________________
[ ૭૦ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યારે મેઘકમાર(મેઘ અણગાર)ના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય-વિચાર ઉત્પન્ન થયો કે, હું શ્રેણિક રાજાનો પુત્ર અને ધારિણીદેવીનો આત્મજ મેઘકુમાર છું યાવતું મારું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે. જ્યારે હું ઘરે રહેતો હતો, ત્યારે આ શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા હતા, મને જાણતા હતા, સત્કાર સન્માન કરતા હતા, જીવાદિ પદાર્થોને, તેને સિદ્ધ કરનારા હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણ (પ્રશ્નના ઉત્તરોને) કહેતા હતા, વારંવાર કહેતા હતા, ઇષ્ટ અને મનોહર વાણીથી મારી સાથે આલાપ-સંલાપ કરતા હતા; પરંતુ જ્યારથી મેં મુંડિત થઈને, ગૃહવાસથી નીકળીને સાધુ દીક્ષા અંગીકારો કરી છે ત્યારથી આ સાધુઓ મારો આદર કરતા નથી થાવત્ આલાપ-સંલાપ કરતા નથી. તે ઉપરાંત તે શ્રમણ નિગ્રંથો પહેલી અને પાછલી રાત્રિના સમયે વાચના, પૃચ્છના આદિ માટે જતા-આવતા મારી પથારીને ઓળંગે છે અને હું આટલી લાંબી રાત્રિમાં આંખ પણ મીંચી શક્યો નથી. તેથી મારે માટે એ જ શ્રેયસ્કર છે કે રાત્રિ વ્યતીત થાય અને કાલે પ્રભાત થાય યાવતું સૂર્ય તેજથી જાજ્વલ્યમાન થાય ત્યારે (સૂર્યોદય પછી) શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા લઈને પુનઃ ગૃહવાસને સ્વીકારું; આ પ્રકારનો વિચાર કરીને, આર્તધ્યાન યુક્ત દુ:ખથી પીડિત અને સંકલ્પયુક્ત માનસને પ્રાપ્ત થઈને, તે રાત્રિ તેમણે નરકની જેમ વ્યતીત કરી. રાત્રિ વ્યતીત થતાં અને પ્રભાત થતાં સૂર્ય, તેજથી જાજ્વલ્યમાન થયો ત્યારે તેઓ શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને થાવત્ ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. १२० तए णं मेहा ! त्ति समणे भगवं महावीरे मेहं कुमारं एवं वयासी- से णूणं तुम मेहा!राओ पुव्वरत्तावरक्तकालसमयंसिसमणेहिं णिग्गंथेहि वायणाए पुच्छणाए जावमहालियं चणंराई णो संचाएसि मुहुत्तमवि अच्छि णिमीलित्तए । तए णं तुब्भं मेहा ! इमे एयारूवे अज्झथिए समुप्पज्जित्था- जया णं अहं अगारमज्झे वसामि तया णं मम समणा णिग्गंथा आढायंति जाव संलवेति जप्पभिई च णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि तप्पभिई च णं मम समणा णो आढायंति जाव णो संलवेति । अदुत्तरं च णं समणा णिग्गंथा राओ अप्पेगइया वायणाए जाव पायरयरेणु-गुंडियं करेंति । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए रयणीए जावसमणं भगवं महावीरं आपुच्छित्ता पुणरवि अगारमज्झे आवसित्तए त्ति कटु एवं संपेहेसि, संपेहित्ता अट्टदुहट्टवसट्टमाणसगए णिरयपडिरूवियं चणं तं रयणिं खवेसि, खवित्ता जेणामेण अहं तेणामेव हव्वमागए । से णूणं मेहा ! एस અદ્દે સમ ? હતા, અદ્દે સમદ્દે ભાવાર્થ :- ત્યારપછી હે મેઘ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે મેઘ ! તું રાત્રિના પહેલા અને પાછલા પ્રહરે શ્રમણ નિગ્રંથોના વાચના, પૃચ્છના આદિ માટે આવાગમનના કારણે લાંબી રાત્રિમાં ક્ષણવાર પણ આંખ મીંચી શક્યો નહીં. હે મેઘ ! ત્યારે તારા મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો કે જ્યારે હું ગૃહવાસમાં નિવાસ કરતો હતો, ત્યારે શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા હતા યાવતુ જ્યારથી મેં મુંડિત થઈને, ગૃહવાસથી નીકળી શ્રમણ-દીક્ષા લીધી છે, ત્યારથી શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા નથી યાવતું આલાપ-સંલાપ કરતા નથી. તે ઉપરાંત શ્રમણ નિગ્રંથો રાત્રિમાં કોઈ વાચનાને માટે યાવત મને પગની રજથી ભરી દે છે. તેથી મારા માટે એ જ શ્રેયસ્કર