SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર પ્રદત્ત અથવા પ્રયત્ન સાધ્ય, બહુમાનપૂર્વક પ્રગૃહીત, કલ્યાણકારી, શિવકારી, ધન્યકારી, મંગલકારી, ઉદગ્ર–ઉત્તરોત્તર વૃદ્ધિ યુક્ત, ઉદાર–નિષ્કામ હોવાથી ઔદાર્ય યુક્ત, ઉત્તમ–અજ્ઞાનાંધકારથી રહિત અને મહાન પ્રભાવશાળી તપ કર્મથી મેઘ અણગારનું શરીર સુકાઈ ગયું, રૂક્ષ, કૃશ, માંસ રહિત અને રુધિરા રહિત થઈ ગયું; ઉઠતા-બેસતાં તેના હાડકાં કડ-કડ અવાજ કરવા લાગ્યા; તેના શરીરમાં માત્ર હાડકાં અને ચામડા જ રહ્યા હતા. તેના શરીરની કૃશતાથી બધી નસો સ્પષ્ટ દેખાવા લાગી. તે કેવળ આત્મ બળથી જ ચાલતા હતા, આત્મ બળથી જ ઊભા રહેતા, ભાષા બોલીને થાકી જતાં હતા, વાત કરતાં કરતાં થાકી જતાં, ત્યાં સુધી કે હું બોલીશ” એવો વિચાર કરતા ત્યાં જ થાકી જતાં હતા. તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત ઉગ્ર તપસ્યાના કારણે તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. १५० से जहाणामए इंगालसगडिया इ वा कट्ठसगडिया इ वा पत्तसगडिया इ वा तिलसगडिया इ वा एरंडकट्ठसगडिया इ वा उण्हे दिन्ना सुक्का समाणी ससदं गच्छइ, ससई चिट्ठइ, एवामेव मेहे अणगारे ससदं गच्छइ, ससई चिट्ठइ, उवचिए तवेणं, अवचिए मंससोणिएणं. हयासणे इव भासरासिपरिच्छण्णेणं तवेणं तेएणं तवतेयसिरीए अईव-अईव उवसोभेमाणे-उवसोभेमाणे चिट्ठइ । ભાવાર્થ:- જેમ કોઈ કોલસાથી, સૂકા લાકડાથી, સૂકા પાંદડાંથી, તલની ડાંખળીથી કે એરંડના કાષ્ઠથી ભરેલી ગાડી હોય, તે તડકામાં એકદમ સુકાઈ ગઈ હોય અર્થાત્ કોલસા, લાકડાં, પાંદડાં આદિ ખૂબ તપીને સુકાઈ ગયા પછી ગાડીમાં ભરવામાં આવ્યા હોય, તે ગાડી ચાલે ત્યારે ખડખડ અવાજ કરતી ચાલે છે અને અવાજ કરતી ઊભી રહે છે, તેવી જ રીતે મેઘ અણગાર જ્યારે ચાલતા હતા કે ઊભા રહેતા હતા ત્યારે તેમના હાડકાંનો ખડખડ અવાજ આવતો હતો. તેઓ તપથી પુષ્ટ અને લોહી-માંસથી ક્ષીણ થઈ ગયા હતા. રાખથી ઢાંકેલી અગ્નિની જેમ તે તપ તેજથી દેદીપ્યમાન અને તપતેજની શોભાથી અતિ-અતિ શોભાયમાન લાગતા હતા. १५१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जावपुव्वाणुपुब्धि चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणामेव रायगिहे णयरे जेणामेव गुणसीलए चेइए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।। ભાવાર્થ :- કાલે અને તે સમયે ધર્મની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત અનુક્રમથી વિહાર કરતાં, એક ગામથી બીજા ગામને પાર કરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, રાજગૃહનગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા, પધારીને યથોચિત અવગ્રહ-સ્થાનની આજ્ઞા લઈને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મેઘ મુનિની તપશ્ચર્યાનું વર્ણન છે. બાર ભિક્ષા પડિમા :પડિમા એટલે અભિગ્રહ, વિશેષ નિયમો. અભિગ્રહ સાથે તે નિયમોનું પાલન કરવામાં આવે છે. આ પડિમાઓનું વિસ્તૃત વર્ણન “દશાશ્રુત સ્કંધ સૂત્ર'માં છે. શ્રી ભગવતીસૂત્ર ભાગ-૧,
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy