________________
अध्य--१ : भेघङ्कुभार
७५
शियाण, जिलाडा, डूतरा, सुवर, ससवा, लोभडी, वित्ता, शिल्सला - भंगली प्राणी रोज (नीलगाय ) साहि બધા પશુઓ અગ્નિના ભયથી ગભરાઈને પહેલેથી આવીને મંડલમાં પ્રવેશી ગયા હતા અને એક સાથે બિલધર્મથી એટલે વૈતાઢ્ય પર્વતના ૭૨ બિલોમાં જેમ બધા પ્રાણીઓ સાથે રહે તેમ સ્થિત થઈ ગયા હતા. ત્યારે હે મેઘ! તું પણ પોતાના સમૂહ સાથે તે મંડલ પાસે આવ્યો અને તે સિંહ યાવત્ ચિલ્લલ આદિ પ્રાણીઓની સાથે બિલધર્મની જેમ સ્થિત થયો.
१३५ तणं तुमं मेहा ! पाएणं गत्तं कंडुइस्सामि त्ति कट्टु पाए उक्खित्ते, तंसि च णं अंतरंसि अण्णेहिं बलवंतेहिं सत्तेहिं पणोलिज्जमाणे पणोलिज्जमाणे ससए अणुपविट्ठे ।
तणं तुमं मेहा ! गायं कंडुइत्ता पुणरवि पायं पडिणिक्खमिस्सामि त्ति कट्टु तं ससयं अणुपविट्टं पाससि, पासित्ता पाणाणुकंपयाए भूयाणुकंपयाए जीवाणुकंपयाए सत्ताणुकंपयाए से पाए अंतरा चेव संधारिए, णो चेव णं णिक्खित्ते । तए णं मेहा ! ता पाणाणुकंपयाए जाव सत्ताणुकंपयाए संसारे परित्तीकए, माणुस्साउए णिबद्धे । ભાવાર્થ:- ત્યાર પછી હે મેઘ ! પગથી શરીર ખજવાળું એમ વિચારીને તેં એક પગ ઊંચો કર્યો. તે સમયે તે ખાલી થયેલી જગ્યામાં બીજા બળવાન પ્રાણીઓ દ્વારા હડસેલાયેલું એક સસલું બેસી ગયું.
ત્યારે હે મેઘ ! શરીર ખજવાળીને તું પગ નીચે મૂકવા ગયો ત્યાં પગ મૂકવાની જગ્યામાં તેં સસલાને જોયું, જોઈને પ્રાણ-ભૂત-જીવ અને સત્ત્વની અનુકંપાથી તેં પગ અધર જ ઊંચકી રાખ્યો, નીચે મૂક્યો નહીં. હે મેઘ ! ત્યારે પ્રાણ-ભૂત, જીવ તથા સત્ત્વની અનુકંપાથી પગ ઊંચકી રાખતા સમયે તે સંસાર પરિત્ત(સીમિત) કર્યો અને યથાસમયે મનુષ્યાયુનો બંધ કર્યો.
| १३६ तए णं से वणदवे अड्डाइज्जाई राइंदियाइं तं वणं झामेइ, झामेत्ता णिट्ठिए, उवरए, उवसंते, विज्झाए यावि होत्था ।
तणं ते बहवे सीहा य जाव चिल्लला य तं वणदवं णिट्ठियं जाव विज्झायं पासंति, पासित्ता अग्गिभयविप्पमुक्का तण्हाए य छुहाए य परब्भाहया समाणा ओ मंडलाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता सव्वओ समंता विप्पसरित्था ।
ભાવાર્થ :- ત્યારપછી અઢી અહોરાત્રિ સુધી વનને બાળીને તે દાવાનળ સમાપ્ત થયો, ઉપરત થયો, ઉપશાંત થયો અને બૂઝાઈ ગયો.
ત્યારે તે ઘણા સિંહો યાવત્ જંગલી પશુ વિશેષ આદિ પૂર્વોક્ત પ્રાણીઓ તે દાવાનળને પૂરો થયેલો યાવત્ બૂઝાયેલો જોઈને અગ્નિના ભયથી મુક્ત થયા. તરસ અને ભૂખથી પીડિત થતા તે મંડલમાંથી બહાર નીકળીને આમતેમ ચારે બાજુ વિખેરાઈ ગયા.
| १३७ त णं तुमं मेहा ! जुण्णे जराजज्जरियदेहे सिढिलवलितया-पिणिद्धगत्ते दुब्बले किलंते जुंजिए पिवासिए अत्थामे अबले अपरकम्मे अचंकमणे वा ठाणुक्खंडे वेगेण विप्पसरिस्सामि त्ति कट्टु पाए पसारेमाणे विज्जुहए विव रययगिरिपब्भारे धरणियलंसि सव्वंगेहिं य सण्णवइए ।