________________
[ ૮૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तए णं तव मेहा ! सरीरगंसि वेयणा पाउब्भूया- उज्जला जाव दाहवक्कंतीए यावि विहरसि । तए णं तुम मेहा ! तं उज्जलं जावदुरहियासं तिण्णि राइंदियाइं वेयणं वेएमाणे विहरित्ता एगं वाससयं परमाउं पालइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे रायगिहे णयरे सेणियस्स रण्णो धारिणीए देवीए कुच्छिसि कुमारत्ताए पच्चायाए । ભાવાર્થ:- હે મેઘ ! તે સમયે તું જરાથી જીર્ણ અને જર્જરિત શરીરવાળો, શિથિલ અને કરચલીવાળી ચામડીથી વ્યાપ્ત ગાત્રવાળો, દુર્બળ, થાકેલો, ભૂખ્યો, તરસ્યો, શારીરિક શક્તિથી હીન, સહારો ન હોવાથી નિર્બળ, સામર્થ્યથી રહિત અને હલનચલનની શક્તિથી રહિત અને પૂંઠાની જેમ સ્થિર(જડો થઈ ગયો.
ત્યારે હું પણ અહીંથી જાઉં,' એમ વિચાર કરી જ્યાં પગ ઊપાડ્યો ત્યાં વિજળીથી આઘાત પામેલા રજતગિરિના શિખરની જેમ તું સર્વ અંગોથી ધબ કરતો નીચે ધરતી પર ઢળી પડ્યો.
ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં ઉત્કટ તીવ્ર વેદના ઉત્પન્ન થઈ યાવત શરીર પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં બળતરા થવા લાગી. હે મેઘ ! તું તે ઉત્કટ યાવતું દુસહ્ય વેદનાને ત્રણ રાત્રિ-દિવસ સુધી ભોગવતો રહ્યો. સો વર્ષનું આયુષ્ય ભોગવીને અંતે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારત વર્ષમાં, રાજગૃહનગરમાં શ્રેણિક રાજાની ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન થયો. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પ્રભુ દ્વારા કહેવાયેલા મેઘકુમારના બે પૂર્વભવોનું વર્ણન છે. તેમાં મેઘકુમારના જીવ દ્વારા બંને હાથીના ભવમાં સહન કરેલી વેદનાનું અને જીવો પ્રતિ અનુકંપા તથા પરોપકારની ભાવનાનું તાદેશ વર્ણન છે. વિન બ્લેખ:- છઠ્ઠા દુઃખમય આરામાં મનુષ્ય, પશુ અને પક્ષીઓને ક્ષેત્રાધિષ્ઠિત દેવ વૈતાઢય પર્વતના ૭૨ બિલોમાં સંહરણ કરી પહોંચાડી દે છે. ત્યાં તે સર્વ પ્રાણીઓ છઠ્ઠા આરાના કષ્ટથી ગભરાઈને પોતાના જાતિ સ્વભાવને ભૂલીને તે બિલોમાં એક-બીજાને ઈજા કર્યા વગર એક સાથે રહે છે. સૂત્રકારે તે જ બિલ ધર્મની અહીં ઉપમા આપી છે અર્થાત્ આ મંડલમાં સર્વ પ્રકારના પશુ-પક્ષીઓ દાવાનળના ભયના કારણે, કુદરતી આફતના સમયે જાતીયવેર ભૂલી એકી સાથે અઢી દિવસ શાંતિથી રહ્યા. સવારે રિતી, મધુસાdfણબહે:- સંસાર પરિત્ત કર્યો એટલે સીમિત કર્યો અને મનુષ્યાયુષ્યનો બંધ કર્યો. મેરુપ્રભ હાથીને કોઈ પણ પ્રકારની સ્પષ્ટ સમજણ વિના માત્ર જીવો પ્રત્યે અનુકંપાના ભાવથી સમકિતનો સ્પર્શ થયો. પૂર્ણ તત્ત્વ સમજણ વિનાનું સમકિત એક ભવમાં અનેકવાર આવે છે. તિર્યંચના ભવમાં આ પ્રકારના સમકિતની સ્પર્શના ક્ષણિક હોય છે. શાસ્ત્રના નિયમાનુસાર કોઈ પણ જીવને એકાદક્ષણ માટે પણ સમકિતની સ્પર્શના થઈ જાય, તો તે જીવનું સંસાર પરિભ્રમણ સીમિત થઈ જાય છે અને તે જીવનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. તે પ્રમાણે મેરુપ્રભ હાથીએ પણ સંસાર સીમિત કર્યો.
ત્યાર પછી સમકિતનું વમન કરીને સમકિતના અભાવમાં મનુષ્યાયુષ્યનો બંધ કર્યો. તેમ સમજવું જોઈએ કારણ કે શ્રી ભગવતીસૂત્રનુસાર સમકિતના સદ્ભાવમાં મનષ્ય અને તિર્યંચના જીવો વૈમાનિક દેવના આયુષ્યનો જ બંધ કરે છે; મનુષ્યના આયુષ્યનો બંધ કરતા નથી. મેઘ અણગારની સંયમમાં સ્થિરતા :१३८ तए णं तुम मेहा ! आणुपुव्वेणं गब्भवासाओ णिक्खंते समाणे उम्मुक्कबालभावे