SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર દુઃખથી વ્યાકુળ, ભૂખ્યો, તરસ્યો, દુર્બલ, થાકેલો, સુધ-બુધ રહિત દિમૂઢ બની ગયેલો તું પોતાના ઝુંડથી વિખૂટો પડી ગયો. દાવાનળની જ્વાળાઓથી પરાભૂત બની; ગરમી, તુષા અને ભૂખથી પીડિત થઈને, ભયથી ત્રસ્ત, ઉદ્વિગ્ન ચિત્તવાળો, બધી રીતે ભયભીત બનીને ચારે બાજુ દોડતાં થોડા પાણી અને વધુ કીચડવાળા તીર્થ-ઘાટ વિનાના રસ્તેથી એક સરોવરમાં તું પાણી પીવા માટે ઉતર્યો. હે મેઘ ! ત્યાં કિનારાથી તો તું દૂર ચાલ્યો ગયો, પરંતુ પાણી સુધી પહોંચી ન શક્યો અને વચ્ચે જ કાદવમાં ફસાઈ ગયો. હે મેઘ ! હું પાણી પીઉં એમ વિચારીને તે સૂઢ ફેલાવી પરંતુ તારી સૂંઢ પણ પાણી સુધી પહોંચી શકી નહીં. ત્યારે તે મેઘ! તેં પુનઃ શરીરને કીચડથી બહાર કાઢે, તેમ વિચારીને પ્રયત્ન કર્યો પરંતુ કીચડમાં વધારે ફસાઈ ગયો. १२६ तए णं तुम मेहा! अण्णया कयाइ एगे चिरणिज्जूढे गयवरजुवाणए सयाओ जूहाओ कस्चरणदंतमुसलप्पहारेहिं विप्परद्धे समाणे तं चेव महद्दहं पाणीयं पाएउं समोयरेइ । तए णं से कलभए तुम पासइ, पासित्ता तं पुव्ववेरं समरइ, समरित्ता आसुरत्ते रुद्वे कुविए चंडिक्किए मिसिमिसेमाणे जेणेव तुमंतेणेव उवागच्छइ, उवागच्छित्ता तुमं तिक्खेहि दंतमुसलेहिं तिक्खुत्तो पिट्ठओ उच्छुभइ, उच्छुभित्ता पुव्ववेरं णिज्जाएइ, णिज्जाइत्ता हट्टतुट्टे पाणियं पियइ, पिइत्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडगए। ભાવાર્થ:- હે મેઘ ! પૂર્વે ઘણા સમય પહેલાં કોઈક સમયે એક નવજુવાન શ્રેષ્ઠ હાથીને તેં સૂંઢ, પગ અને દાંતરૂપી મુસળોથી પ્રહાર કરીને માર્યો હતો અને તારા ઝુંડમાંથી કાઢી મૂક્યો હતો, તે હાથી પાણી પીવા માટે તે જ સરોવરમાં આવી પહોંચ્યો. તે નવજુવાન હાથીએ તને જોયો, જોતાં જ તેને પૂર્વના વેરનું સ્મરણ થયું, સ્મરણ થતાં જ તે ક્રોધિત થયો, ક્રોધથી લાલઘૂમ થઈ ગયો, તેણે રૌદ્રરૂપ ધારણ કર્યું અને તે ક્રોધાગ્નિથી સળગી ઉઠ્યો અને તેણે તારી પાસે આવીને તીક્ષ્ણ દાંતરૂપી મૂસળોથી ત્રણવાર તારી પીઠ ઉપર પ્રહાર કર્યો. આ રીતે પ્રહાર કરીને તેણે પૂર્વવેરનો બદલો લીધો. ત્યાર પછી તે હષ્ટ-તુષ્ટ થઈને, પાણી પીઈને, જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો. १२७ तएणंतवमेहा ! सरीरगंसि वेयणा पाउब्भवित्था- उज्जला विउला जावदुरहियासा। पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतीए यावि विहरित्था । तए णं तुम मेहा! तं उज्जलं जाव दुरहियासं सत्तराईदियं वेयणं वेएसि; सवीसं वाससयं परमाउं पालइत्ता अट्टदुहट्टवसट्टे कालमासे कालं किच्चा इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डभरहे गंगाए महाणईए दाहिणे कूले विंझगिरिपायमूले एगेणं मत्तवरगंधहत्थिणा एगाए गयवरकरेणूए कुच्छिसि गयकलभए जणिए । तए णं सा गयकलभिया णवण्हं मासाणं वसंतमासम्मि तुमं पयाया। ભાવાર્થ:- ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તે વેદના અત્યંત કષ્ટદાયક, સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત યાવતુ દુસહ્ય હતી. તે વેદનાના કારણે તારું શરીર પિત-જ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને તે સમયે તું પ્રબળ બળતરાની વેદના અનુભવતો રહ્યો. ત્યારપછી હે મેઘ ! તે ઉજ્જવલ યાવતુ દુસહ્ય વેદનાને તે સાત રાત્રિ-દિવસ પર્યત ભોગવીને
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy