________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
महासुक्क-सहस्साराणय-पाणयारणच्चुए तिण्णि य अट्ठारसुत्तरे गेवेज्जविमाणावाससए वीइवइत्ता विजए महाविमाणे देवत्ताए उववण्णे ।
૯૪
ભાવાર્થ :- હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધન કરી, શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું– હે ગૌતમ ! મારા અંતેવાસી મેઘ નામના અણગાર જે પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત હતા; તેણે તથારૂપના સ્થવિરો પાસેથી સામાયિકથી પ્રારંભી અગિયાર અંગોનું અધ્યયન કર્યું. બાર ભિક્ષુ પ્રતિમાઓનું અને ગુણરત્ન સંવત્સર નામના તપનું કાયાથી આચરણ કર્યું યાવત્ કીર્તન કર્યું, મારી આજ્ઞા લઈને ગૌતમ આદિ સાધુઓને ખમાવીને, તથારૂપના કડાયા સ્થવિરોની સાથે વિપુલ પર્વત ઉપર ચઢયા. દર્ભનો સંથારો પાથરીને, દર્ભના સંથારા ઉપર સ્થિત થઈને સ્વયં જ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું, બાર વર્ષ સુધી સાધુત્વ પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખનાથી આત્માને સેવીને(પોતાના શરીરને ક્ષીણ કરીને), સાઠ-ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોને નિર્મૂળ કરીને, સમાધિને પ્રાપ્ત થઈને, આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને, ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ ચક્રથી ઉપર ઘણા યોજન, સો યોજન, ઘણા હજારો યોજન, ઘણા લાખો યોજન, ઘણા કરોડો યોજન અને ઘણા કોડાકોડી યોજન પાર કરીને તેના ઉપર સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવલોકોને તથા નવત્રૈવેયકના ત્રણસો અઢાર વિમાનાવાસોને પાર કરીને, તે વિજય નામના અનુત્તર મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
१५९ तत्थ णं अत्थेगइयाणं देवाणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । तत्थ णं मेहस्स वि देवस्स तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- તે વિજય નામના અનુત્તર વિમાનમાં કેટલાક દેવોની તેત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે. ત્યાં મેઘ નામના દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.
| १६० एस णं भंते ! मेहे देवे ताओ देवलोगाओ आउक्खएणं ठिइक्खणं भवक्खणं अनंतरं चयं चत्ता कहिँ गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ?
ગોયમા ! મહાવિવેદે વાલે સિાિહિર, જુજ્ઞિહિર, મુિિહર, પરિબિન્ગાહિર, सव्वदुक्खाणमंतं काहिइ ।
ભાવાર્થ :- ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો– હે ભગવન્ ! તે મેઘ દેવ, ત્યાંના આયુષ્યનો– આયુષ્ય કર્મના દલિકોનો ક્ષય કરીને, સ્થિતિનો—આયુષ્યકર્મની સ્થિતિના વેદન દ્વારા તેનો ક્ષય કરીને તથા ભવનો— દેવભવના કારણભૂત કર્મોનો ક્ષય કરીને અને ત્યાંના શરીરનો ત્યાગ કરીને, દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે.
ઉપસંહાર : અધ્યયન નિગમન :
| १६१ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थयरेणं जाव संपत्तेणं अप्पोपालंभ-णिमित्तं पढमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते । ॥ त्ति बेमि ॥