ષના કારણે ખાલી જગ્યાવાળું હતું. તે વન ઘણી જાતના સેંકડો સર્પોના કારણે ભયાનક લાગતું હતું. ધન્ય સાર્થવાહ અને ભદ્રા સાર્થવાહી:|४ तत्थंणरायगिहे णगरे धण्णे णामसत्थवाहे अड्डे दित्ते जावविउलभत्तपाणे । तस्सणं घण्णस्ससत्थवाहस्स भद्दा णामभारिया होत्था-सुकुमालपाणिपाया अहीणपडिणुण्ण पंचिंदिय सरीरा लक्खण-वंजणगुणोववेया माणुम्माण-प्पमाण-पडिपुण्ण-सुजायसव्वंगसुंदरंगी ससिसोमागारा-कंतपियदसणा सुरूवा करयल-परिमियतिवलिय-मज्झा कुंडलुल्लिहियगंडलेहा कोमुरयणियर-पडिपुण्ण-सोमवयणा सिंगारागारचारुवेसा जावपडिरूवा वंझा अवियाउरी जाणुकोप्परमाया यावि होत्था । ભાવાર્થ:- તે રાજગુહ નગરમાં ધન્ય નામના સાર્થવાહ રહેતા હતા. તે સમૃદ્ધિવાન અને તેજસ્વી હતા વાવ તેમના ઘરમાં વિપુલ પ્રમાણમાં ભોજન-પાણી તૈયાર થતા હતા.
તે ધન્ય સાર્થવાહની પત્નીનું નામ ભદ્રા હતું. તેના હાથ-પગ સુકોમળ હતા. તેની પાંચે ઈદ્રિયો હીનાધિકતા રહિત અને પરિપૂર્ણ હતી. તેનું શરીર સ્વસ્તિકાદિ શુભલક્ષણો, તલાદિ વ્યંજનો અને ગુણોથી યુક્ત હતું. તે માન, ઉન્માન અને પરિમાણથી પરિપૂર્ણ હતી અર્થાત્ તેનું શરીર પ્રમાણસર હતું. તે સુજાત, સર્વાગ સુંદરી હતી. તેની મુખાકૃતિ ચંદ્ર જેવી સૌમ્ય હતી. તેની કાયા કમનીય હતી. તે પ્રિયદર્શની અને સુરૂપા હતી. તેનો કટિપ્રદેશ હાથમાં સમાઇ જાય, તેવો પાતળો અને ત્રિચલિથી સુશોભિત હતો. કુંડલોથી તેના ગાલ ઉપરની કેશર ચંદનાદિથી કરેલી રેખાઓ ઘસાતી હતી. તે પૂર્ણિમાના ચંદ્રની સમાન સૌમ્ય વદના હતી. તેનો વેશ શૃંગારના ઘર જેવો હતો યાવત તેનું રૂપ આલ્હાદજનક હતું પરંતુ તે વંધ્યા હતી, તે કોઈની જનની ન હતી. તે ઘૂંટણ અને કોણીની જ માતા હતી અર્થાત્ સંતાન ન હોવાથી જાનુ અને કોણી જ તેના સ્તનોને સ્પર્શતા હતા. | ५ तस्सणं धण्णस्स सत्थवाहस्सपथए णामंदासचेडे होत्था- सव्वंगसुंदरंगे मंसोवचिए बालकीलावणकुसले यावि होत्था । ભાવાર્થ:- તે ધન્ય સાર્થવાહને ત્યાં પંથક નામનો દાસ-ચેટક(નોકર) હતો. તે સર્વાગ સુંદર અને માંસલ હતો. તે બાળકોને રમાડવામાં કુશલ હતો.
६ तए णं से धण्णे सत्थवाहे रायगिहे णयरे बहूणं णगरणिगमसेट्टिसत्थवाहाणं अट्ठारसण्हं य सेणिप्पसेणीणं बहुसुकज्जेसु यकुडुंबेसु यमंतेसु य जावचक्खुभूए यावि होत्था । णियगस्स वि य णं कुडुंबस्स बहुसु य कज्जेसु जाव चक्खुभूए यावि होत्था ।