________________
|
9
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
થઈ ગઈ યાવત તે સમયે તું વંટોળિયાની જેમ ઘુમરીઓ લેતો ભયભીત બની થાવત ઘણા હાથી, હાથણીઓ આદિની સાથે એક દિશાથી બીજી દિશામાં ભાગવા લાગ્યો.
હે મેઘ ! તે સમયે તે વનના દાવાનળને જોઈને તને આ પ્રકારનો અધ્યવસાય, (વિચાર) ઉત્પન થયો કે “આ રીતની અગ્નિની ઉત્પત્તિને પહેલા પણ ક્યારેક મેં અનુભવી છે!” ત્યારપછી હે મેઘ ! વિશુદ્ધ થતી વેશ્યાઓ, શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને જાતિસ્મરણને આવૃત્ત કરનાર મતિ જ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમ થવાથી, ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા તને સંજ્ઞી જીવોને પ્રાપ્ત થતું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. |१३१ तए णं तुम मेहा ! एयमटुं सम्मं अभिसमेसि- एवं खलु अहं अईए दोच्चे भवग्गहणे इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डगिरिपायमूले जावसुमेरुप्पभेणामं हत्थिराया होत्था। तत्थ णं मया अयमेयारूवे अग्गिसंभवे समणुभूए । तए णं तुम मेहा ! तस्सेव दिवसस्स पच्चावरण्हकालसमयंसि णियएणं जूहेणं सद्धिं समण्णागए यावि होत्था । तए णं तुम मेहा! सत्तुस्सेहे जाव सण्णिजाइस्सरणे चउदंते मेरुप्पभे णाम हत्थी होत्था । ભાવાર્થ - ત્યારપછી હે મેઘ ! તેં આ અર્થ-વિષયને સમ્યક પ્રકારે જાણી લીધો કે નિશ્ચયથી ગત બીજા ભવમાં, આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, વૈતાઢય પર્વતની તળેટીમાં ચાવતુ સુમેરુપ્રભ નામનો હાથી હતો. ત્યાં આ પ્રકારના ઉત્પન્ન થયેલા મહાન અગ્નિને મેં અનુભવ્યો છે. ત્યારપછી હે મેઘ ! તે દિવસના અંતિમ પ્રહરમાં દાવાગ્નિના ભયથી પોતાના યૂથની સાથે એક જગ્યાએ તમે બધા મળીને બેસી ગયા. તે સમયે હે મેઘ ! તું સાત હાથની ઊંચાઈવાળો વાવત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત ચાર દાંતવાળો મેરુપ્રભ નામનો હાથી હતો. १३२ तए णं तुझं मेहा ! अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- सेयं खलु मम इयाणि गंगाए महाणइए दाहिणिल्लंसि कूलंसि विझगिरिपायमूले दवग्गिसंजायकारणट्ठा सएणं जूहेणं महइ महालय मंडलं घाइत्तए त्ति कटु एवं संपेहेसि, संपेहित्ता सुहंसुहेणं विहरसि। ભાવાર્થ :- ત્યારપછી હે મેઘ ! તને આવા પ્રકારનો અધ્યવસાય, ઉત્પન્ન થયો કે મારા માટે એ શ્રેયસ્કર છે કે આ સમયે ગંગા મહાનદીના દક્ષિણ કિનારે, વિંધ્યાચલની તળેટીમાં દાવાનળથી રક્ષણ મેળ વવા માટે મારે મારા યૂથની સાથે રહી મોટું માંડલું– નિરુપદ્રવી ગોળાકાર સ્થાન બનાવવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તું સુખપૂર્વક વિચરવા લાગ્યો. १३३ तए णं तुम मेहा ! अण्णया पढमपाउसंसि महावुट्ठिकार्यसि सण्णिवइयंसि गंगाए महाणईए अदूरसामंते बहूहि हत्थीहिं जावकलभियाहि य सत्तहि य हत्थिसएहिं संपरिखुडे एगं महं जोयणपरिमंडलं महइमहालयं मंडलं घाएसि । जंतत्थ तणं वा पत्तं वा कटुं वा कंटए वा लया वा वल्ली वा खाणुंवा रुक्खे वा खुवे वा, तं सव्वं तिक्खुत्तो आहुणिय आहुणिय पाए णं उट्ठवेसि, हत्थेणं गेण्हसि, एगंते एडेसि । तए णं तुम मेहा ! तस्सेव मंडलस्स अदूरसामंते गंगाए महाणईए दाहिणिल्ले कूले विंझगिरिपायमूले गिरिसु य जाव सुहंसुहेणं विहरसि ।