________________
અધ્ય−૧: મેઘકુમાર
છે કે કાલે પ્રભાત થતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછી, પુનઃ ગૃહવાસમાં ચાલ્યો જાઉં; આ પ્રમાણે વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડિત અને સંકલ્પ-વિકલ્પથી યુક્ત માનસવાળો થઈને તેં નરકની સમાન(વેદનામાં) રાત્રિ વ્યતીત કરીછે અને આ જ કારણે તું મારી પાસે આવ્યો છે; હે મેઘ ! શું આ કથન સત્ય છે ? મેઘકુમારે જવાબ આપ્યો– હા, પ્રભો ! આપનું આ કથન યથાર્થ છે.
૭૧
મેઘકુમારનો પૂર્વનો ત્રીજો ભવઃ સુમેરુપ્રભ હાથી :
१२१ एवं खलु मेहा ! तुमं इओ तच्चे अईए भवग्गहणे वेयड्डगिरिपायमूले वणयरेहिं णिव्वत्तिय णामधेज्जे सेए संखदल-उज्जल-विमल-णिम्मलदहिघणगोखीरफेणरयणियरप्पयासे सत्तुस्सेहे णवायए दसपरिणाहे सत्तंगपइट्ठिए सोमे सुसंठिए सुरूवे पुरओ उदग्गे समूसियसिरे सुहासणे पिटुओ वराहे अयाकुच्छी अच्छिकुच्छी अलंबकुच्छी पलंबलंबोदराहरकरे धणुपट्टागिइ विसिटूपुट्ठे अल्लीणपमाणजुत्तवट्टिया पीवस्गत्तावरे अल्लीणपमाणजुत्तपुच्छे पडिपुण्ण-सुचारु-कुम्मचलणे पंडुस्सुविसुद्धणिद्धणिरुवह विंसतिणहे छद्दते सुमेरुप्पभे णामं हत्थिराया होत्था ।
ભાવાર્થ :- ભગવાન બોલ્યા – હે મેઘ ! તું આજથી પૂર્વે અતીતના ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતના પાદમૂળમાં(તળેટીમાં) ગજરાજ હતો. વનચરોએ તારું નામ સુમેરુપ્રભ આપ્યું હતું. તે સુમેરુપ્રભનો વર્ણ– શંખના ચૂર્ણની સમાન ઉજ્જવલ, વિમલ, નિર્મલ, દહીંના ઢેફાની સમાન, ગાયના દૂધના ફીણની સમાન અને ચંદ્રની સમાન, શ્વેત હતો. તે સાત હાથ ઊંચો અને નવહાથ લાંબો હતો. તેનો મધ્યભાગ દસ હાથના પરિમાણવાળો હતો. તે ચાર પગ, સૂંઢ, પૂંછ અને જનનેન્દ્રિય આ સાત અંગથી પ્રતિષ્ઠિત શરીરવાળો, સુશોભિત શરીરવાળો હતો. સૌમ્ય, પ્રમાણોપેત અંગોવાળો, સુંદર રૂપવાળો, આગળથી ઊંચો, ઊંચા મસ્તકવાળો, શુભ અથવા સુખદ આસન(સ્કંધ આદિ) વાળો હતો. તેનો પાછળનો ભાગ વરાહ(શૂકર)ની સમાન નીચે ઝૂકેલો હતો. તેની કૂંખ(પેટ) બકરીની કૂંખ જેવી ઉન્નત હતી અને તે છિદ્ર(ખાડા) રહિત પુષ્ટ હતી. તેની કુક્ષી સુડોલ હતી, લાંબા હોઠ અને લાંબી સૂંઢ હતી. તેની પીઠ ખેંચેલા ધનુષ્યના પૃષ્ઠ જેવી આકૃતિવાળી હતી. તેના બીજા અવયવો સારી રીતે મળેલા, પ્રમાણોપેત, ગોળ અને પુષ્ટ હતા, પૂંછ સુસંઘટિત અને પ્રમાણોપેત હતી. પગ કાચબાની જેમ પરિપૂર્ણ, સુંદર અને ઉન્નત હતા. વીસ નખ શ્વેત, નિર્મલ, ચીકણા અને નિરુપહત હતા અને છ દાંત હતા.
| १२२ तत्थ णं तुमं मेहा ! बहूहिं हत्थीहि य हत्थिणीहि य लोट्टएहि य लोट्टियाहि य कलभेहि य कलभियाहि य सद्धिं संपरिवुडे हत्थिसहस्सणायए देसए पागड्डी पट्ठवए जूहवई वंदविड्ढए अण्णेहिं च बहूणं एकल्लाणं हत्थिकलभाणं आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणा - ईसर - सेणावच्चं कारेमाणे पालेमाणे विहरसि ।
ભાવાર્થઃ– હે મેઘ ! ત્યાં તું ઘણા હાથીઓ, હાથણીઓ, લોટ્ટકો(કુમાર અવસ્થાવાળા હાથીઓ) લોટ્ટિકાઓ, કલભો(ઘણી જ નાની ઊંમરના હાથીના બચ્ચા) અને કલભિકાઓથી ઘેરાયેલો એક હજાર હાથીઓનો
નાયક, માર્ગદર્શક, અગ્રેસર, પ્રસ્થાપક(કામમાં લગાવનારો) યૂથપતિ અને પોતાના વૃંદની વૃદ્ધિ કરનારો હતો. તે સિવાય બીજા ઘણા એકલા હાથીઓના બચ્ચાઓનું આધિપત્ય કરતો, સ્વામિત્વ, નેતૃત્વ કરતો અને તેનું પાલન-રક્ષણ કરતો વિચરણ કરી રહ્યો હતો.