________________
શ્રી શાતાધર્મકથા સૂત્ર
सरभा य, सियाला विराला सुणहा कोला ससा कोकंतिया चित्ता चिल्लला पुव्वपविट्ठा अग्गिभय विद्दुया एगयओ बिलधम्मेणं चिट्ठइ । तए णं तुमं मेहा ! जेणेव से मंडले तेणेव उवागच्छसि, उवागच्छित्ता तेहिं बहूहिं सीहेहिं जाव चिल्ललएहिं य सद्धिं एगयओ बिलधम्मेणं चिट्ठसि ।
७८
ભાવાર્થ :- ત્યાર પછી હે મેઘ ! પ્રાવૃટાદિ પાંચે ૠતુ ક્રમશઃ પસાર થઈ ગયા પછી ગ્રીષ્મ કાળના અવસરે, જેઠ માસમાં, કોઈ એક સમયે વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલા દાવાનળના કારણે યાવત્ અગ્નિ ફેલાઈ ગઈ અને મૃગ, પશુ, પક્ષી તથા સર્પો વગેરે દિશા-વિદિશામાં, ચારે બાજુ નાસવા લાગ્યા. ત્યારે ઘણા હાથીઓ વગેરેની સાથે તું જ્યાં મંડલ હતું તે તરફ દોડ્યો.
[ હે મેઘ ! તમે ગજેન્દ્ર પર્યાયમાં હતા ત્યારે અનુક્રમથી કમળોના વનનો નાશ કરનાર, કુંદ અને લોધ્રના પુષ્પોની સમૃદ્ધિથી સંપન્ન તથા અત્યંત હિમવાળો હેમંતઋતુનો કાળ વ્યતીત થઈ ગયો અને અભિનવ ગ્રીષ્મકાળ આવી પહોંચ્યો. તે સમયે વનોમાં વિચરણ કરતાં, ક્રીડા કરતાં વનની હાથણીઓ તમારી ઉપર વિવિધ કમળો તેમજ પુષ્પોનો પ્રહાર કરતી હતી. તમે તે ઋતુમાં ઉત્પન્ન થયેલા પુષ્પોના બનેલા ચામર જેવા કાનના આભૂષણોથી મંડિત અને મનોહર દેખાતા હતા. મદના કારણે વિકસિત ગંડસ્થલોને ભીના કરનાર તથા સુગંધિત મદજળ ઝરવાથી તમે સુગંધમય બની ગયા હતા. તમે હાથણીઓથી ઘેરાયેલા રહેતા હતા. સર્વ પ્રકારે ૠતુ સંબંધી શોભા ઉત્પન્ન થઈ હતી. તે ગ્રીષ્મકાળમાં સૂર્યના પ્રખર કિરણો પડી રહ્યા હતા. તે ગ્રીષ્મ ઋતુએ શ્રેષ્ઠ વૃક્ષોના શિખરોને અત્યંત શુષ્ક બનાવી દીધા હતા. તે બહુ જ ભયંકર દેખાતા હતા. શૃંગાર નામક પક્ષીઓ ભયંકર શબ્દ કરી રહ્યા હતા. પત્ર, કાષ્ઠ, તૃણ અને કચરાને ઉડાડનાર પ્રતિકૂળ પવનથી આકાશતળ અને વૃક્ષોનો સમૂહ વ્યાપ્ત થયો હતો. વંટોળિયાને કારણે તે વન ભયાનક દેખાતું હતું. તરસના કારણે ઉત્પન્ન વેદનાદિ દોષોથી દૂષિત, આમ તેમ ભટકતા શ્વાપદો(શિકારી જંગલી પશુઓ)થી તે વન વ્યાપ્ત બની ગયું હતું. જોવામાં ભયાનક એવી તે ગ્રીષ્મૠતુ, ઉત્પન્ન થયેલા દાવાનળ ના કારણે અત્યધિક દારુણ થઈ ગઈ.
તે
પ્રચંડ વાયુના કારણે તે દાવાનળ ચારેકોર ફેલાઈ ગયો અને વિકસિત બની ગયો. અત્યંત ભયંકર અવાજ સાથે વૃક્ષોરૂપી મધુ ધારાઓથી સિચિત થવાથી તે અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થયો અને પ્રચંડરૂપે ભડભડ અવાજ કરતો, ઉદ્ઘત બની ભભૂકવા લાગ્યો. અત્યંત દેદીપ્યમાન ચિનગારીઓથી યુક્ત અને ધૂમાડાના ગોટેગોટાથી તે વ્યાપ્ત બની ગયો. સેંકડો શ્વાપદોના પ્રાણોનો અંત કરનાર તે તીવ્ર દાવાનલને કારણે તે ગ્રીષ્મૠતુ અત્યંત ભયાનક દેખાવા લાગી.
હે મેઘ ! તું તે દાવાનલની જ્વાળાઓથી આચ્છાદિત થઈ ગયો, રોકાઈ ગયો, ઇચ્છા અનુસાર જવામાં અસમર્થ થઈ ગયો, ધુમાડાના કારણે ઉત્પન્ન થયેલા અંધકારથી ભયભીત થઈ ગયો, અગ્નિના તાપને જોઈને તમારા બંને કાનો રેંટની તુમ્બ સમાન સ્તબ્ધ થઈ ગયા. તમારી જાડી અને મોટી સૂંઢ સુકાઈ ગઈ. તમારી ચમકતી આંખો ભયના કારણે ચકળ-વકળ ફરવા લાગી. જેમ વાયુના કારણે મહામેઘનો વિસ્તાર થાય છે તે પ્રમાણે વેગના કારણે તમારું સ્વરૂપ વિસ્તૃત દેખાવા લાગ્યું. પહેલા દાવાનલના ભયથી ભયભીત હૃદયવાળા થઈને દાવાનલથી પોતાની રક્ષા કરવાને માટે જે દિશામાં તૃણ અને વૃક્ષ હટાવીને એકદમ સાફ પ્રદેશ બનાવ્યો હતો અર્થાત્ જ્યાં તે મંડલ બનાવ્યું હતું, તે તરફ તું દોડવા લાગ્યો............. કેટલીક પ્રતોમાં આ પ્રકારનો પાઠ પણ મળે છે.
ત્યારે તે મંડલમાં બીજા ઘણા સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, તરચ્છ, પારાસર(શરભ-અષ્ટાપદ)