________________
અધ્ય–૧: મેશકુમાર
[ ૯૫ ]
ભાવાર્થ:- હે જંબૂ! ધર્મની આદિના કરનારા, તીર્થની સ્થાપના કરનારા યાવત મુક્તિને પ્રાપ્ત એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અલ્પ ઉપાલંભ નિમિત્તે આ પ્રથમ હર જ્ઞાત અધ્યયનના આ ભાવોનું નિરૂપણ કર્યું છે અર્થાત્ શિષ્યની ભૂલ થાય તો ગુરુજનોએ કંઈક ઉપાલંભ આપવો જોઈએ. ત્તિ નિ = તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ જેમ ફરમાવ્યું છે, તેમ હું સુધર્મા સ્વામી) તમને (જંબુ સ્વામીને) કહું છું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે આ પ્રથમ જ્ઞાત અધ્યયનનો ઉપસંહાર કર્યો છે. આ અધ્યયનમાં જ્ઞાત (દષ્ટાંત) દ્વારા હિતશિક્ષા આપવા મેઘમુનિની ઘટિત ઘટનાને દષ્ટાંતરૂપે રજૂ કરવામાં આવી છે. શિષ્યનું મન કોઈપણ કારણથી સંયમભાવથી ચલિત થઈ જાય, શિષ્ય ભૂલ કરે, ત્યારે ગુરુવર્યોએ ખાસ લક્ષ્ય આપીને ઉપાલંભ વચનો દ્વારા કે અન્ય કોઈ પણ ઉપાયે તેને સંયમમાં સ્થિર કરવો જોઈએ. સૂત્રકારના આ ભાવોને વૃત્તિકારે ગાથા દ્વારા પ્રગટ કરેલ છે. યથા
महुरेहिं णिउणेहिं, वयणेहिं चोययंति आयरिया ।
सीसे कहिंचि खलिए, जह मेहमुणिं महावीरो ॥१॥ અર્થ- જેમ ભગવાન મહાવીર સ્વામીએ મેઘમુનિને સ્થિર કર્યા તેમ કોઈ પણ પ્રસંગે શિષ્ય અલિત થઈ જાય તો આચાર્ય તેને મધુર તથા નિપુણ વચનોથી સંયમમાં સ્થિર થવા માટે પ્રેરિત કરે છે. ll૧il.
જે પ્રથમ અધ્યયન સમાપ્ત છે