________________
અધ્ય–૧: મેઘમાર
|
७
|
ભાવાર્થ:- મેઘકુમારના માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ અર્થ(વાત)નો સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો. ત્યારપછી મેઘકુમાર શ્રમણ ભગવાન મહાવીર પાસેથી નીકળીને ઉત્તરપૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન કોણમાં ગયા અને પોતે જ પોતાના આભૂષણ, માળા, અલંકાર વગેરે ઉતાર્યા. ११५ तए णं से मेहकुमारस्स माया हंसलक्खणेणं पडसाडएणं आभरण-मल्लालंकारं पडिच्छइ, पडिच्छित्ता हास्वारिधारसिंदुवारछिण्णमुत्तावलिपगासाई अंसूणि विणिम्मुयमाणीविणिम्मुयमाणी रोयमाणीरोयमाणी कंदमाणीकंदमाणी विलवमाणी-विलवमाणी एवं वयासी
जइयव्वं जाया ! घडियव्वं जाया ! परक्कमियव्वं जाया ! अस्सिचणं अढे णो पमाएयव्वं । अम्हं पिणं एसेव मग्गे भवउ त्ति कटु मेहस्स कुमारस्स अम्मापियरा समणं भगवं महावीरं वदति णमंसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया। ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારની માતા હંસ જેવા સફેદ અને કોમળ વસ્ત્રમાં તે આભૂષણ, માળા અને અલંકારને ગ્રહણ કરીને, હાર, જલની ધારા, નિર્ગુડીના ફૂલ અને તૂટેલા મુક્તાવલીના હારની સમાન અશ્રુ સારતાં-સારતાં, રોતાં-રોતાં, આક્રંદ કરતાં-કરતાં અને વિલાપ કરતાં-કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા.
' હે પુત્ર ! પ્રાપ્ત ચારિત્ર યોગમાં યતના કરજો, હે પુત્ર ! અપ્રાપ્ત ચારિત્ર યોગને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો, હે પુત્ર ! સંયમ સાધનામાં પરાક્રમ કરજો, તેમાં પ્રમાદ કરતા નહીં. ભવિષ્યમાં અમને પણ સંયમ અંગીકાર કરવાનો સુયોગ પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે કહીને મેઘકુમારના માતા-પિતા શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને જે દિશાથી આવ્યા હતા, તે દિશામાં પાછા ફર્યા. भेधाभारनी प्रव्रज्या :११६ तए णं से मेहे कुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- आलित्ते णं भंते ! लोए, पलिते णं भंते ! लोए, आलित्तपलित्ते णं भंते ! लोए, जराए मरणेण य ।
से जहाणामए केई गाहावई अगारंसि झियायमाणंसिजे तत्थ भंडे भवइ अप्पभारे मोल्लगुरुए, तं गहाय आयाए एगंतं अवक्कमइ- एस मे णित्थारिए समाणे पच्छा पुरा हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ । एवामेव मम वि एगे आयाभंडे इढे कंते पिए मणुण्णे मणामे । एस मे णित्थारिए समाणे संसारवोच्छेयकरे भविस्सइ । तं इच्छामिणं देवाणुप्पियाहिं सयमेव पव्वावियं, सयमेव मुंडावियं, सयमेव सेहावियं, सयमेव सिक्खावियं, सयमेव आयास्गोयरविणय वेणइयचरण करण-जायामायावत्तियं धम्ममाइक्खियं ।