________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पुढकि सिलापट्टयं पडिलेइ, पडिलेहित्ता भत्तपाणपडियाइक्खिए अणुपव्वेणं कालगए । एस णं देवाणुप्पिया! मेहस्स अणगारस्स आयारभंडए ।
ર
ભાવાર્થ :- ત્યારપછી સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાલગત(મૃત્યુ પામેલા) જોયા. જોઈને પરિનિર્વાણ નિમિત્તક (મુનિના મૃતદેહ પરઠવાના કારણે કરવામાં આવતો) કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને મેઘમુનિના ઉપકરણ ગ્રહણ કર્યા અને વિપુલ પર્વતથી ધીમે-ધીમે નીચે ઉતર્યા, ઉતરીને ગુણશીલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતાં ત્યાં આવ્યા; આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
હે ભગવન્ ! આપ દેવાનુપ્રિયના અંતેવાસી(શિષ્ય) મેઘ અણગાર, જે સ્વભાવથી ભદ્ર યાવત્ વિનીત હતા. તે (આપ) દેવાનુપ્રિયની આજ્ઞા લઇને ગૌતમ આદિ સાધુઓ અને સાધ્વીઓને ખમાવીને, અમારી સાથે વિપુલ પર્વત ઉપર ધીરે-ધીરે ચઢયા, ચઢીને સ્વયં સઘન મેઘની સમાન કૃષ્ણવર્ણવાળી પૃથ્વી શિલાપકનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને ભક્ત-પાનના પ્રત્યાખ્યાન કર્યા અને અનુક્રમથી કાલધર્મને પ્રાપ્ત થયા છે, હે દેવાનુપ્રિય ! આ મેઘ અણગારના ઉપકરણો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેઘમુનિના સંલેખના-સંઘારાના વિચારોની ઉત્પત્તિ અને તે પ્રમાણે આચરણ કરવાનું સાંગોપાંગ વર્ણન છે.
સંલેખના ઃ— સમાધિ મરણની પૂર્વ તૈયારી રૂપે સાધક કષાયો અને શરીરને કૃશ કરે છે, તેને સંલેખના કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.—૩માા સંલેખનાના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તે ત્રણ પ્રકાર અને તેની કાલ મર્યાદાનું વિસ્તૃત વર્ણન છે. કેટલાક સાધકો તે પ્રમાણે સંલેખનાનો સ્વીકાર કરે છે અને ક્યારેક સાધકના જીવનમાં આરિત તેનું તપ જ સંલેખના રૂપ થઈ જાય છે. મેઘમુનિએ ભિક્ષુની પડિમા અને ગુણરત્ન સંવત્સર તપ દ્વારા જ સંલેખના કરી હતી.
અનશન ઃ– અશનાદિ ચાર પ્રકારનો આહાર તથા અઢાર પાપ આદિનો જીવન પર્યંત ત્યાગ કરવામાં આવે તેને અનશન—સંચારો કહે છે. આ શરીર દ્વારા હવે પછી વિશેષ તપ કે સંયમ સાધના કરવી શક્ય ન રહે ત્યારે સાધક સ્વૈચ્છાએ આ શરીરના ત્યાગ માટે સંઘારો કરે છે. આહાર-પાણીના ત્યાગ સહિત સમાધિ ભાવપૂર્વક મૃત્યુને સ્વીકારવું તેનું નામ અનશન છે. અનશનના ત્રણ પ્રકાર છે.
(૧) ભક્ત પ્રત્યાખ્યાન- આ પ્રકારના અનશનમાં સાધક ત્રણ અથવા ચારે પ્રકારના આહારાદિનો ત્યાગ કરે છે અને અત્યંત અનિવાર્ય પરિસ્થિતિમાં પોતે શરીરની સાર સંભાળ કરે છે અને અન્યની સેવા પણ સ્વીકારે છે.
(૨) ઈંગિત મરણ– આ પ્રકારના અનશનમાં સાધક આહારાદિના ત્યાગ સાથે પોતે પોતાના શરીરની સાર સંભાળ રાખે છે પણ અન્યની સેવા સ્વીકારતા નથી.
(૩) પાદોપગમન– આ પ્રકારના અનશનમાં સાધક આહારાદિના ત્યાગ સાથે પોતે પણ શરીરની સારસંભાળ લેતા નથી, અન્ય પાસે પણ સેવા કરાવતા નથી. પાદપ-વૃક્ષ, વૃક્ષની ડાળી જેમ સ્થિર પડી રહે છે તેમ એક સ્થાનમાં શરીરની સારસંભાળ કર્યા વિના આત્મભાવમાં સ્થિર રહે છે.