________________
| અધ્ય–૧: મેઘમાર .
[ ૭૩ ]
फोडयंतेव अंबरतलं, पायदइरएणं कंपयंतेव मेइणितलं, विणिम्मुयमाणे य सीयारं, सव्वओ समंता वल्लिवियाणाइंछिंदमाणे,रुक्खसहस्साइंतत्थसुबहूणिणोल्लयते विणट्ठद्धेव्वणरवरिंदे, वायाइद्धेव्व पोए, मंडलवाएव्व परिब्भमंते, अभिक्खणं अभिक्खणं लिंडणियरं पमुंचमाणेपमुंचमाणे बहूहि हत्थीहि य जाव सद्धिं दिसोदिसिं विप्पलाइत्था । ભાવાર્થ - ત્યારપછી હે મેઘ ! કોઈ એક સમયે અષાઢ-શ્રાવણ માસની પ્રવૃઋતુ, ભાદરવો-આસો માસની વર્ષાત્રટતુ, કારતક-માગસર માસની શરદઋતુ, પોષ-મહા માસની હેમંતઋતુ અને ફાગણ-ચૈત્ર માસની વસંતઋતુ, આ પાંચ ઋતુ અનુક્રમે વ્યતીત થઈ ગઈ અને ગ્રીષ્મઋતુના જ્યેષ્ઠામૂલ(જેઠ) માસમાં વૃક્ષોના અથડાવાથી(પરસ્પરના ઘર્ષણથી) ઉત્પન્ન થયેલી અને સુકું ઘાસ, પાંદડા, કચરો તથા પવનના સંયોગથી ઉદ્દિપ્ત મહાભયંકર દાવાગ્નિ(વનમાં લાગેલી આગ)ની જ્વાળાઓથી આખું વન સળગી ઊઠ્યું. દિશાઓ ધૂમાડાથી વ્યાપ્ત બની ગઈ; વેગથી વાતા મહાવાયુના કારણે અગ્નિ જ્વાળાઓ તૂટી-ફૂટીને ચારે બાજુ પડવા લાગી અર્થાત્ ચારે બાજુ અગ્નિ ફેલાવા લાગી; પોલા વૃક્ષો અંદરથી સળગવા લાગ્યા; વનની નદીઓનું પાણી મરેલા પ્રાણીઓના કલેવરોથી દુર્ગધ યુક્ત અને કીડાઓથી વ્યાપ્ત થઈ ગયું; નદીઓ અને તળાવો પર્યતનું પાણી સૂકાવા લાગ્યું; વનની અંદરના પ્રદેશમાં ભંગારક-કીટવિશેષ દીન સ્વરે કંદન કરવા લાગ્યા; કાગડાઓ અતિ કર્કશ, અપ્રિય સ્વરે કા, કા, કરવા લાગ્યા; વૃક્ષોના અગ્રભાગ અગ્નિ સંયોગથી પ્રવાલ-મૂંગાની જેમ લાલ-લાલ થઈ ગયા. પક્ષીઓ તીવ્ર તૃષાના કારણે શિથિલ પાંખવાળા, બહાર નીકળી ગયેલી જીભ-તાળવાવાળા, ખુલ્લા મોઢાવાળા થઈ ગયા અને શ્વાસ છોડવા લાગ્યા(મૃત્યુ પામવા લાગ્યા); ગ્રીષ્મ કાલની ઉષ્ણતા, સૂર્યનો તાપ, અતિ કઠોર–પ્રચંડ વાયુ તથા સુકા ઘાસ, પાંદડા, કચરાથી યુક્ત વંટોળિયાના કારણે ભાગદોડ કરતાં, ગભરાયેલા સિંહાદિ પ્રાણીઓથી પર્વત વ્યાપ્ત થઈ ગયો અને પર્વત ઉપર જાણે મૃગતૃષ્ણારૂપ પડદો બાંધ્યો ન હોય તેવું લાગતું હતું; ત્રસ્ત—તરફડતા એવા મૃગો, વન્ય પશુઓ, સર્પ વગેરે એક સ્થાનમાં ભેગા થઈ ગયા, તેવા સમયે તું(સુમેરુપ્રભહાથી) ખુલ્લામુખમાં બહાર લટકતી જીભે; તુંબીની જેમ નિશ્ચલ કાનવાળો; જાડી અને પુષ્ટ પણ અત્યારે સંકોચાયેલી સૂંઢવાળો; ચીંઘાડથી આકાશતલને ભેદતો; પગના પ્રહારથી પૃથ્વીને કંપિત કરતો; પાણી ટપકતી સૂંઢવાળો; ચારે બાજુ વેલાઓ-લતાઓને ઉખેડતો, હજારો વૃક્ષોને ધ્રુજાવતો, રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાની જેમ, વાયુથી ડોલતા જહાજની જેમ, વંટોળિયાની જેમ ઘૂમરીઓ લેતો વારંવાર લીંડીઓ છોડતો, દાવાગ્નિના ભયથી ઘણા હાથી, હાથણીઓ સાથે તે દિશા-વિદિશામાં ઊભી પૂંછડીએ નાસવા લાગ્યો. १२५ तत्थ णं तुम मेहा! जुण्णे जराजज्जरियदेहे आउरे झंझिए पिवासिए दुब्बले किलंते णट्ठसुईए मूढदिसाए सयाओ जूहाओ विप्पहूणे वणदवजालापरद्धे उण्हेण य, तण्हाए य, छुहाए य परब्भाहए समाणे भीए तत्थे तसिए उव्विग्गे संजायभए सव्वओ समंता आधावमाणे परिधावमाणे एगं च णं महं सरं अप्पोदयं पंकबहलं अतित्थेणं पाणियपाए उइण्णो । तत्थ णं तुम मेहा ! तीरमइगए पाणियं असंपत्ते अंतरा चेव सेयंसि विसण्णे । तत्थणं तुममेहा! पाणियं पाइस्सामि त्ति कटु हत्थं पसारेसि । से वि य ते हत्थे उदगंण पावेइ । तए णं तुम मेहा ! पुणरवि कायं पच्चुद्धरिस्सामि त्ति कटु बलियतरायं पंकसि खुत्ते। ભાવાર્થ :- હે મેઘ ! તે સમયે તું વૃદ્ધાવસ્થાના કારણે જીર્ણ અને જર્જરિત શરીરવાળો થઈ ગયો હતો.