________________
અધ્ય—૧ : મેઘકુમાર
जोव्वणगमणुप्पत्ते मम अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । तं जइ जाव तुमं मेहा ! तिरिक्खजोणिय-भावमुवागएणं अप्पडिलद्ध सम्मत्तरयणलंभेण से पाए पाणाणुकंपयाए जाव अंतरा चेव संधारिए, णो चेव णं णिक्खित्ते, किमंग पुण तुमं मेहा ! इयाणिं विउलकुलसमुब्भवे णं णिरुवहयसरीर-पत्तलद्धपंचिदिए णं एवं उट्ठाण-बल-वीरियपुरिसक्कार-परक्कमसंजुत्ते णं मम अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए समाणे समणाणं णिग्गंथाणं राओ पुव्वरत्तावरत्तकाल- समयंसि वायणाए जाव धम्माणुओगचिंत्ताए य उच्चारस्स वा पासवणस्स वा अइगच्छ माणाण य णिग्गच्छमाणाण य हत्थसंघट्टणाणि य पायसंघट्टणाणि य जाव रय रेणु-गुंडणाणि य णो सम्मं सहस तितिक्खिसि अहियासेसि ?
૮૧
ભાવાર્થ:- ત્યારપછી હે મેઘ ! અનુક્રમથી ગર્ભાવાસ પૂર્ણ થતાં તારો જન્મ થયો. તું બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યુવાવસ્થાને પ્રાપ્ત થયો, ત્યારે તું મારી પાસે મુંડિત થઈને ગૃહવાસથી મુક્ત થઈ અણગાર થયો. તો હે મેઘ ! જ્યારે તું તિર્યંચ યોનિરૂપ પર્યાયમાં હતો અને જ્યારે તને સમ્યક્ત્વરત્નનો લાભ પણ થયો ન હતો, તે સમયે પણ તેં પ્રાણીઓની અનુકંપાથી પ્રેરિત થઈને યાવત્ પોતાનો પગ અધર જ રાખ્યો હતો, નીચે જમીન પર પગ મૂક્યો નહીં. તો પછી હે મેઘ ! હવે અત્યારે તો તું વિશાળ કુલમાં જન્મ્યો છે, તને ઉપઘાતથી રહિત શરીર પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થયેલી પાંચે ઇન્દ્રિયોનું તેં દમન કર્યું છે અને ઉત્થાનવિશિષ્ટ શારીરિક ચેષ્ટા, બલ– શારીરિક શક્તિ, વીર્ય(આત્મબળ), પુરુષકાર(વિશેષ પ્રકારનો પુરુષાર્થ) અને પરાક્રમ (કાર્યને સિદ્ધ કરવાના પુરુષાર્થ)થી યુક્ત છે અને મારી પાસે મુંડિત થઈને ગૃહવાસને ત્યાગી અણગાર બન્યો છતાં પણ પહેલી અને પાછલી રાત્રિના સમયે જ્યારે શ્રમણ નિગ્રંથો વાચના માટે યાવત્ ધર્માનુયોગના ચિંતન માટે તથા ઉચ્ચાર-પ્રસવણ માટે આવતાં-જતાં હતા, તે સમયે તને કોઈના હાથનો, કોઈના પગનો સ્પર્શ થયો યાવત્ રજકણોથી તારું શરીર મલિન થઈ ગયું, તેને તું સમ્યક પ્રકારે સહન ન કરી શક્યો ? ક્ષોભ પામ્યા વિના ક્ષમા ન રાખી શક્યો ? અદીનભાવથી તિતિક્ષા ન કરી શક્યો અને શરીરને નિશ્ચલ રાખી સહન ન કરી શકયો ?
| १३९ तए णं तस्स मेहस्स अणगारस्स, समणस्स भगवओ महावीरस्स अंतिए एयमट्ठ सोच्चा णिसम्म सुभेहिं परिणामेहिं, पसत्थेहिं अज्झवसाणेहिं, लेस्साहिं विसुज्झमाणीहिं, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स सण्णिपुव्वे जाइसरणे समुप्पण्णे, एयमट्ठ सम्मं अभिसमेइ |
ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ વૃત્તાંત સાંભળીને હૃદયમાં ધારણ કરીને મેઘકુમાર અણગારને શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ લેશ્યાઓ અને જાતિસ્મરણને આવૃત્ત કરનારા જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમના કારણે ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં, સંજ્ઞી જીવોને પ્રાપ્ત થતું જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા મેઘમુનિએ પોતાના પૂર્વ ભવની જીવન ઘટનાને સમ્યક પ્રકારે જાણી લીધી.
| १४० त णं से मेहे कुमारे समणेणं भगवया महावीरेणं संभारियपुव्वभवे दुगुणाणीय