________________
અધ્ય–૧: મેવકુમાર
,
કરું છું. હે પ્રભુ! ત્યાં બિરાજમાન આપ અહીં રહેલા મને જોવો છો. આ પ્રમાણે કહીને ભગવાનને વંદનાનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
પહેલા પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો હતો, સર્વ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન(મિથ્યા દોષારોપણ કરવો), પૈશુન્ય, પરપરિવાદ, ધર્મમાં અરતિ, અધર્મમાં રતિ, માયામૃષા અને મિથ્યાદર્શન શલ્ય, આ અઢાર પાપસ્થાનકના પ્રત્યાખ્યાન કર્યા છે.
અત્યારે પણ હું તેઓની (ભગવાનની) સમક્ષ સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવતુ મિથ્યાદર્શન શલ્યના પ્રત્યાખ્યાન કરું છું તથા સર્વ પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારના ચાવજીવન માટે પ્રત્યાખ્યાન કરું છું. આ શરીર જે મને ઇષ્ટ છે, કાંત છે અને પ્રિય છે થાવત આ શરીરને વિવિધ પ્રકારના રોગ, શૂલાદિ આતંક, બાવીસ પરીષહ અને ઉપસર્ગ સ્પર્શ ન કરે, તે રીતે તેની મેં રક્ષા કરી છે(એવા) આ શરીરનો પણ હું અંતિમ શ્વાસોશ્વાસ પર્યત પરિત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને સંલેખના અંગીકાર કરીને, આહાર-પાણીનો ત્યાગ કરીને પાદપોપગમન અનશન(સર્વોત્કૃષ્ટ પંડિતમરણ) અંગીકાર કરી મૃત્યુની ઇચ્છા ન કરતાં મેઘમુનિ વિચરવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવંત અગ્લાન ભાવે અર્થાત્ ભાવપૂર્વક મેઘ અણગારની (પ્રતિલેખન પ્રમાર્જન આદિ રૂપે) વૈયાવચ્ચ કરવા લાગ્યા.(શારીરિક વૈયાવચ્ચ સેવા પાદપોપગમન સંથારામાં હોતી નથી.) १५५ तए णं से मेहे अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारसअंगाई अहिज्जित्ता, बहुपडिपुण्णाई दुवालसवरिसाई सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झोसित्ता सर्व्हि भत्ताइ अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कते उद्धियसल्ले समाहिपत्ते अणुपुव्वेणं कालगए। ભાવાર્થ - ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને, પ્રતિપૂર્ણ બાર વર્ષ સુધી ચારિત્ર પર્યાયનું પાલન કરીને, એકમાસની સંલેખના દ્વારા આત્માને સંલેખિત(સેવિતાયુક્ત) કરીને, સાઠ ભક્ત આહારના ત્યાગરૂપ એક માસનું અનશન(સંથારો) કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, ત્રણ શલ્યોને દૂર કરીને, સમાધિને પ્રાપ્ત કરીને અનુક્રમથી કાલધર્મને પ્રાપ્ત થયા. १५६ तए णं थेरा भगवंतो मेहं अणगारं अणुपुव्वेणं कालगयं पासेंति, पासित्ता परिणिव्वाणवत्तियं काउस्सग्गं करेंति, करित्ता मेहस्स आयारभंडयं गेण्हंति, गेण्हित्ता विउलाओ पव्वयाओ सणियं-सणियं पच्चोरुहंति, पच्चोरुहित्ता जेणामेव गुणसीलए चेइए, जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पियाणं अंतेवासी मेहे णामं अणगारे पगइभदए जावविणीए । से णं देवाणुप्पिएहिं अब्भणुण्णाए समाणे गोयमाइए समणे णिग्गंथे णिग्गंथीओ य खामेत्ता अम्हेहिं सद्धिं विउलं पव्वयं सणियं-सणियं दुरुहइ, दुरुहित्ता सयमेव मेघघण-सण्णिगासं