________________
[ ૮૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
संवेगे आणंदअंसुपुण्णमुहे हरिसवसेणं धाराहयकदंबकं पिव समुस्सियरोमकूवे समणं भगवं महावीर वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अज्जप्पभिई णं भंते ! मम दो अच्छीणि मोत्तूणं अवसेसे काए समणाणं णिग्गंथाणं णिसट्टे, त्ति कटु पुणरवि समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! इयाणिं सयमेव दोच्चं पिपव्वावियं सयमेव मुंडावियं जावसयमेव आयारगोयरं जायामायावत्तियं धम्ममाइक्खियं । ભાવાર્થ-ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દ્વારા પૂર્વવૃત્તાંતનું સ્મરણ કરાવવાથી મેઘકુમારને બમણો સંવેગ ભાવ પ્રાપ્ત થયો. તેનું મુખ આનંદના આંસુઓથી ભરાઈ ગયું. હર્ષના કારણે મેઘધારાથી આહત કદંબપુષ્પની જેમ તેના રોમરાયવિકસિત થઈ ગયા. તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આજથી મારા બે નેત્રો છોડીને, શેષ સમસ્ત શરીર શ્રમણ નિગ્રંથોને સમર્પિત કરું છું. આ પ્રમાણે કહીને મેઘકુમારે પુનઃ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મારી ઇચ્છા છે કે હવે આપ પોતે જ મને બીજીવાર પ્રવ્રજિત કરો, સ્વયં મુંડિત કરો યાવત્સ્વયં જ આચાર-ગોચર, સંયમયાત્રા, ભોજન પરિમાણાદિ સ્વરૂપવાળા શ્રમણ ધર્મનો ઉપદેશ આપો. १४१ तए णं समणे भगवं महावीरे मेहं कुमारं सयमेव पव्वावेइ जावजायामायावत्तियं धम्ममाइक्खइ- एवं देवाणुप्पिया ! गंतव्वं, एवं चिट्ठियव्वं एवं णिसीयव्वं, एवं तुयट्टियव्वं, एवं भुंजियव्वं, एवं भासियव्वं, उट्ठाय उट्ठाय पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं સંગમિયબ્રા ભાવાર્થ:- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયમેવ પુનઃ દીક્ષિત કર્યા (મેઘમુનિ સંયમ ભાવથી ચલિત થઈ ગયા હતા, અસંયમ ભાવને પ્રાપ્ત થયા હતા. ફરીથી સંયમ ભાવમાં સ્થિર થતાં તેને પુનઃદીક્ષિત કરવામાં આવ્યા) યાવતુ સ્વયમેવ સંયમ યાત્રા, આહાર પરિમાણાદિરૂપ સંયમ ધર્મનો ઉપદેશ આપ્યો અને તેને સમજાવતા કહ્યું- હે દેવાનુપ્રિય! આ પ્રમાણે ગમન કરવું જોઈએ, આ રીતે ઊભા રહેવું જોઈએ, આ રીતે યતનાથી બેસવું જોઈએ, આ પ્રમાણે શયન કરવું જોઈએ, આ પ્રમાણે નિર્દોષ આહાર કરવો અને ભાષા સમિતિપૂર્વક બોલવું જોઈએ તેમજ સાવધાન રહીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની રક્ષારૂપ સંયમમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. તાત્પર્ય એ છે કે મુનિએ પ્રત્યેક ક્રિયા યતનાપૂર્વક કરવી જોઈએ. १४२ तए णं से मेहे समणस्स भगवओ महावीरस्स अयमेयारूवं धम्मियं उवएसं सम्म पडिच्छइ.पडिच्छित्ता तह चिट्रइ जावसजर्मण सजमइ । तए ण से मेहे अणगारे जाए इरियासमिए, अणगारवण्णओ भाणियव्यो । ભાવાર્થ - ત્યારપછી મેઘમુનિએ શ્રમણ ભગવાન મહાવીરના આ પ્રમાણેના ધાર્મિક ઉપદેશને સમ્યક રીતે અંગીકાર કર્યો અને તે પ્રમાણે વર્તન કરવા લાગ્યા યાવતુ સંયમમાં ઉધમ કરવા લાગ્યા. ત્યારે તે મેઘમુનિ ઈર્યાસમિતિ આદિથી યુક્ત અણગાર થયા. અહીં ઔપપાતિક સૂત્રના કથન અનુસાર અણગારનું વર્ણન કરવું જોઈએ. १४३ तए णं से मेहे अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए