________________
અધ્ય–૨: સંઘાટ
બીજું અધ્યયન
સંઘાટ
मध्ययन प्रारंभ:| १ जइणं भंते !समणेणं भगवया महावीरेणं पढमस्सणायज्झयणस्स अयमढे पण्णत्ते, बिइयस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते ? ભાવાર્થ:- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ જ્ઞાતાધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! બીજા જ્ઞાતાધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे होत्था, वण्णओ। तत्थ णं रायगिहे णयरे सेणिए राया होत्था, वण्णओ । तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए गुणसीलए णामं चेइए होत्था, वण्णओ। ભાવાર્થ:- હે જંબુ! ચોથા આરાના અંત ભાગરૂપ કાળમાં અને ભગવાન વિધમાન હતાં તે સમયમાં રાજગૃહ નામનું એક નગર હતું. ત્યાં મહાહિમવંત પર્વત સમાન શ્રેણિક નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજગૃહની બહાર ઈશાન કોણમાં ગુણશીલ નામનું ઉધાન હતું. નગર, રાજા અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. Brrs &धान : भातु। 5२७ :| ३ तस्सणं गुणसीलयस्स चेइयस्स अदूरसामंते एत्थ णं महं एगे, जिण्णुज्जाणे यावि होत्था-विणट्ठदेवउले परिसडियतोरणघरे णाणाविहगुच्छ गुम्मलया-वल्लि वच्छच्छाइए अणेगवालसक्संकणिज्जे यावि होत्था । तस्सणं जिण्णुज्जाणस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे भग्गकूवए यावि होत्था ।
तस्स णं भग्गकूवस्स अदूरसामंते, एत्थ णं महं एगे मालुयाकच्छए यावि होत्था, किण्हे किण्होभासे जाव रम्मे महामेहणिउरंबभूए बहूहिं रुक्खेहि य गुच्छेहि य गुम्मेहि य लयाहि य वल्लीहि य तणेहि य कुसेहि य खाणुएहि य संछण्णे पलिच्छण्णे अंतो झुसिरे, बाहिं गंभीरे, अणेग-वालसयसंकणिज्जे यावि होत्था । ભાવાર્થઃ - તે ગુણશીલ ઉદ્યાનથી ન અતિદૂર ન અતિ નજીક એક મોટું ઉજ્જડ–વેરાન ઉદ્યાન હતું. તે ઉધાનનું વ્યંતરાયતન ખંડેર થઈ ગયું હતું. તે વ્યંતરાયતનના તોરણ ઘરો અર્થાત્ દરવાજાઓ તૂટી ગયા હતા. આડેધડ ઉગેલા વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો(વાંસ આદિની ઝાડીઓ), અશોક આદિ લતાઓ, વેલાઓ તથા આ» આદિના વૃક્ષોથી તે ઉદ્યાન ઝાડી-ઝાંખરાં જેવું થઈ ગયું હતું, સેંકડો સર્પો આદિના કારણે તે