________________
અધ્ય–૧: મેઘમાર
_
શતક–૨/૧માં તથા શ્રી સમવાયાંગ સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યન સુત્રમાં પણ તત્સંબંધી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભિક્ષુની બાર પડિયા અને તેનું કાલમાનઃપડિમાઓના નામ
કાલમાન (૧) માસિક પડિયા
૧ માસ દ્વિમાસિક પડિમા
૧ માસ ત્રિમાસિક પડિમા
૧ માસ ચતુઃમાસિક પડિમા
૧ માસ પંચમાસિક પડિમા
૧ માસ ષમાસિક પડિમા
૧ માસ સપ્તમાસિક પડિમા
૧ માસ પ્રથમ સાત અહોરાત્રિની પડિમાં ૭ અહોરાત્ર ૯) દ્વિતીય સાત અહોરાત્રિકી પડિમા ૭ અહોરાત્ર (૧૦) તૃતીય સાત અહોરાત્રિની પડિમા ૭ અહોરાત્ર (૧૧) અહોરાત્રિની પડિમાં
૩ અહોરાત્ર છિઠતપ + ૧ દિન પારણું (૧૨) રાત્રિકી પડિમા
૪ અહોરાત્ર અિઠ્ઠમતપ + ૧ દિન પારણું.
| કુલ ૭ માસ ૨૮ દિવસ. અનિં .- પડિમાઓની આરાધના માટે અહીં મહત્ત વગેરે ત્રણ પદો ઉપલબ્ધ છે. ભગવતી સૂત્ર શતક–૨ ઉદ્દેશક–૧, સૂ. ૫૧માં સ્કન્દકમુનિના અધિકારમાં મહાતવં મહાસ — સહિત પાંચ પદનો પ્રયોગ છે. અહપુર્વ = સૂત્ર નિર્દિષ્ટ વિધિ અનુસાર મહાપ્ય = કલ્પ-મર્યાદા, આચાર અનુસાર અને મહામi = માર્ગ-જ્ઞાન, દર્શનાદિ રૂપ મોક્ષ માર્ગ અનુસાર. હાફ – ક્ષાયોપથમિક ભાવ અનુસાર પડિમાઓની આરાધનાની પૂર્ણતા માટે સૂત્રમાં પાસે આદિ પદોનો પ્રયોગ છે. શાપ ofસેફ = કેવળ મનોરથ માત્રથી નહીં પરંતુ ઉચિત સમયે વિધિપૂર્વક શરીર દ્વારા પ્રવૃત્તિ કરી, પડિમાની વિધિને કાયા દ્વારા પૂર્ણ કરી પારું = ઉપયોગપૂર્વક, સાવધાનીપૂર્વક તેનું પાલન કર્યું. સો = તપ અને પારણાની પૂર્ણ શુદ્ધિનું ધ્યાન રાખ્યું અર્થાત્ સ્વીકૃત વ્રતમાં દોષનું સેવન ન કરીને વ્રતને શુદ્ધ રાખ્યું. તીર = વ્રતની કાલ મર્યાદા પૂરી કરી, કાલમર્યાદા પર્યત વ્રતનું પાલન કર્યું. વિજ = વ્રતના અમુક-અમુક અનુષ્ઠાનો મેં પૂર્ણ કર્યા છે, તે પ્રકારે વ્રતનો મહિમા પ્રગટ કર્યો.– ભગવતી ર/૧/૪૭માં પૂર અને અનુપાનેર શબ્દ પ્રયોગ પણ છે. ગુણરત્ન સંવત્સર તપઃ- જે તપ ગુણરૂપી રત્નો સહિત સાધિક એક વર્ષમાં પૂર્ણ થાય અર્થાત્ જે તપમાં ૧૬ માસ પર્યત નિર્જરારૂપ વિશેષ ગુણની પ્રાપ્તિ થતી રહે, તેને ગુણરત્ન સંવત્સર તપ કહે છે. તેમાં તેર માસ અને સત્તર દિવસ ઉપવાસના હોય છે અને તે દિવસ પારણાના હોય છે. આ પ્રમાણે સોળ મહિનામાં આ તપનું અનુષ્ઠાન પૂર્ણ કરાય છે.