________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યારપછી મેઘકુમારે સ્વયં પંચમુષ્ટિ લોચ કર્યો અને શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
Fe
હે ભગવાન્ ! આ સંસાર જન્મ જરા અને મરણરૂપી અગ્નિથી આલિપ્ત(સળગી રહ્યો) છે, દુઃખાગ્નિથી પ્રદીપ્ત છે. હે ભગવાન્ ! આ સંસાર આદીપ્ત-પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ(સમૃદ્ધ ગૃહસ્થ) પોતાના ઘરમાં આગ લાગે ત્યારે થોડા વજનવાળી પરંતુ બહુમૂલ્ય કિંમતી વસ્તુને લઈને એકાંત નિરુપદ્રવી સ્થાનમાં ચાલ્યો જાય છે. તે સમયે તે વિચારે છે કે “આ કિંમતી વસ્તુ વર્તમાનમાં અને ભવિષ્યમાં મારા જીવનનિર્વાહ માટે હિતકારી, ઉપભોગ અને આનંદ માટે સુખકારી, સુખનું સમર્થન કરનારી, સંતાન પરંપરા માટે કલ્યાણરૂપ થશે. તે જ રીતે હે ભગવન્ ! મારી પાસે આત્મરૂપી વસ્તુ છે; તે મને ઇષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, અતિ મનોહર છે, આ આત્માને હું જન્મ જરા મરણરૂપી અગ્નિથી બચાવી લઇશ તો જ મારા સંસારનો ઉચ્છેદ થશે. હે દેવાનુપ્રિય ! તેથી જ હું ઇચ્છું છું કે આપ સ્વયં મને સર્વ વિરતિ રૂપ પ્રવ્રજ્યા આપો, દ્રવ્ય ભાવથી મંડિત કરો, સૂત્ર અને અર્થની શિક્ષા આપો, પ્રતિલેખનાદિ ક્રિયા શીખવાડો, મર્યાદામાં રહેવા રૂપ જ્ઞાનાદિ પંચાચાર, ગોચર—ગાયની ચર્યા જેવી ભિક્ષાચર્યા, વિનય, વૈનયિક—વિનયથી કર્મક્ષયરૂપ ફળ, નિરંતર પાલન કરવા યોગ્ય સાધુના મહાવ્રતાદિ ચરણ સિત્તેરી અને પ્રયોજનવશ સેવન કરવા યોગ્ય પિંડ વિશુદ્ધિ આદિ નિયમરૂપ કરણ સિત્તેરી, સંયમયાત્રા, ભોજનાદિની માત્રા(પરિમાણ) આદિ સ્વરૂપ- વાળા ધર્મનું જ્ઞાન કરાવો.
| ११७ त णं समणे भगवं महावीरे मेहं कुमारं सयमेव पव्वावेइ जाव धम्ममाइक्खइÜ લેવાનુબિયા ! મંતવ્યું, Ëવિક્રિયળ, વંશિલીય∞, Ë તુષ્ટ્રિયન્ત્ર, વં ભુંગિયળં, एवं भासियव्वं, एवं उट्ठाए उट्ठाए पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमेणं संजमियव्वं, अस्सि च णं अट्ठे णो पमायव्वं ।
तणं से मे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए इमं एयारूवं धम्मियं उवएसं सम्मं पडिवज्जइ - तमाणाए तह गच्छइ, तह चिट्ठइ जाव उट्ठाए उट्ठाए पाणेहिं हिं जीवेहिं सत्तेहिं संजमइ ।
ભાવાર્થ:- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયં પ્રવ્રજ્યા પ્રદાન કરી, સ્વયં આચાર-ગોચર યાવત્ ધર્મની શિક્ષા આપી કે હે દેવાનુપ્રિય આ પ્રમાણે પૃથ્વી ઉપર યુગ માત્ર(ધૂંસર પ્રમાણે) દષ્ટિ રાખીને ચાલવું જોઈએ; આ પ્રમાણે નિર્જીવ ભૂમિ પર ઊભા રહેવું જોઈએ; આ રીતે ભૂમિ પ્રમાર્જન કરીને બેસવું જોઈએ; આ રીતે પડખું ફેરવવા સમયે પ્રમાર્જન કરીને શયન કરવું જોઈએ; આ રીતે નિર્દોષ આહાર કરવો જોઈએ; આ રીતે બોલવું જોઈએ; આ રીતે અપ્રમત અને સાવધાન થઈને પ્રાણી(વિકલેન્દ્રિય), ભૂત (વનસ્પતિકાય), જીવ(પંચેન્દ્રિય) અને સત્ત્વ(શેષ એકેન્દ્રિય)ની રક્ષા કરીને સંયમનું પાલન કરવું જોઈએ. આ વિષયમાં જરાપણ પ્રમાદ કરવો જોઈએ નહીં.
ત્યારપછી મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે આ પ્રકારના સંયમ ધર્મસંબંધી ઉપદેશનો, શિક્ષાઓનો સમ્યક પ્રકારે સ્વીકાર કરીને ભગવાનની આજ્ઞાનુસાર ગમન કરવું, બેસવું યાવત્ પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની યતના કરીને સંયમનું આરાધન કરવા લાગ્યા.