________________
e
બીજું અધ્યયન
***********
પ્રસ્તુત અધ્યયનનું નામ છે– સંઘાટ. સંઘાટનો અર્થ છે બે વસ્તુ કે વ્યક્તિનો સંયોગ, વિજય ચોર અને ધન્ય સાર્યવાહને એક જ બેડીમાં બાંધવામાં આવ્યા હતા. તે બંનેના સંયોગ–સંઘાટના આધારે જ આ કથાનકનું અર્થઘટન કરવામાં આવ્યું છે, તેથી આ અધ્યયનનું ‘સંઘાટ’ નામ છે. કથાનક આ પ્રમાણે છે–
રાજગૃહનગરમાં ઘૂન્ય સાર્થવાહ અને તેની પત્ની ભદ્રા સાર્યવાહી રહેતાં હતાં. અનેક દેવીદેવતાઓની માનતા પૂજા કર્યા પછી તેઓને ત્યાં દેવદત્ત નામના બાળકનો જન્મ થયો. એકવાર ઘણા ઘરેણાં પહેરાવેલા દેવદત્તને પંથક નોકર શેરીમાં રમાડવા લઈ ગયો. દેવદત્તને એક બાજુ બેસાડી, પંથક અન્ય છોકરાઓ સાથે રમવામાં મશગૂલ બની ગયો. આ તકનો લાભ લઈને નગરનો કુખ્યાત વિજયચોર દેવદત્તને ઉપાડીને નગર બહાર જતો રહ્યો અને ત્યાં તેણે બાળકના દાગીના ઉતારી લીધા પછી, બાળકને એક અવાવરું કૂવામાં નાંખીને પોતે ગીચ ઝાડીમાં સંતાઇ ગયો.
અધ્યયન સાર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
દેવદત્તની શોધ કરતાં ગામના કોટવાળ સાથે ધન્ય સાર્થવાહ, આ કૂવાની ગીચ ઝાડી પાસે આવી પહોંચ્યા. ચોરેલા અલંકારો સાથે વિજય ચોર પકડાઈ ગયો. તેને નગરના કારાગૃહમાં પૂરવામાં આવ્યો. કાળક્રમે કોઈનાનકડા ગુહાસર ઉન્ચ સાર્થવાહને પણ જેલમાં લઈ જવામાં આવ્યો અને આ વિજય ચોરની સાથે એક જ હેડ(બેડી)માં બાંધવામાં આવ્યો. ધન્ય સાર્થવાહ માટે તેના ઘરેથી ભોજન આવ્યું. ચોરે ભોજન માંગ્યું પણ શેઠે પોતાના ભોજનમાંથી પુત્રઘાતક ચોરને ભોજન આપ્યું નહીં, તેથી ખીજાયેલા ચોરે મળ -મૂત્રના ત્યાગ સમયે શેઠ સાથે ચાલવાની ના પાડી. એક જ બેડીમાં તે બન્ને બંધાયેલા હોવાથી એકલા શેઠ મળ-મૂત્રના ત્યાગ માટે ચાલવા સમર્થ ન હતા. અંતે ભોજન આપવાની શરતે મળ- મૂત્રના ત્યાગ માટે વિજય ચોર સાથે જવા માટે તૈયાર થયો. ત્યાર પછી ધન્ય રોઠ પ્રતિદિન પોતાના ભોજનમાંથી વિજય ચોરને ભોજન આપવા લાગ્યો.
પુત્ર ઘાતક ચોરને શેઠ ભોજન આપે છે તે જાણીને ભદ્રાસાર્થવાહી પતિ ઉપર નારાજ થઈ ગઈ. જેલમાંથી છૂટીને ઘેર આવેલા સાર્થવાહ સામે ભદ્રા જોવા પણ તૈયાર ન થઈ. ત્યારે સાર્થવાહે સ્પષ્ટીકરણ કર્યું કે મળ-મૂત્ર ત્યાગાદિ ક્રિયાઓમાં તેમનો સહકાર મેળવવા ભોજનમાંથી ભાગ આપવાની તેમની શરત મારે સ્વીકારવી પડી હતી. આ વાત સાંભળતાં ભદ્રાના મનની શંકાનું નિરાકરણ થઈ ગયું.
યથા સમયે ધન્ય સાર્થવાહ સ્થવિરમુનિના ઉપદેશથી બોધ પામી, દીક્ષિત થઈ, ચારિત્રનું પાલન કરી દૈવગતિને પામ્યા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી મોક્ષગતિને પામશે અને વિજયચોર કારાગૃહમાં જ વધ, બંધન આદિ દુઃખોને પામી નરકગતિ પામ્યો અને ત્યાર પછી અનંત સંસારમાં પરિભ્રમણ કરશે.
પ્રસ્તુત અધ્યયનમાં વિજય ચોર અને ધન્ય સાર્થવાહના કથાનક દ્વારા શ્રમણોએ પોતાના શરીરની આહાર-પાણીથી સારસંભાળ કેવા ભાવથી રાખવી જોઈએ, તેનું દિગ્દર્શન કરાવ્યું છે.
܀ ܀ ܀ ܀ ܀