________________
અધ્ય–૧: મેવકુમાર
.
[ ૮૫ ]
તપશ્ચર્યા સાથે, દિવસે ઉત્કટ(ગોદોહન) આસને સ્થિત રહીને આતાપના ભૂમિમાં સૂર્ય સન્મુખ આતાપના લેતા. રાત્રે વસ્ત્રથી રહિત થઈને વીરાસનથી સ્થિત રહેતા હતા.
બીજા મહિને નિરંતર છઠ્ઠના પારણે છઠની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સૂર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા.
ત્રીજા મહિને નિરંતર અટ્ટમ-અટ્ટમની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સૂર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા.
ચોથા મહિને નિરંતર ચોલા-ચોલાની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સુર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા
- પાંચમાં મહિને પાંચ-પાંચ ઉપવાસની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સૂર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા.
આ જ પ્રમાણે છઠ્ઠા મહિનામાં છ-છ ઉપવાસની, સાતમે મહિને સાત-સાત ઉપવાસની, આઠમા મહિનામાં આઠ-આઠ ઉપવાસની, નવમા મહિનામાં નવ-નવ ઉપવાસની, દસમા મહિનામાં દસ-દસ ઉપવાસની, અગિયારમા મહિનામાં અગિયાર-અગિયાર ઉપવાસની, બારમા મહિનામાં બાર-બાર ઉપવાસની, તેરમા મહિનામાં તેર-તેર ઉપવાસની, ચૌદમા મહિનામાં ચૌદ-ચૌદ ઉપવાસની, પંદરમાં મહિનામાં પંદર-પંદર ઉપવાસની અને સોળમા મહિનામાં નિરંતર સોળ-સોળ ઉપવાસની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સ્થિત થઈને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા અને રાત્રિમાં વસ્ત્ર રહિત થઈને, વીરાસનથી સ્થિત રહેતા હતા. १४९ तए णं से मेहे अणगारे गुणरयणसंवच्छरं तवोकम्मं अहासुत्तं जाव सम्मं कारण फासेइ पालेइ सोहेइ तीरेइ किट्टेइ अहासुत्तं अहाकप्पं जावकिट्टेत्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता बहूहिं छट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ ।
तए णं से मेहे अणगारे तेणं उरालेणं विउलेणं सस्सिरीएणं पयत्तेणं पग्गहिएणं कल्लाणेणं सिवेणं धण्णेणं मंगल्लेणं उदग्गेणं उदारेणं उत्तमेणं महाणुभावेणं तवोकम्मेणं सुक्के लुक्खे णिम्मसे णिस्सोणिए किडिकिडियाभूए अट्ठिचम्मावणद्धे किसे धमणिसंतए जाए यावि होत्था । जीवंजीवेणं गच्छइ, जीवंजीवेणं चिट्ठइ, भासं भासित्ता गिलायइ, भासं भासमाणे गिलायइ, भासं भासिस्सामि त्ति गिलायइ । ભાવાર્થ - ત્યારપછી તે મેઘ અણગારે ગુણસંવત્સર તપશ્ચર્યાનો સૂત્રાનુસાર થાવ સમ્યક રીતે કાયાથી સ્પર્શ કર્યો; પાલન કર્યું; શુદ્ધતાપૂર્વક આચરણ કર્યું; પાર કર્યું; કીર્તન કર્યું સૂત્રોનુસાર, કલ્પાનુસાર થાવત્ કીર્તન કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને ઘણાં છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા (પાંચ ઉપવાસ), અર્ધ માસખમણ, મા ખમણ આદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતા રહ્યા.
ત્યારપછી તે ઉરાલ-પ્રધાન, દીર્ઘકાલીન તપ કરતા હોવાથી વિપુલ, શોભાસંપન, ગુરુ દ્વારા