________________
અધ્ય–૧: મેવકુમાર
,
सामाइयमाइयाणि एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थछट्ठट्ठमदसमदुवालसेहिमासद्धमासखमणेहि अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યારપછી તે મેઘ અણગારે શ્રમણ ભગવાન મહાવીરના તથા પ્રકારના સ્થવિરમુનિઓ પાસે સામાયિકથી લઈ અગિયાર અંગ શાસ્ત્રોનું અધ્યયન કર્યું અધ્યયન કરીને તેઓ ઉપવાસ, છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા તથા અર્ધ મા ખમણ અને માસખમણ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. મેઘ અણગારની ઉગ્ર તપશ્ચર્યા - १४४ तएणंसमणेभगवंमहावीरेरायगिहाओणयराओ गुणसिलाओ च्झ्याओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ - ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના, ગુણશીલ ઉદ્યાનમાંથી વિહાર કરીને અન્ય જનપદોમાં વિચરવા લાગ્યા. १४५ तए णं से मेहे अणगारे अण्णया कयाइ समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामिणं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिम उवसंपज्जित्ता णं विहरित्तए। अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । ભાવાર્થ - ત્યારપછી તે મેઘ અણગારે કોઈ સમયે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું એકમાસની ભિક્ષુ પડિમાને અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં વિલંબ કરો નહીં. १४६ तए णं से मेहे अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिमं उपसंपज्जित्ता णं विहरइ । मासियं भिक्खुपडिमं अहासुत्तं अहाकप्पं अहामग्गं सम्मंकाएणं फासेइ पालेइ सोहेइ तीरेइ किट्टेइ, सम्मकाएणं फासित्ता पालित्ता सोहेत्ता तीरेत्ता किट्टेत्ता पुणरवि समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
इच्छामिणं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे दोमासियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह । जहा पढमाए अभिलावो तहा दोच्चाए तच्चाए चउत्थाए पंचमाए छम्मासियाए सत्तमासियाए पढमसत्तराईदियाए दोच्चसत्त राइंदियाए तइयसत्तराईदियाए अहोराइदियाए वि एगराइदियाए वि। ભાવાર્થ - ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને મેઘ અણગાર એક માસની ભિક્ષુ પડિમા અંગીકાર કરીને વિચરવા લાગ્યા. એક માસની ભિક્ષુપડિમાનો યથાસૂત્ર– સૂત્રોનુસાર, યથાકલ્પ આચારાનુસાર, યથામાર્ગ– જ્ઞાનાદિ માર્ગાનુસાર, કાયાથી સમ્યક પ્રકારે અંગીકાર કરી ઉપયોગ પૂર્વક પાલન કર્યું, અતિચારોની શુદ્ધતાપૂર્વક તેનું આચરણ કર્યું, પડિમાની કાલમર્યાદાને પાર કરી, પડિમા પૂર્ણ થવાથી પ્રસન્ન થઈ તેની પ્રશંસારૂપ કીર્તન કર્યું, આ રીતે પ્રથમ પડિમાને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરીને, પાલન કરીને, શુદ્ધ આચરણ કરીને, પાર પામીને અને કીર્તન કરીને પુનઃ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–