________________
અધ્ય–૧: મેશકુમાર
|
७५ |
એકસોવીસ(૧૨૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, આર્તધ્યાનને વશીભૂત અને દુઃખથી પીડિત થઈને, મૃત્યુના અવસરે મૃત્યુ પામીને, તું તે જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં, દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામની મહાનદીના દક્ષિણી કિનારે વિંધ્યાચલ પર્વતની તળેટીમાં એક મદોન્મત્ત શ્રેષ્ઠ ગંધહસ્તિથી એક શ્રેષ્ઠ હાથણીની કુંખે હાથીના બચ્ચા રૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તે હાથણીએ નવમાસ પૂર્ણ થતાં વસંત ઋતુમાં તને જન્મ આપ્યો. મેઘકુમારનો પૂર્વનો બીજો ભવ: મેરુપ્રભ હાથી - १२८ तए णं तुम मेहा! गब्भवासाओ विप्पमुक्के समाणे गयकलभए यावि होत्था, रत्तुप्पलरत्तसूमालए जासुमणा-रत्तपारिजत्तय लक्खारससरसकुंकुमसंझब्भरागवण्णं इडे णियगस्स जूहवइणोगणियायास्करणकोत्थहत्थी अणेगहत्थिसयसंपरिखुडेरम्मेसुगिरिकाणणेसु सुहंसुहेणं विहरसि। ભાવાર્થ - ત્યારપછી હે મેઘ ! તું ગર્ભાવાસથી મુક્ત થઈને મદનીયારૂપે ઉત્પન્ન થયો. તારું શરીર લાલ કમળ, જપાકુસુમ, રક્તપારિજાત પુષ્પ, લાક્ષારસ, સરસ કંકુ અને સંધ્યાકાલીન વાદળાના રંગની સમાન લાલ અને સુકુમાર હતું. તું તારા યૂથપતિનો લાડકવાયો હતો. ગણિકાઓ જેવી યુવાન હાથણીઓના ઉદરપ્રદેશ ઉપર તું બાળ ભાવ અનુસાર તારી સૂંઢ નાખતો હતો. આ પ્રમાણે સેંકડો હાથણીઓથી પરિવૃત થઈને તું પર્વતના રમણીય જંગલોમાં સુખપૂર્વક વિચરવા લાગ્યો. १२९ तए णं तुम मेहा ! उम्मुक्कबालभावे जोव्वणगमणुपत्ते जूहवइणा कालधम्मुणा संजुत्तेणं तं जूहं सयमेव पडिवज्जसि । तए णं तुम मेहा ! वणयरेहि णिव्वत्तियणामधेज्जे जाव चउदंते मेरुप्पभे हत्थिरयणे होत्था । तत्थ णं तुम मेहा ! सत्तंगपइट्ठिए तहेव जाव पडिरूवे । तत्थ णं तुम मेहा सत्तसइयस्स जूहस्स आहेवच्चं जाव अभिरमेत्था । ભાવાર્થ:- હે મેઘ! તું બાલ્યાવસ્થાને પાર કરીને યૌવનને પ્રાપ્ત થયો અને યૂથપતિની મૃત્યુ થતાં તું પોતે જ યૂથપતિ થઈ ગયો. ત્યારપછી હે મેઘ ! વનચરોએ તારું નામ મેરુપ્રભ રાખ્યું. તું ચાર દાંતવાળો હસ્તિરત્ન થયો. હે મેઘ ! તું સપ્ત અંગ પ્રતિષ્ઠિત શરીરવાળો યાવતું સુંદર રૂપવાળો થયો. હે મેઘ ! ત્યાં તું સાતસો હાથીઓના યૂથનું આધિપત્ય કરતાં થાવ સુખપૂર્વક ક્રીડા કરતાં વિચરણ કરવા લાગ્યો. १३० तए णं तुम मेहा ! अण्णया कयाइ गिम्हकालसमयंसि जेट्ठामूले वणदवजालापलित्तेसु वणंतेसु धूमाउलासु दिसासु जावसंजायभए बहूहिं हत्थीहि य जावकलभियाहि यसद्धिं संपरिवुडे सव्वओ समंता दिसोदिसिं विप्पलाइत्था ।
तए णं तव मेहा ! तं वणदवं पासित्ता अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जिथाकहिं णं मण्णे मए अयमेयारूवे अग्गिसंभवे अणुभूयपुव्वे । तए णं तव मेहा ! लेस्साहिं विसुज्जमाणीहिं, अज्झवसाणेणं सोहणेणं, सुभेणं परिणामेणं, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं, ईहापोहमग्गणगवेसणं करेमाणस्स सण्णिपुव्वे जाइसरणे समुप्पज्जित्था । ભાવાર્થ - હે મેઘ ! એક વખત ગ્રીષ્મકાલના જેઠમાસમાં વનમાં દાવાનલ પ્રગટયો. તેની જ્વાળાઓથી આખું ય વન પ્રજ્વલિત થઈ ગયું. દાવાનલની જ્વાળાઓથી વનપ્રદેશની દિશાઓ ધૂમાડાઓથી વ્યાપ્ત